ગમતા શે’ર-રઈશ મનીયાર
એક માણસ સાદ પાડે,સાંભળી સૌ કોઈ શકે,
વિશ્વ આખું એટલું, બસ નાનું હોવું જોઈ એ.
****************************
તું કહે મંદીરમાં છે.. હું કહું દિલમાં છે,
દોસ્ત,ચોખ્ખું રાખી એ આપણે ઈશ્વરનું ઘર્.
*******************************
મોતનો જો માગૅ આ સાફ કરવો હોય તો,
તોડવું છોને પડે શ્વાસનું-નડતરનું ઘર.
*****************************
મુક્તક…
આપે છે દિલાસા અને રડવા નથી દેતા,
દુઃખ મારું મને મિત્રો જીરવવાનથી દેતા,
આસું ઓ ટકાવેછે મને ભેજ બનીને,
એ જીવતા માણસને સળગવા નથી દેતા.
ઍક માણસ સાદ પાડે, સાંભળી સૌ કોઇ શકે. એવુ બનતુ નથી..હાલમાં તો બધા સાદ પાડે છે ને કોઇ કોઇનુ સાંભળતુ નથી એ જમાનો છે.
સરસ શેર અને મુક્તક. ખાસ તો આ પંક્તિઓ ખુબ ગમી.
આસું ઓ ટકાવેછે મને ભેજ બનીને,
એ જીવતા માણસને સળગવા નથી દેતા.
માત્ર એક મુદ્દા તરફ ધ્યાન દોરીશ. માગૅ ને બદલે માર્ગ લખો તો?