"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ક્યાં જઈ અટકશે ?

 

ખળ-ભળ વહેતા નીર સરિતાના, ક્યાં જઈ અટક્શે ?
પળ ભર   કરે   નહી  વિશ્રામ, ક્યા જઈ   અટકશે ?

સાગર ના   કરે   જો   કદી  અંગીકાર     એનો !
ના ફરે પાછી  પિયર  ભણી, એ ક્યાં જઈ અટકશે?

શ્વાસે  શ્વાસમાં  શબ્દો  સરી   પડશે  કયાં લગી ?
બંધ બારણું થશે જ્યારે,  એ ક્યાં જઈ અટકશે ?

નારી  ને  નીર , મૌન  બની  કર્યા  કરે મંથન!
“સદીઓથી ધોતા મેલ, એ ક્યાં જઈ અટકશે?”

ફેબ્રુવારી 16, 2007 Posted by | સ્વરચિત રચના | 8 ટિપ્પણીઓ

   

%d bloggers like this: