છેવટ સુધી
ખીલતું રહેતું નથી જ્યારે ચમન છેવટ સુધી,
ને પછી કયાંથી રહે હસતું સુમન છેવટ સુધી.
એ બહુ સારું થયું નહિ તો દીવાનો થૈ જતે,
મમૅની વાતો ને એ સમજ્યો લવન છેવટ સુધી.
થઈ ગયેલી એ ઝલક પછી થશે એ આશમાં,
તે તરફ જોતાં રહ્યાં મારા નયન છેવટ સુધી.
કેમ આવ્યો – કેમ બેઠો -કેમ હું ચાલ્યો ગયો,
પરખી તેઓ શક્યાં ના મારું મન છેવટ સુધી.
ભરસભામાં વાત હું દિલની કહી બેસી ગયો,
રહી ગઈ જોતી સભા મારું વદન છેવટ સુધી.
એક તુજ જાવા થકી વેરાન જેવી થૈ ગઈ,
જાળવી રોનક શકી ના અંજુમન છેવટ સુધી.
કોઈ એવી ઉન્નતિને સાંભળી છે દોસ્તો ,
કે નહિ જેનું થયું હોય પતન છેવટ સુધી.
તારો મારો આ પ્રસંગ ઈતિહાસ થૈને રહી ગયો,
ગવૅ તુજ છેવટ સુધી, મારું નમન છેવટ સુધી.
કોઇને છેવટ સુધી હસવું મળ્યું, વાહ રે નસીબ,
કોઈને કરવું પડ્યું જગમાં રુદન છેવટ સુધી.
સાથી ઓ થાકી ગયાને દૂર હતી મંજિલ’સગીર’
એકલો કરતો રહ્યો હું પથગમન છેવટ સુધી.
-સગીર
**********************************
“દયા મેં દેવની માગી તો ઉત્તર એ મળ્યો ત્યાંથી,
ધરાવાળા ધરા માટે, ગગનવાળા ગગન માટે.”- શયદા
આટલા વર્ષો વિતી ગયા છેવટ સુધી ના સમજી શકયા એ અતીતને.
[…] રહ્યો હું પથગમન છેવટ સુધી. સૌજન્ય: ફૂલવાડી This entry was posted in ભજન/પદ/કાવ્ય/ગીત/ગઝલ and tagged […]