"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

હું પણ જાણું તું પણ જાણે

49503271.gif 

કોણ  ખરું  છે  ખોટું  શું છે ? હું પણ  જાણું  તું  પણ  જાણે,
મનમાં કોના  ઓછું   શું છે ? હું  પણ જાણું   તું પણ જાણે.

સૌનું   હસવું   રડવું  સરખું ,  ચઢવું  ને ઓસરવું  સરખું,
તોય   બધામાં  નોખું  શું  છે ? હું પણ જાણું તું પણ જાણે.

ક્યારે  કેવી ચાલ રમાશે   જો   જાણો  તો  જીતશો , બાકી,
ઊંટ, વજીર ને  ઘોડુ શું છે ? હું   પણ જાણું તું પણ જાણે.

દિલ  પર  રોજે   રોજનું  ભારણ , સંબંધો તૂટવાનું કારણ,
ઝાઝું  નહીં તો થોડું શુ છે ? હું પણ  જાણું  તુ  પણ જાણે.

તારો મોભો, માન,પ્રતિષ્ઠા, વૈભવ, કિર્તી સૌ  ર’વાદે,
કાળું  શું છે, ધોળું શું છે ? હું  પણ  જાણું   તું પણ જાણું.

                  મકરંદ –   ગઝલગરિમા-૨૦૦૧

*********************************************

નિરાશા  ભરેલા  સ્વરે શું  કહો  છો ?
તમે જે કહો છો , મને શું કહો છો ?
વહેતી  જતી આ    નદીને  કિનારે,
હતું એક શબ ક્યાં જશે ? શુ કહો છો?

– “દીપ”

ફેબ્રુવારી 21, 2007 Posted by | ગમતી ગઝલ | 5 ટિપ્પણીઓ

યાદ કરે

 ch201.jpg

પવૅતની ટોચપર ચઢવા  સૌ ને અધુરાઈ  છે,
ધરતી  ના    ભારની  કોઈ   તો  દયા   કરે.

ક્ર્ષ્ણની  વાંસળી  મુગ્ધ  કરે   ઘેલી  રાધા ને ,
વાંસળીના  બનાવનારને  કોઈ  તો યાદ  કરે.

જન્મથી-મરણ લગી એનોજ સહારો લીધો છે,
લાકડાના   બલિદાનની  કોઈ તો  વાત કરે.

મહા-માનવ  થઈ ગયાં અહી નામ કમાવી,
જન્મ દેનાર એની જનેતા કોઈ તો યાદ કરે.

ફેબ્રુવારી 21, 2007 Posted by | સ્વરચિત રચના | 3 ટિપ્પણીઓ

   

%d bloggers like this: