"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

કહેવાઈ જાય છે

23841149531.jpg                 

રુદન  કે હાસ્યની  રેખા  બધી  વંચાઈ   જાયે છે,
હ્ર્દયના  ભાવ  આંખોમાં  સદા પરખાઈ  જાયે છે.

ગગનના  તારલા, ધરતીનાં ફૂલો બે અસર લાગે,
હ્ર્દયમાં   જ્યારે  એની વેદના  પથરાઈ  જાયે છે.

અમસ્તું  તો ક્યાં બદલે છે કદી વાતાવરણ અહીંયાં,
છતાં એના મિલનની ક્ષણોમાં યુગ બદલાઈ જાયે છે.

કરામત  છે એ તારા હાથની, સાકી, કે- મારાથી,
નથી  આદત છતાં  બે  ઘૂંટ તો   પિવાઈ  જાય છે.

સમજ પડતી નથી,શું આજ દિલમાં થાય છે અમને,
ન   કહેવાનું  અનાયાસે  “મુખી”  કહેવાઈ જાયે છે.

ગિરધરલાલ “મુખી”

ફેબ્રુવારી 27, 2007 Posted by | ગમતી ગઝલ | 5 ટિપ્પણીઓ

સૌ તને મુબારક

 

એશો-આરામ  આજ સૌ તને મુબારક,
સુખ   ને   શાયબી   સૌ   તને   મુબારક.

કણ-કણ   માટે   ઘર , ઘર  ફર્યો છું,
અન્નકુટના થાળ સૌ તને મુબારક.

સંમદર નાથી નિકળેલું  ઝેર પિધું  છું
અમરતના ઘુંટડા સૌ   તને    મુબારક.

કાયા-માયાના મોહથી દૂર થયો છું,
જગત  સારું     સૌ    તને     મુબારક.

ન સોના,ન ચાંદી  થી ના  મોહીત થયો  છું,
માયાવી   નગરી    સૌ    તને      મુબારાક.

ભભુતી-ભાંગ ને ભૈરવ-નાદી થયો છું,
બાગ   અને   ફુલ  સૌ   તને    મુબારક.

 

                                                                                                                                

ફેબ્રુવારી 27, 2007 Posted by | સ્વરચિત રચના | 4 ટિપ્પણીઓ

   

%d bloggers like this: