"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક આશ !!

 picture-in-scrap.jpg

લાડલો  મારો કાલ આવશે, પરદેશથી   ભણી ગણી,
જોઈ ચંદ્ર, સાગર છલકાઈ,”તાર” જોઈ મા હરખાઈ.

મુજ કંથની આશા  ફ્ળી, મન મહીં માત એમ બોલે,
ઊજાળશે  સારા કુળને  હવે ,  આ   કુળદીપ  મારો.

ભણી-ગણી બનીયો ડૉકટર , સુખના દિવસો આવશે,
વધાઈની   તૈયારી કરો,  મીઠાં-મિષ્ટ  ભોજન કરો.

વિમાનમાં”વિનય” આવશે,  હારતોરાની વધામણી,
મીઠી વાતો મધરાતે કરી,રાત્રી વિતાવી પુલકીત બની.

           

વ્હેલી   પરોઢે  માતા  જાગી,  કરી  પ્રભુ ને નમસ્કાર ,
પ્રભુ  ભજનમાં  ધ્યાન ધરી,   માંગી  મીઠી એક આશ.

હે!પ્રભુ  મુજ આશા  ફળી, ગળ,ગળી માતા ફરી બોલી,
ત્યાં  ટપાલીએ   બુમ પાડી,  માતા  દોડી  ઘેલી બની.

સહી  કરી “તાર” લીધો,  વંચાવ્યો મા એ પડોશી કને,
“થયો  વિમાનને  અક્સ્માત ,મર્યા  એમાં  સૌ   માનવ.”

માતા બની ગઈ  બાવરી,  પડી  ભોંય પર પછડાટ ખાઈ,
હતી એક આશ આજ,  લાશ   બની  પડી  એજ ઘરમાં !

ફેબ્રુવારી 19, 2007 - Posted by | કાવ્ય, સ્વરચિત રચના

4 ટિપ્પણીઓ »

 1. તમે તો આ કવિતામાં આંધળી માંના કાગળની યાદ આપી દીધી. બહુ સરસ કવિતા છે.માની કરુણતા વધારે છે.

  ટિપ્પણી by Rekha | ફેબ્રુવારી 19, 2007

 2. બહુ જ કરુણ વાસ્તવિકતા.

  ટિપ્પણી by સુરેશ જાની | ફેબ્રુવારી 19, 2007

 3. હતી એક આશ આજ, લાશ બની પડી એજ ઘરમાં !

  vah!

  ટિપ્પણી by vijayshah | ફેબ્રુવારી 20, 2007

 4. સપનુ તો સપનું જ રહે છે મોટી આશ માનવને લાશ બનાવે છે.

  ટિપ્પણી by shivshiva | ફેબ્રુવારી 21, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: