"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક્લો જાજે…

imagesca9li2ln.jpgimagescal0xdoh.jpg 

અંધકારનું આવરણ  અટકાવસે ,ના ડરીશ !
                રાહી તું એકલો જાજે..

ભલે વરસાદ વરસે ધીખતો અંગાર બની !
                રાહી તું એકલો જાજે..

વેરી  વાયરા  વહે તારા માગૅ માં ,
                 રાહી તું એકલો જાજે…

ભીષણ જિંદગીની રાતને અંજવાળ તો,
                 રાહી તું એકલો જાજે…

કોઈનો કયાં કરીશ વિશ્વાસ તું રાહમાં!
                 રાહી તું એકલો જાજે…

પી જજે ઝેર એકલો, અમરત આપી સૌને,
                 રાહી તું એકલો જાજે..

સંકટોની વેદનામાં,શ્ર્ધ્ધાનો “દીપ” જલાવી,
                 રાહી તું એકલો જાજે…

અજાણ્યા પંથમાં  ભોમિયો ભગવાન છે !
                 રાહી તું એકલો જાજે..

આત્મા એજ પરમાત્મા, શીદ કરે ચિંતા ?
                 રાહી તું એકલો જાજે…

મંજિલ મળી જશે,એ  અટુત વિશ્વાસ છે !
                 રાહી તું એકલો જાજે…

                       
 (શ્ર્ધ્ધાંના દીપને વિશ્વાસના તેલની ધાર મળે એને મંજિલ મળે !!)

ફેબ્રુવારી 14, 2007 Posted by | કાવ્ય | 3 ટિપ્પણીઓ

મોતનો ભય

imagesca8ouehl.jpgimagescah7c7do.jpg 

એક ભયંકર જંગલ હતુ. એ જંગલમાં થઈને એક વિકરાળ રસ્તો જતો હતો.એક વાર એક  મસ્તરામ સાધુ પુરૂષ એ રસ્તે આવી ચડ્યા. પ્રભુના ગુણાનુવાદ ગાતાં ગાતાં નિશ્વિત મનથી એ તો આગળ બધી રહ્યા હતા.ત્યાં એક નવાઈ ની વાત બની. એક વિચિત્ર પ્રકારની બિહામણી આક્રુતી તેમની નજરે પડી.કાચો પોચો માણસ તો ઉભો ને ઉભોજ ફાટી પડે. એવી બિહામણી એ આક્રુતી હતી. પરતું જેને પ્રભુ પર  પુણૅ ભરોસો હોય તેને વળી ભય કેવો ? એટલે સહજ પણ ગભરાયા વિના, તેમણે  પેલી આક્રુતીને પૂછ્યું.. “તું કોણ છે?” સામે થી જવાબ મળ્યો ;”હું મરકી છું. સામે ના શહેરમાં  જા ઉંછું “. “ત્યાં જઈને શું કરીશ  તું “? “મળેલા આદેશ મુજબ લગભગ પાંચેક હજાર માણસોનો મારે જાન લેવાનો છે.” પહેલો માણસ કઈ કહે તે પહેલાં તો  પેલી આક્રુતી અદ્રશ્ય થઈ ગઈ ને આક્રુતી ક્યાં ગઈ કશો ખ્યાલ ના રહ્યો.

     થોડા દિવસ બાદ , એજ રસ્તે , એજ માણસને  પેલી ભેદી આક્રુતી નો ફરીથી ભેટો થઈ ગયો. પેલા માણસે તેને રોકી ને ફરીથી પૂછ્યું ;” આલ્યા , તું તો ભારે જુઠો માણસ નીકળ્યો . તે દિવસે તું મને આબાદ છેતરી ગયો.”- ” જુઠું બોલવાનું કામ તો તમારી દુનિયાના લોકોને સોપ્યું છે.અમે તો સાવ સાચું બોલવાના સોગંદ લીધા છે.”
   “તો પછી તું એક વાત નો ખુલાસો કર . તે દિવસે પાંચ હજાર ને બદલે પચાસ હજાર માણસો નો જાન  કેમ લીધો હતો ?”

 ” તમને  કહ્યાં મુજબ મેં તો માત્ર પાંચ હજારનાજ જાન લીધા હતા. બાકીના માણસો તો મરકીના ભયથી જ મરી ગયાં  હતા. ભયમાં મરે એમાં મારો શો દોષ ? ” ****સંત- “પુનિત”    

ફેબ્રુવારી 14, 2007 Posted by | ટુંકીવાર્તા | 2 ટિપ્પણીઓ

   

%d bloggers like this: