સાગર! ક્ષમા કરી દે
તોફાનને દઈને, અણછાજતી મહત્તા,
તું વાતનું વતેતર ના કર ક્ષમા કરી દે.
હોડીનું એક રમકડું, તુટ્યું તો થઈ ગયું શું ?
મોજાંની બાળ હઠ છે, સાગર ક્ષમા કરી દે.
હર શ્વાસ એક મુસીબત, હર શ્વાસ એક વિમાસણ
પળપળની યાતનાઓ, પળપળની વેદનાઓ,
તારું દીધેલ જીવન, મ્રૂત્યું સમું ગણું તો,
મારી એ ઘ્રષ્ટતાને ઈશ્વર ક્ષમા કરી દે!
કાંટાઓનું બિછાવી બિસ્તર કહે છે દુનિયા,
પોઢી જા હસતાં હસતાં ફૂલોની સેજ માની,
અર્થાત જુલ્મીઓના જુલ્મોના ઘાવ સહેવા
પહેરી ઉદારતાનું બખ્તર, ક્ષમા કરી દે.
કાંટો છે લાગણીનો, વજનો છે બુધ્ધી કેરા,
તોલું છું એ થકી હું જગની દરેક વસ્તુ,
હે મિત્ર! તારા દિલનો પણ તોલ મેં કર્યો છે,
આવે છે એની તોલે પથ્થર, ક્ષમા કરી દે.
એક છે અને હું એક શૂન્ય છું પરંતુ,
મારા જ સ્થાન પર છે નિશ્ચિંત જગતના મુલ્યો,
એથી જ ઓ ગુમાની! જો હું કહું કે તું પણ મારી
દયા ઉપર છે નિભૅર, ક્ષમા કરી દે.
-શૂન્ય પાલનપૂરી
એક છે અને હું એક શૂન્ય છું પરંતુ,
મારા જ સ્થાન પર છે નિશ્ચિંત જગતના મુલ્યો,
એથી જ ઓ ગુમાની! જો હું કહું કે તું પણ મારી
દયા ઉપર છે નિભૅર, ક્ષમા કરી દે.
– સરસ !
મને બહુ જ ગમતી ગઝલ …
કાંટાઓનું બિછાવી બિસ્તર કહે છે દુનિયા,
પોઢી જા હસતાં હસતાં ફૂલોની સેજ માની,
અર્થાત જુલ્મીઓના જુલ્મોના ઘાવ સહેવા
પહેરી ઉદારતાનું બખ્તર, ક્ષમા કરી દે.
આ શેર પહેલી જ વાર વાંચ્યો. આભાર…
Gujarati gazal ne ….sarvottam shikhare pahochade chhe Shuy adbhut tatvachinatan ..shuny mara priy gazalkar rahya chhe….