"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

બાપના આંસુ !!

sundari_gujarati_cb71.jpg 

બાપની ગમે તેવી કઠણ છાતી હોય પણ દિકરીનો  પ્રેમ એને બરફની જેમ પિગળાવી દે છે.બાપ-દિકરીનો પ્રેમ દુનિયામાં એક અનોખો પ્રેમ છે જેને  કોઈ પ્રેમની કક્ષામાં મુકી ન શકાય.આવા અદભુત પ્રેમની અહીં  વાત છે.ઘટના કરુણ છે! હ્રદયને સ્પશૅ કરતી બાપની આ વાત છે!

                   ચૌદ વરસની દિકરીનું અચાનક અવસાન થાય છે, બાપની લાડલી,એકની એક સંતાન, પરી જેવી દિકરીની  અચાનક વિદાય! એ ઘા ઘરમાં કોઈ ને કેમ સહન થાય !. જે દિકરી, પાણી માંગે તો દૂધ આપે, કદી કોઈ વાતની  ખોટ નહીં પડવા  દિધેલ એવી વ્હાલસોય દિકરીની આવી અચાનક વિદાયે બાપને ગાંડા જેવો બનાવી  દીધો!  કશું ખાવા-પીવાનું ભાવે નહીં, કામમાં મન લાગે નહીં! બસ દિકરીને યાદ કરી રડ્યાં કરે! આંખમાંથી આંસુ બંધજ ન થાય ! એજ બાપને એ દિવસ સ્વપ્ન આવ્યું ! ગરબાના દિવસો હતાં.સૌ નવા-નવા ઘાઘરા-ચોળી ને નવ-રંગી ચુંદડી પહેરી, હાથમાં દિવડો લઈ  ગરબા લેતા હતાં. એની ચૌદ વરસની દિકરી પણ એની બેન-પણી સાથે ગરબામાં ઘૂમતી હતી. બાપ ખૂશ થઈ તેણીને નિહાળી રહ્યો હતો ! બાપની નજરમાં એક વસ્તું જોઈ કે પોતાની દિકરીનો દિવડો વારં વાર ઓલવાઈ જતો હતો..અને દિકરી  આને લીધે  થોડી મુંઝવણમાં હતી..બાપે દિકરીને પોતાની પાસે બોલાવી, કહ્યું..”દિકરી તારો દિવડો વારં-વાર કેમ ઓલવાઈ જાય છે !” દિકરી એનો જવાબ આપે છે..
 ” બાપુ ! તમારા આ આંસુ   દિવડાને ઓલવી દે છે!! તમારા આંસુ બંધ થાય તો આ દિવડો પ્રકટે ને?

                ત્યાંજ અચાનક બાપની આંખ ખુલી જાય છે!      આંખના આંસુ લુછી નાંખે છે…. 
(સાંભળેલી  ઘટના )..

એપ્રિલ 13, 2007 - Posted by | ટુંકીવાર્તા

7 ટિપ્પણીઓ »

 1. બાપના આંસુ બહુ કિમતી હોય છે. માનો પ્રેમ દેખાઇ આવે છે પણ બાપનો પ્રેમ તો અનુભવાય છે. એટલે તો દિકરી કાયમ ઇછ્તી હોય કે એના મા-બાપને કંઇ પણ ન થાય ને સલામત રહે.

  ટિપ્પણી by Rekha | એપ્રિલ 13, 2007

 2. હ્ર્દયસ્પર્શી વાત.! બાપ ને દીકરી નો સંબંધ મુઠ્ઠી ઉંચેરો નહીં હિમાલય ઉંચેરો હોય છે.પાણીમાં તરતા બરફના પહાડની જેમ એનો નવ ભાગ હ્રદયની અંદર અને એક જ ભાગ બહાર દેખાય છે.

  ટિપ્પણી by nilam doshi | એપ્રિલ 13, 2007

 3. ચિત્ર પણ ખૂબ સરસ.પણ કોઇ સાચી નાનકડી છોકરીનો ફોટો મૂકયો હોત તો….

  ટિપ્પણી by nilam doshi | એપ્રિલ 13, 2007

 4. પાણીમાં તરતા બરફના પહાડની જેમ એનો નવ ભાગ હ્રદયની અંદર અને એક જ ભાગ બહાર દેખાય છે.

  નીલમબેન , તદ્દન સાચી વાત કહીં.. આ ઘટના લખતાં, લખતાં આંખમાંથી આંસુ સરિ પડેલ્….

  ટિપ્પણી by વિશ્વદીપ બારડ | એપ્રિલ 13, 2007

 5. પાપાને દિકરી પાપાને દિકરી
  પાપાના હૈયાની ધડકન જી
  ખૂબ સુઁદરવાત મારા પિતાજી યાદ આવી ગયા

  ટિપ્પણી by pravinash1 | એપ્રિલ 13, 2007

 6. હૃદય સ્પર્શી વાત છે.

  ટિપ્પણી by Neela Kadakia | એપ્રિલ 14, 2007

 7. Good story…………..

  ટિપ્પણી by Dharmendra | એપ્રિલ 22, 2010


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: