"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

કોની આ પ્રિયતમા ?

thumbnailcaiwwq72.jpgthumbnailcacsewoq.jpg 

અંતરે    આભલા  ટમ ટમે , 
           પ્રીત-પ્યારું ગીત  ગાતી,
દૂર   દૂર   અણજાણી ભોમ પર
           જાય છે ઉતાવળી ,
કોની આ પ્રિયતમા?

કાળજું  કંપાવતી, અધુરા અરમાન એના,
                   સ્નેહના શપથ આપી  ,
પ્રણયવેદની દીપ-રેખા બુઝાવી,
            જાય છે ઉતાવળી,
કોની આ પ્રિયતમા ?

આંખમાં મીઠા મધુર સ્વપ્ન સારા,
             અકાળે   ઉઠાડતી,
ચોધાર આસું મન મહીં છુપાવતી,
           જાય છે ઉતાવળી,
કોની આ પ્રિયતમા ?

હ્ર્દયમાં રોષ તોય આંખમાં કાજળ ઘસી,
         ઉભય હાથમાં મેંદી ભરી,
સોળે  શણગાર સજી, આ સુંદરી,
         જાયછે ઉતાવળી,
કોની આ પ્રિયતમા?

(મૌન ભાવે જાગતો પ્રણય,   હૈયાને હચમચાવી જાણે છે..એ સ્વપ્ન અધુરા રહી જાય ને..”ગાય દોરે ત્યાં જાય” ત્યારે જાગેલુ આ  ગીત..( ૧૯૬૮માં..!!!)
         
રચેલ..૧૯૬૮

માર્ચ 2, 2007 - Posted by | ગીત

5 ટિપ્પણીઓ »

 1. પ્રિતમને સાથ આપનાર પ્રિયતમા ખુબ સુંદર લાગે છે.

  ટિપ્પણી by Rekha | માર્ચ 2, 2007

 2. વાહ સોનેરી ભૂતકાળ તાજો કરી દીધો…. 1967-68 ની મધુરી યાદો …

  ટિપ્પણી by Suresh Jani | માર્ચ 2, 2007

 3. હું કહું ?

  રેખાબેન અને વિશ્વદિપભાઈ
  બીજું કોણ??????

  ટિપ્પણી by Neela Kadakia | માર્ચ 3, 2007

 4. બીજા કોની વિશ્વદીપની

  ટિપ્પણી by pravinash1 | માર્ચ 5, 2007

 5. (મૌન ભાવે જાગતો પ્રણય, હૈયાને હચમચાવી જાણે છે..એ સ્વપ્ન અધુરા રહી જાય ને..”દિકરીને ગાય દોરે ત્યાં જાય” બે યુવાન હૈયા કદી પાછા મળી શક્યા નથી..ત્યારે જાગેલુ આ ગીત..( ૧૯૬૮માં..!!!)

  ટિપ્પણી by vishwadeep | માર્ચ 5, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: