સહી નથી-જલન માતરી
મઝહબની એટલે તો ઈમારત બળી નથી,
શયતાન એ સ્વભાવે કોઈ આદમી નથી.
તક્દીર ખુદ ખુદાએ લખી પણ ગમી નથી,
સારું થયું કે કોઈ મનુજે લખી નથી.
ત્યાં સ્વગૅ ના મળે તો મુસીબતનો પોટલો,
મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી.
કેવા શુકનમાં પવૅતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નિકળી નદી પાછી વળી નથી.
શ્ર્ધ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર ?
કુરાનમાં તો ક્યાંય પૈગંબરની સહી નથી.
ડુબાડી દઈ શકું છું ગળાબૂડ સ્મિત ને,
મારી કને તો અશ્રુઓની કંઈ કમી નથી.
મ્રુત્યુની ઠેસ વાગશે તો શું થશે ” જલન”,
જીવનની ઠેસની તો હજુ કળ વળી નથી.
-જલન માતરી
ત્યાં સ્વર્ગ ના મળે તો મુસીબતનો પોટલો, મરવાની એટલે મેં ઉતાવળ કરી નથી. પણ અચાનક યમનુ તેડુ આવી જાય તો હસતા હસતા જવાની તૈયારી કરી લીધેલ છે. સુંદર છે.
good gazal.
કેવા શુકનમાં પવૅતે આપી હશે વિદાય,
નિજ ઘરથી નિકળી નદી પાછી વળી નથી.
શ્ર્ધ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર ?
કુરાનમાં તો ક્યાંય પૈગંબરની સહી નથી.
adbhut abhivayakti jalan saheb mara priya shayromana ek chhe……..