મ્રૂત્યુઃ મધરાતે
એક ડોશી
રાતે અઢીક વાગ્યે
હાથમાં ઝાંખું ફાનસ લઈ
ફળીમાંથી થાય છે પસાર.
એનાં જીથરવીંથર(ઊડતા) વાળ સમારવા
એ જે ઘર સામે
મૂકે ફાનસ
સવારે
તે ઘરમાં ઓછું થાય એક “માણસ”.
સાંભળ્યું છે:
એને ઝાંપો ઠેકતી જોતાં
ગામ આખાનાં કૂતરા રડી ઊઠે છે…
હું જાગી ગયો છું…
મારા પલંગ તળેથી ઊભરાતો
અંધકાર
કદાચ એક ઝાંખા ઝાંખા ફાનસમાં
પલટાઈ રહ્યો છે..
હું ચાદર ખેંચું છું
ફળીનો વાંસો પોલો જણાય…
સુસવાતો લાગે…
પાંપણના એક વાળ પર ધ્રૂજતો ઊભો છું
ઘૂઘવે છે ફેનિલ દરિયો
પાંપણો પાછળ
તરે છે દૂ…ર
એક ઝાંખૂ ઝાંખૂ ફાનસ
– અજિત ઠકોર
Death is inevitable,may be she has a sixth sense.
That is the reason where ever she keeps ‘fanas’
some one leave this world.
એ કદાચ ડોશી નહિ હોય પણ ડાકણ હશે.
મૃત્યુનું આગમન
અજિત ઠાકોર આમ તો વિદ્યાનગરમાં સંસ્કૃતના પ્રાધ્યાપક.
આ કાવ્ય તો એકદમ ગુજરાતી અને પાછું લોકકથા જેવું.