"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

હું પણ જાણું તું પણ જાણે

49503271.gif 

કોણ  ખરું  છે  ખોટું  શું છે ? હું પણ  જાણું  તું  પણ  જાણે,
મનમાં કોના  ઓછું   શું છે ? હું  પણ જાણું   તું પણ જાણે.

સૌનું   હસવું   રડવું  સરખું ,  ચઢવું  ને ઓસરવું  સરખું,
તોય   બધામાં  નોખું  શું  છે ? હું પણ જાણું તું પણ જાણે.

ક્યારે  કેવી ચાલ રમાશે   જો   જાણો  તો  જીતશો , બાકી,
ઊંટ, વજીર ને  ઘોડુ શું છે ? હું   પણ જાણું તું પણ જાણે.

દિલ  પર  રોજે   રોજનું  ભારણ , સંબંધો તૂટવાનું કારણ,
ઝાઝું  નહીં તો થોડું શુ છે ? હું પણ  જાણું  તુ  પણ જાણે.

તારો મોભો, માન,પ્રતિષ્ઠા, વૈભવ, કિર્તી સૌ  ર’વાદે,
કાળું  શું છે, ધોળું શું છે ? હું  પણ  જાણું   તું પણ જાણું.

                  મકરંદ –   ગઝલગરિમા-૨૦૦૧

*********************************************

નિરાશા  ભરેલા  સ્વરે શું  કહો  છો ?
તમે જે કહો છો , મને શું કહો છો ?
વહેતી  જતી આ    નદીને  કિનારે,
હતું એક શબ ક્યાં જશે ? શુ કહો છો?

– “દીપ”

ફેબ્રુવારી 21, 2007 - Posted by | ગમતી ગઝલ

5 ટિપ્પણીઓ »

 1. શબ તો વહી જશે
  આત્મા ક્યાં વહેશે કોઈ કહેશે?

  ટિપ્પણી by shivshiva | ફેબ્રુવારી 21, 2007

 2. દિલ પર રોજે રોજનું ભારણ , સંબંધો તૂટવાનું કારણ,
  ઝાઝું નહીં તો થોડું શુ છે ? હું પણ જાણું તુ પણ જાણે.

  વાહ!

  ટિપ્પણી by hemantpunekar | ફેબ્રુવારી 21, 2007

 3. તેમના જીવન વિશે વાંચો –
  http://sureshbjani.wordpress.com/2006/10/23/makrand_dave/

  ટિપ્પણી by સુરેશ જાની | ફેબ્રુવારી 21, 2007

 4. હુ પણ જાણુ તુ પણ જાણે અને આખી દુનિયા જાણે કો કેવી મઝા આવે. બહુ સરસ કવિતા છે.

  ટિપ્પણી by Rekha | ફેબ્રુવારી 21, 2007

 5. મને તમારી રચનાઓ ને ચિત્રો તો ખૂબ જ ખૂબ ગમ્યાં; પણ હવે પરિચય પણ આપો !મોબાઈલ ફોન આવ્યા પછી લોકો હલ્લો કહીને પછી તરત પૂછશે ” ક્યાંથી બોલો છો ?!”
  કારણ, મોબાઈલ એટલે જ ફરતારામ ! એ જ રીતે કોમ્પ્યુ.માં ખબર જ ન પડે કે ટપાલ ક્યાંથી આવી છે !

  હું અમદાવાદમાં છું 1965થી.મુળ સૌરાષ્ટ્રના.રીટાયર્ડ છું-2002થી. ભાષાનો અધ્યાપક

  ટિપ્પણી by Jugalkishor | ફેબ્રુવારી 21, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: