"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

આરામ થઈ જાશે.

showletter.gif 

તમે   બોલાવશો   એને   તો   મારું   કામ  થઈ   જાશે,
વિના   ઉપચાર   આ    બિમારને   આરામ   થઈ જાશે.

 

પછી  મંદીર   કે  મસ્જીદ   જે  ગણું  તે   ઘર   હશે મારું,
કદમથી   આપના   મુજ દ્વાર  તીરથ   ધામ  થઈ   જાશે.

નિછાવર   થઈ   જનારા ! આટલો  તો ખ્યાલ કરવો તો ?
જગતમાં   રૂપવાળાઓ     બધે   બદનામ   થઈ   જાશે.

ખબર    કરશો  નહીં  નિજ   આગમનની    હષૅ-ઘેલા ને!
નકર  એ    કેણ એના   મોતનો   પયગામ    થઈ જાશે.

તુષાતુર    જાઉં છું   કિન્તુ     ત્રુષા    કેરી   અસર  જોજો,
છલકતાં   કંઈક   સાકીના   નયનના   જામ    થઈ  જાશે.

ચૂકયા  અવસર   ક્રુપાનો   તો   વગોવાઈ   જાશો    વિશ્વે,
થવું છે   એ તો   જ્યાં ને   ત્યાં ઠરી   ને ઠામ   થઈ જાશે

દયાળું ! દાન    જો   કરવું   ઘટે   તો   પાત્ર   ને  કરજો,
નહીં   તો કંઈક આ ” નાઝિર”  સમા  બેફામ   થઈ જાશે.

ફેબ્રુવારી 24, 2007 - Posted by | ગમતી ગઝલ

3 ટિપ્પણીઓ »

 1. સુંદર

  ટિપ્પણી by shivshiva | ફેબ્રુવારી 24, 2007

 2. ‘નાઝિર ‘ મને બહુ જ ગમતો શાયર ….

  નિછાવર થઇ જઇશ એ વાત કરવી સહેલી છે ‘નાઝિર’
  મરણ પહેલાં અમારી જેમ તું જાતે મરી તો જો.

  ટિપ્પણી by Suresh Jani | ફેબ્રુવારી 25, 2007

 3. બહુ સરસ રજુઆત છે

  ટિપ્પણી by Pravinash | ફેબ્રુવારી 26, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: