એક ગઝલ! અમ્રૂત ઘાયલ..
છે ક્રૂષ્ણના સુદશૅન, જેવો જ ઘાટ મારો,
ધારો તો ધમૅ છું હું, ફેકો તો ધ્વંસ છું હું.
********************************
નિશ્વાસ એની આંખમાં શું ઓગળી ગયો,
ખપતો હતો મને તે ખુલાસો મળી ગયો.
શું કમ હતી સમસ્યા અમારા જીવન તણી ?
કે ગમ જગત નો આવીને એમાં ભળી ગયો.
કેવો ઉજાસ ઘર મહીં તારા ગયા પછી,
મારો દિવેસ હમેશને માટે ઢળી ગયો.
થઈ તો હતી ધીરેથી કળીઓમાં વાતચીત,
પણ કોણ જાણે ક્યાંથી પવન સાંભળી ગયો.
પળવારમાં પતંગ, તને શું થઈ ગયું,
તું ક્યાં અમારો જીવ હતો કે બળી ગયો.
મારા પતનથી ખૂબ પડોશી થાઈ પ્રસન્ન,
જાણે હું કાંટો હતો, નીકળી ગયો.
“ઘાયલ” નહીં તો થાત અનોખી ઝપાઝપી,
સારું થયું કે કાળ સમયસર કળી ગયો.
થઈ તો હતી ધીરેથી કળીઓમાં વાતચીત,
પણ કોણ જાણે ક્યાંથી પવન સાંભળી ગયો.
ઘણા વર્ષો પહેલાં માત્ર આ પંક્તિ ક્યાંક વાંચી હતી અને યાદ રહી ગઇ હતી… આખી ગઝલ આજે જ વાંચવા મળી. સુંદર ગઝલ!
ખૂબ સુંદર ગઝલ છે
સરળતાથી ભાવ રજુ કર્યા છે.
“ઘાયલ” નહીં તો થાત અનોખી ઝપાઝપી,
સારું થયું કે કાળ સમયસર કળી ગયો.
ghayal nokho ane anokho mijaj jachi gayo….