મન
બહેકતું , ચહેકતું, મારતું ,ઠારતું , ભ્રમણની ભમણામાં ભટતું આ મન,
હારતું , મા’લતું, ચાલતું, ટોકતું, હૈયાને હિડોળે હિંચકતું આ મન.
રડતું , હરતું, ખેલતું, મારતું, મનને મનામણા કરતું આ મન,
જલતું, જલાવતું, ઠારતું ,ઠરાવતું, સંસારની સીડીએ સરકતું આ મન.
ક્રોધમાં , શોધમાં,આંધીમાં ,અટકળોની આંટમા અટવાતું આ મન,
દ્વેશમાં ,કલેશમાં, કામના આવેશમાં, માયાના મોહમાં ઝકડાતું આ મન.
**********
મન મનોહર, મન-મંદીર ને મન-મંગળ છે,
મન-શ્યામ,મન-રામ ને એ તીરથ ધામ છે.
મન-અપૅણ,મન-દપૅણ,ને મન-માલીક છે,
મન-સાંકડું, મન-ફાંકડું, ને મન-માંકડુ છે.
મન વિષેની કવિતા બહુ ગમી. મન તો અરીસો છે. સારા કે ખરાબ જે પણ કર્મૉ કરેલ હોય તે એમા દેખાડતુ હોય છે. મન ઘણુ ચંચળ છે. જેમ એને પકડવા જાવ તેમ એ દુર ભાગે.
સરસ.
મન ના માલિક થઇ શકાય તો જગ જીતી શકાય.બાકી મનના ગુલામ થઇ જવાય તો…?
મન વાળું પ્રાણી તે માનવી .
સૌથી વધારે તાકાતવાળું અને છતાં સૌથી વધારે દુઃખી !