દાળ સાથે બિસ્કુટ ?
(પિકચરમાં, ડાબેથી વિશ્વદીપ,ડો.રઈશ મનીયાર ,તેમના પત્ની ડો.અમીબેન,સૂરત,૨૦૦૪)
દાળ સાથે એ બિસ્કુંટ ખાય છે,
એમાં તારા બાપનું શું જાય છે.
ગાલ પર ઓછો ને કપડાં પર વધુ
પાઉડર દેખાઈ તો દેખાઈ છે
પોન્ડ્સનો પાઉડર છે મોંઘો એટલે
કોલગેટ છાંટી ને એ મલકાઈ છે
એમાં તારા બાપનું શું જાય છે ?
પેસ્ટ કાઢે સાણસી થી દાબી ને
સોસ કાઢે દાળ એમાં નાંખી ને
ફૂલ સૂંઘે છીંકણી ભભરાવી ને
કાન માં ડિસમીસ સતત દેખાઈ છે
એમાં તારા બાપ નું શું જાય છે.
લકસથી કપડાં ધુએ છે, છો ધુએ !
નિરમા પાઉડર વડે એ ન્હાય છે
લૂગડાં લૂછે છે એ ટુવાલ થી
ખુદ સુકાવા દોરી પર ટીંગાઈ છે
એમાં તારા બાપનું શું જાય છે ?
-રઈશ મનીઆર( હાસ્ય કવિતા)
🙂 🙂 🙂
ખુબ મજા આવી ગઇ અંકલ!!
વિશ્વદીપભાઈ,
આ હાસ્ય કવિતા પર એક હાસ્ય કોમેંટ લખવાનું મન થયુ છે માઠું ના લગાડશો બસ એક હાસ્ય કોમેંટ સમજી માફ કરજો.
હું દાળ સાથે લાડવો ખાઉં કે
વેલણથી પેસ્ટ કાઢું કે
અવાજ સાથે કોગળા કરું
અને મજાની કોમેંટ ના લખું તો ???????????????
આગળ ના લખાય [બાપરે!!!!!!!!!]
નીલાબેન… ” હું દાળ સાથે લાડવો ખાઉં કે
વેલણથી પેસ્ટ કાઢું કે
અવાજ સાથે કોગળા કરું”.. તો પછી લ્યો કવિ નેજ આ બાકીની હઝલ પુરી કરવા દઈ એ….”એમાં તારા બાપનું શું જાય છે ?”
enjoyed a lot.
દાળ સાથે બિસ્કીટ ખાઇને પછી કોમેન્ટ લખી જોઇશ..કેવી લખાય છે તે.
બાપ રે, મજા આવી ગઈ.