"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

હસો અને હસાવો!!

 

વિષ્નું-ભગવાન-લક્ષ્મીદેવીનું અમેરિકામાં વેકેશન!! 

********************************************* 

વિષ્નું – ભગવાને લક્ષ્મીદેવી ને કહ્યું “દેવી આ વખતે આપણે વેકેશનમાં ભારતમાં ફરવા જઈએ તો લક્ષ્મીદેવી બોલ્યા”સ્વામી આ વખતે મારો વિચાર અમેરિકા જવાનૉ છે, સાંભળ્યું છે કે ત્યાં દશૅન-અભિલાષી ભક્તોની મંદીરોમાં બહું જ ભીંડ લાગતી હોય છે..મારે એ ભકતોને જેવા છે” ..દેવી!ડુંગર દૂરથી રળીયામણા” ના પણ મારે તો ત્યાં જ જાવું છે” સ્ત્રી હઠ પાસે ભગવાનને પણ નમવું પડ્યું!..હ્યુસ્ટાન(ટેક્ષાસ) માં આવ્યા..મંદીરમાં મોટો ઉત્સવ ચાલતો હતો.. શરૂઆતમાં ૧૦૦ જેટ્લા ભક્તો , મોટા ભાગના સીનિયર સીટિજન હતા, અર્ધા-ભાગના ઉંઘતા હતા..ભારત થી પધારેલ ગુરૂજી ઉપદેશ સાથે પોતાના ધમૅના વાડાનું મંદીર માટે ડૉનેશન પણ માંગી રહ્યાં હતાં!! આરતીનો સમય થવા આવ્યો..૨૦૦ ભક્તો આવી ગયા!! અને પછી પ્રસાદ-ભોજન હતું..જેવી આરતી પુરી થાય એ પહેલા પ્રસાદ-ભોજનમાં ૫૦૦ ભક્તજનો લાઈનમાં ઉભા રહી ગયા હતા અને બીજા ૫૦૦ ભકતજનો પાર્કિંગ-લૉટ માંથી અંદર આવવા રાહ જોઈ રહ્યાં હતા !!લક્ષ્મીદેવી તો જોઈજ રહ્યાં!!પ્રભુ! આ ભોજન સમયે આટલા બધા ૧૦૦૦ ભક્તજનો!! ક્યાં થી ઉભરાય આવ્યાં? દેવી! મે આપને કહ્યું હતું કે ડુંગર દૂરથી રળિયામણા! અહિં પણ.. દેવી! પ્રસાદિયા ભક્તોની સંખ્યા વધારે છે!! ચાલો હું તમને પેલા ટોળામાં ચાલતી વાતો સંભળાવું.. ટોળામાંથી આવતી વાતો લક્ષ્મીદેવી સાંભવા લાગ્યાં..” દોસ્ત ! આજે ખાવાનું બહું મસ્ત બન્યું છે.. મને તો કચોરી બહું ભાવી..યાર હું તો થોડા ખમણ પ્રસાદ તરીકે ઘેર લઈ જવા માંગુ છૂ..આવતા વીક-એન્ડમાં એક મિત્રને જમવા બોલાવ્યો છે તો તેમાં ચાલશે!!તું તો ખરો છે!!..શું ખરો છે? તારી ભાભી એ ૧૧ ડોલરનું ડોનેશને આપ્યું છે!! મફતમાં થોડું છે? હા યાર પેલા મફતભાઈ!! વીકેન્ડમાં કોઈ દી એની બૈરી રસોઈ જ નથી બનાવતી!! એ વળી કેમ ? . શની-રવી કોઈ ને કોઈ મંદીરમાં કંઈક પ્રોગામ ચાલતો જ હોય!! ને સાથો-સાથ ભોજન પણ હોય!!..હા! મફતલાલના ઘરમાં સાસુ-સસરા સાથે છ જણા છે!!તો વળી શું … જમવાના સમયે ઘરના બધા મંદીરે પહોંચી જાય..હેઈ!! જમવામાં પણ બત્રીશ ભોજન, તેત્રરીશ શાક!! બધાને મજા પડી જાય” લક્ષ્મીદેવી આ વાતો સાંભળી આભા( છ્ક્ક!!) બની ગયા!! “સ્વામી આપે સત્ય કહ્યુ હતું..ડુંગર દૂરથી”…”દેવી !કાગડા બધી જગ્યાં એ કાળા જ હોય!! આપણે તો માત્ર એકજ ગામ જોયું..દરેક ગામમાં આવીજ રીતે ભક્તોની ભીંડ જામતી હોય છે! અહી ગ્રોસરી સસ્તી એટલે મંદીરમાં પ્રસાદમાં પણ ફુલ -ભોજન આપે!..ચાલો દેવી આપણે વેકેશનમાં અહીં આવ્યાં જ છઈ એ તો બીજા શહેર તેમજ બીજા ભક્તોને પણ મળતા જઈ એ!! (ક્રમંશ)

માર્ચ 20, 2007 - Posted by | સ્વરચિત રચના

4 ટિપ્પણીઓ »

 1. good one.enjoyed.

  ટિપ્પણી by nilam doshi | માર્ચ 20, 2007

 2. ખરેખર સાચી વાત કરેલ છે. એટલે તો મંદીર વધુ ને વધુ જ બંધાય છે.

  ટિપ્પણી by Rekha | માર્ચ 20, 2007

 3. હાથના કંગનને આરસીની જરૂરત નથી?
  આપણામાં કહેવત છે.
  ‘ગધેડું ગંગા નાહે ઘોડુ ન થાય.’
  આપણે અમેરીકા આવ્યા તથી શું મન
  નું વલણ બદલાય ખરું.

  ટિપ્પણી by pravinash1 | માર્ચ 20, 2007

 4. એકદમ સાચી વાત
  ડૉલરિયો દેશ.

  ટિપ્પણી by shivshiva | માર્ચ 21, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: