"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

કોણ હતી ?

20949430451.jpg 

પ્રથમ દિન કોલેજનો હતો
                  ને એક સંગાથી મને મળી,
કૈ જાણથી ને કૈ  અજાણથી
                  પ્રેમ   અમારો  થઈ ગયો,
લાલ -પીળી ને ભભકતી,
           સુંદર સાડી હંમેશ પહેરતી,
બીજી પ્રાંતી ભાષા બોલતી,
           હું  એ  શાનથી  સમજતો.
ભલી ક્યાંની રહેવાસી હતી,
           મેં    કદી   પૂછ્યું   નહીં,
નિયત સ્થળે એ આવતી,
           સંગાથે  સદા  સાથે જતી,
નાજુક શા અંગના ભાગ પર,
            કૈ  વાર   બાજુ ઢાળ તો,
ખેર? રજાઓ કોલેજમાં પડી,
            હું  ગયો મારા દેશ ભણી,
કહ્યું કોઈ એ ,” એ તો નિયત સ્થળે આવતી,
          મને ન જોઈ ચાલી જતી,”
મિત્રો સાથે મળી પૂછે” એ કોણ હતી ?”
         ભાઈ એ તો માત્ર ” બસ” હતી.

( નોંધ.. ૧૯૬૮માં કોલેજકાળમાં  રમુજમાં  લખેલ હસ્ય-કાવ્ય અમદાવાદની લાલદરવાજાની
 બસમાં બેઠી, કરેલી મુસાફરી માંથી સ્ફુરેલું  રમુજ કાવ્ય)
 
           

ફેબ્રુવારી 28, 2007 - Posted by | કાવ્ય

6 ટિપ્પણીઓ »

  1. કોણ હતી. ભુલી ગયેલા એ દિવસોની યાદ તમે તાજી કરાવી દીધી. એ કોલેજના દિવસોની મજા… વો કાગજકી કસતી વો બારીસકા પાની…..ગઝલ યાદ આવી ગઇ.

    ટિપ્પણી by Rekha Barad | ફેબ્રુવારી 28, 2007

  2. એ બસજ હતી કે પછી ——-
    રેખા એ બસમાં હતી.

    ટિપ્પણી by pravinash1 | ફેબ્રુવારી 28, 2007

  3. કોણમાં “કોણ” હતી એજ “બસ “છે !!!

    ટિપ્પણી by vishwadeep | ફેબ્રુવારી 28, 2007

  4. enjoyed..good…kolej naa sansmaranO aavaa koni pase nahi hoy?

    ટિપ્પણી by nilam doshi | માર્ચ 1, 2007

  5. છુપા રુસ્તમ નીકળ્યા ને ભાઈ તમે????????????

    ટિપ્પણી by shivshiva | માર્ચ 1, 2007

  6. 🙂

    ટિપ્પણી by Amit pisavadiya | માર્ચ 1, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: