"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ટહુકી જાય છે.

image0033.gif 

 બંધ  ઘરની   એ  ઉદાસીઓ  બધી પી જાય છે,
એક   કોયલ   આંગણામાં    રોજ ટહુકી જાય છે.

એજ  માણસ   જિંદગી સહેલાઈથી   જીવી  શકે,
જે   મરણ    આગમનની     વાત ભુલી જાય છે.

કોઈ પણ હાલતમાં ખૂશ રહેવાનું મન  શીખી ગયું,
એટલે   મારાં   બધાંયે    દદૅ   હાંફી   જાય  છે.

પહોંચવા  તારા લગી   કંઈ ચાલવું પડતું  નથી,
પગ    તળેથી  માર્ગ આપો આપ સરકી  જાય છે.

આ  અધૂરી, ઝંખનાઓનું  પરાક્રમ  છે ‘કીરણ’!
રોજ  તું  મરવા  પડે  ને  રોજ   જીવી જાય છે.

-કિરણ ચૌહાણ

Advertisements

એપ્રિલ 12, 2007 - Posted by | ગમતી ગઝલ

7 ટિપ્પણીઓ »

 1. la javab ……kiranbhai…thanks phulvadi

  ટિપ્પણી by કસુંબલ રંગનો વૈભવ | એપ્રિલ 12, 2007

 2. એક કોયલના ટહુકવાથી બંધ ઘરની ઉદાસીનતા દુર થઇ જાય છે. બહુ સરસ છે.

  ટિપ્પણી by Rekha | એપ્રિલ 12, 2007

 3. roj tu maravaa pade ne roj jivi jaaya che.
  Beautiful. jivan ane maran enaa haathamaa che.

  ટિપ્પણી by pravinash1 | એપ્રિલ 12, 2007

 4. ખૂબ સરસ રચના છે. કિરણભાઈને અભિનંદન!
  આવી સરસ ગઝલ લઇ આવવા બદલ વિશ્વદીપભાઈ ને પણ અભિનંદન!

  હું સમજું છું ત્યા સુધી છંદ પ્રમાણે બીજા શેરમાં એક જગ્યા એ “ના” શબ્દ ખૂટે છે.

  એજ માણસ જિંદગી સહેલાઈથી જીવી શકે,
  જે મરણના આગમનની વાત ભુલી જાય છે.

  એક બે typo errors તરફ ધ્યાન દોરીશ.

  ત્રીજા શેરમાં દર્દ ને સ્થાને દદે લખાયું છે એમ લાગે છે.
  ચોથા શેરમાં માગૅ ને બદલે માર્ગ હોય તો યોગ્ય ગણાશે.

  ટિપ્પણી by hemantpunekar | એપ્રિલ 12, 2007

 5. ખૂબ સુંદર ગઝલ… કિરણ મારા શહેર સુરતનું ગૌરવ છે એમ કહું તો કદાચ ઓછું છે….

  ટિપ્પણી by વિવેક | એપ્રિલ 13, 2007

 6. સૂરતમાં ઘણીજ સારી, સારી મૂરત છે!! કવિઓનો ખજાનો એટલે ” સૂરત”…ડૉ.વિવેક, ડૉ.
  રઈશ મનિયાર, કિરણ..નામ લખવા બેસું તો…પાના ને પાના ભરાય જાઈ!!

  ટિપ્પણી by વિશ્વદીપ બારડ | એપ્રિલ 13, 2007

 7. બંધ ઘરની એ ઉદાસીઓ બધી પી જાય છે,
  એક કોયલ આંગણામાં રોજ ટહુકી જાય છે.

  સુંદર શબ્દો છે

  ટિપ્પણી by Neela Kadakia | એપ્રિલ 14, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s