મુંબઈ ના દરિયાની માછલીનું ગીત
મુંબઈથી મોટો છે મૂબઈનો દરિયો
ને દરિયાના પેટમાં ખૂંચે છે માછલી;
જાણે ના કોઈ વાત મુંબઈમા આટલી;
કે દરિયાના પેટમાં ખૂંચે છે માછલી.
ખરતી જાય રેત ને ફૂંકાતા વાયરે
આવે રોજ મોજાં વસમાં,
છતાં એ પરપોટા પહેરીને ફરતી ને
આપો તોય પહેરેના ચશ્માં;
શ્રીફળના નામે લઈ ભમે એ કાછલી
ને દરિયાના પેટમાં ખૂંચે છે માછલી;
જાણે ના કોઈ વાત મુંબઈમાં આટલી;
કે શ્રીફળના નામે છે ખાલીખમ કાછલી.
કોડી કે છીપલાંથી ખાડો એ પૂરે ને
મોતી થઈ નીકતી મ્હાલવા;
ખડક પર ખડકને ખડકતી જાય ને
મથે રોજ આકાશને ઝાલવા;
ને થાકી ને જંપે છે સ્હેજ રાત પાછલી
જાણે ના કોઈ વાત મુંબઈ માં આટલી
કે મુંબઈથી મોટો એ મુંબઈનો દરિયો
ને દરિયાના પેટમાં ખૂચે છે માછલી.
-જીવણ ઠાકોર (“આગળાંનાં આંસુ”કાવ્યસંગ્રહ)
દરિયાના પેટમાં ખૂંચે છે માછલી…
Vaah… liked it very much!!
મુંબઇ થી મોટો છે મુંબઇ નો દરિયો.
સરસ રચના.
મુંબઇથી મોટો છે મુંબઇનો દરિયો….ખરેખર સરસ છે.
Mumbai ni Machhali–Very good selection–Thank you
Harnish Jani
મુંબઇની માછલીનાં ભાગે શું આવે? અંદર રહે તો ગટરનો કચરો ખાવાનો આવે અને બહાર આવે તો ઘાટીઓ તેને ખાઇ જાય!
મુંબઈ હિંદની અલબેલી નગરી
દરિયો ની પ્રતિભા તેમાં આગવી
દરિયામાં ખૂચે વિધવિધ માછલી
ચણા મમરા આપો સુલઝે પહેલી
મને એમ લાગે છે કે, માછલી અહીં પ્રતીક છે -મુંબઇના કે કોઇ પણ શહેરી માણસ માટેનું ! આ નજરમાં રાખીને વાંચીએ તો કવિ શું કહેવા માંગે છે તે તરત જ છતું થાય છે.
આ મુંબઈનાં સાગરમાં કાશ્મીરી દાલ લેક શું કરે છે??????
મુંબઈનો દરિયો બધું જ પેટમાં સમાવે છે.