હસો અને હસાવો !!
બે વાત થાય !!
એક કાકા ટ્રેઈનમાં બેઠા, સાથો સાથ એજ ડબ્બામાં બે યુવાન લડાઈને મોરચે જઈ રહ્યા હતાં. કાકા નો સમય પસાર કરવા માંગતા હતા. કાકા એ વાત શરૂ કરી..હું જ્યારે યુવાન હતો ત્યારે દેશ માટે મે પણ લશ્કરમાં જોડાવાનો વિચાર કરેલ પણ જો લશ્કરમાં જોડાવ તો બે વાત થાય..કાંતો આગલી હરોળમાં લડવું પડે અથવા પાછલી.. પાછલી હરોળમાં લડવામાં કોઈ વાંધો નહિં..આગલી હરોળમાં લડવું પડે તો બે વાત થાય..દુશ્મનની ગોળી વાગે પણ ખરી અને ન પણ વાગે.. ન વાગે તો કોઈ વાંધો નહિં..વાગે તો બે વાત થાય. આપણે મરીએ પણ ખરા અને ન પણ મરીએ.. ન મરીએ તો કોએ વાંધો નહિં..મરીએ તો બે વાત થાય..આપણને દુશ્મનના માણસો લઈ જાય અથવા આપણા માણસો લઈ જાય.. આપણા માણસો લઈ જાય તો કોઈ વાંધો નહિં પણ દુશ્મનના માણસો લઈ જાય તો બે વાત થાય.. એ આપણને દફનાવે અથવા બાળે.. બાળે તો કોઈ વાંધો નહિં, પણ દફનાવે તો બે વાત થાય આપણી કબર બનાવે પણ ખરા અને ન પણ બનાવે.. ન બનાવે તો કોઈ વાંધો નહિં..કબર બનાવે તો બે વાત થાઈ,કબર પર ઘાસ ઉગે પણ ખરૂ અને ન પણ ઉગે..ન ઉગે તો કોઈ વાંધો નહિં.. પણ ઘાસ ઉગેતો બે વાત થાય..ગાય આવી એ ઘાસ ખાઈ પણ ખરી અને ન પણ ખાઈ.. ખાઈ તો કોઈ વાંધો નહિં.. ન ખાઈ તો બે વાત થાઈ..પેપર કંપની વાળા આવી એ ઘાસ લઈ જાય અને ન પણ લઈ જાય.. ન લઈ જાય તો કોઈ વાંધો નહિં..પણ ઘાસ લઈ જાય તો બે વાત થાય. એ ઘાસમાંથી ..કિચનમાં વાપરવા માટે પેપસૅ બનાવે અથવા બાથરૂમમાં વાપરવા પેપર-ટીસ્યું બનાવે…કિચનનાં પેપર રોલ બનાવે તો કોઈ વાંધો નહિં પણ બાથરૂમના ટીસ્યું રોલ બનાવે તો..
“કાકા તમારૂ સ્ટેશન આવી ગયું..આવજો. “બે વાતમાં” અમારે બે એસ્પ્રીન લેવી પડી એનું શું ? તમારે લેવી પડી પણ મારો તો સમય મસ્ત રીતે પસાર થઈ ગયો.. થેન્ક્યું..
માણવાની મજા આવી.
બે વાત થાય. તમે આટલુ સરસ લખો છો તો બે વાત થાય બધા વાંચે પણ ખરા ને ન પણ વાંચે. વાંચે તો કોમેટસ લખે પણ ખરા ને ન પણ લખે. મઝા આવ છે.