મુંબઈ-આ બહું મોટું નગર !
આ બહું મોટું નગર !
છે દિવસ ને રાતના જેવું કશું,
જાણ છે એની ફકત લોકોને બસ.
કોણ કોનું સાંભળે કહેવાય ના !
પણ બધાં ઘડિયાળની ટકટકને વશ.
જોઈ સૂરજને હસે છે કૂલરો,
અહીં ઋતુને સ્વિચમાં જીવવું પડે,
ટાઈપ થયેલા પત્ર જેવા માણસો,
સ્મિતનું પૃથક્કરણ કરવું પડે.
મૂંગા મૂંગા માણસો ચાલ્યા કરે,
હાથ પોલીસનો સતત હાલ્યા કરે,
લાલ લીલી બત્તી પર સહુની નજર,
સિગ્નલોના શ્વાસથી જીવતું નગર.
હા, બહુ સંભાળજો આ ભીડમાં
કોઇનો ધક્કો જરી વાગે નહીં
આંખ ઢળી ચાલતા સજ્જ્ન તણી
આંગળીઓ ભૂલથી જાગે નહીં.
આ બહુ મોટું નગર !! કૈલાસ પંડીત..
પહેલાં કહેવાતું કે જ્યાં ભઈ કરતાં ઝાઝી બઈ છે આ મુંબઈ છે.
હવે તો પરખાતું જ નથી કે ભઈ છે કે બઈ
બધુ ચાલે
જય મુંબઈ [હું બઈ]
હા, બહુ સંભાળજો આ ભીડમાં
કોઇનો ધક્કો જરી વાગે નહીં
આંખ ઢળી ચાલતા સજ્જ્ન તણી
આંગળીઓ ભૂલથી જાગે નહીં.
aa sher no bhaav na samajaayo! baaki sundar rachanaa Che.
સજ્જ્ન દેખાતી વ્યક્તિની આંગળી ની કરામતથી ખિસ્સુ ખાલી થઈ જાય એ ભય !!
સુંદર ગઝલ…
મુંબઈની માયા નિરાલી છે
મુંબઈ અલબેલી નગરી છે
મુંબઈમાં રોટલો સરળ છે
મુંબઈમાં ઓટલો મુશ્કેલ છે
ભાઈ આતો મુંબઈ છે