"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સ્વગૅના અધિકારી

 imagescadcvr69.jpgimagescalat13z.jpg

એક મોટી નદી ને આ પાર એક ઋષીની   કુટિર અને  સામે કિનારે એક નાચનારી નો મોટા મહેલ જેવું ઘર .  નાચનારીને  પોતાના ભરણ પોષણ માટે આ ધંધો ના છૂટ્કે કરવો પડતો હતો. રોજ સવારે સૂયૅને નમસ્કાર કરી ને કહે ,” હે!પ્રભુ મારા નસીબમાં આ જીવનમાં આવા કર્મો કરવાના લખાયેલા છે!!. સામે કિનારે ઋષી દેવ સવાર સાંજ તારૂ સ્મરણ  કરેછે , ભક્તિ-ભાવથી ભજે છે,કેવા પુણ્યશાળી આત્મા છે!!.”     સામે કિનારે ઋષી  સવારે ઉઠી  નાચનારી નો મહેલ જોઈ બોલી ઉઠે ” મારે રોજ ઉઠી ને આ કુલ્ટા સ્ત્રીનું મો જોવાનું!!સંસારમાં આવી સ્ત્રી  નું નામ નિશાન ના હોવું જોઈએ”.  આ રોજ સવાર સાંજનો બન્ને નો ક્રમ. સમય  જવા લાગ્યો , નાચનારી અને  ઋષી બન્ને ની ઉંમર થઈ. લાગી,  યમના  તેડા આવ્યાં.  દુર થી સ્વગૅ લોક થી વિમાન આવતું  ઋષી એ જોયું અને નાચનારી એ પણ જોયું. ઋષી બોલ્યાં. “વાહ! મને લેવા ભગવાને મારા માટે “વિમાન” મોકલ્યું.”
સામે મહેલમાં બેઠેલી સ્ત્રી બોલી..” ઋષીદેવ  કેવા નસીબદાર છે કે તેમને  સ્વગૅમાં જવા વિમાન આવેછે !!”. પરંતુ  ” વિમાન  સિધ્ધુ સ્ત્રીના આંગણમાં આવેછે. ” યમરાજ તમારી કંઈક ભુલ થતી લાગે છે!! ઋષીદેવ તો સામે કિનારે વસે છે, તેના માટે છે ને ?” ….”ના બહેન આ વિમાન તમારા માટેજ છે, તમેજ ખરા દિલ થી ભગવાન ને ભજ્યાં છે, કુટુંબના ભરણ્-પોષણ માટે મજબુરી ને લીધે આ કામ કરવા પડયા  છે, કરેલા કમૅ પર દિલથી પસ્તવો કર્યો છે.સામે બેઠેલા ઋષી જીવનભર નિંદા-કુથલી કરી છે. તમેજ ખરા સ્વગૅના અધિકારી છો !!!”

(પસ્તાવા  સ્વરૂપ વિપુલ ઝરણું  સ્વગૅથી ઉતરે ને પાપી પણ એમાં ડુબકી મારે તો એ પણ પુણ્યશાળી બની જાય!!!)

ફેબ્રુવારી 12, 2007 Posted by | ટુંકીવાર્તા | 1 ટીકા

   

%d bloggers like this: