કહેવાઈ જાય છે
રુદન કે હાસ્યની રેખા બધી વંચાઈ જાયે છે,
હ્ર્દયના ભાવ આંખોમાં સદા પરખાઈ જાયે છે.
ગગનના તારલા, ધરતીનાં ફૂલો બે અસર લાગે,
હ્ર્દયમાં જ્યારે એની વેદના પથરાઈ જાયે છે.
અમસ્તું તો ક્યાં બદલે છે કદી વાતાવરણ અહીંયાં,
છતાં એના મિલનની ક્ષણોમાં યુગ બદલાઈ જાયે છે.
કરામત છે એ તારા હાથની, સાકી, કે- મારાથી,
નથી આદત છતાં બે ઘૂંટ તો પિવાઈ જાય છે.
સમજ પડતી નથી,શું આજ દિલમાં થાય છે અમને,
ન કહેવાનું અનાયાસે “મુખી” કહેવાઈ જાયે છે.
ગિરધરલાલ “મુખી”
vah!
saras kaavya shodhi lavya..
vaah bahu saras! khaas to aa sher gamyo:
કરામત છે એ તારા હાથની, સાકી, કે- મારાથી,
નથી આદત છતાં બે ઘૂંટ તો પિવાઈ જાય છે.
કહેવાય જાય છે. નથી કહેવુ તૉ પણ આ નશીલી આંખો એની ફરિયાદ કરી લે છે. બહુ સરસ કવિતા છે.
અમૃત ઘાયલ યાદ આવી ગયા.
મુસીબતના દહાડા તે કસોટીના દહાડા છે,
છે પાણી કેટલું કોના મહીં, જોવાઇ જાયે છે.
સુંદર કાવ્ય