"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

વિચાર માળા!!

 

બીજાઓથી  ન થઈ શકે તે કરવું, એનું નામ આવડત. આવડતથી જે ન  થઈ શકે તે કરવું, એનું નામ પ્રતિભા.
               **********
પ્રશંસા એ માણસને તેને પાત્ર બનાવવાની એક કરામત છે.
*******************************
પ્રશંસાને અત્તરની માફક સૂંઘવાની હોય -પીવાની નહીં.
*******************************
બારણું  પછાડીને કદી વાસશો નહી-કદાચ તમે પાછા જવા મન કરશો.
***************************
આપણામાંથી ઘણા ખરા અઠવાડિયાના છ દિવસ બાવળ વાવતા ફરીએ છીએ.ને પછી સાતમાં દિવસે દેવસ્થાને જઈ પ્રાથૅના કરીએ છીએ કે કાંટાની ફસલ પિષ્ફળ જાય્.

*********************************************

તમે ખોટા પાત્રને પરણ્યા હો તો તમને તેની તરત ખબર પડી જાય છે; સાચા પાત્રને પરણ્યા હો તો જીવનભર ખબર જ નથી પડતી.
                    ************
તમારી પત્ની જાણે કોઈ સદંતર અજાણી વ્યક્તિ હોય   એટલો વિનયવિવેક એને બાતાવજો.
                    *************
દરેક પતિના જીવનમાં બે પાસાં હોયછે ; એક , જેને પત્ની જાણે છે; અને બીજું જેને પત્ની નથી જાણતી એમ પતિ માને છે.
                   **************
માતૃત્વનો પરમ આનંદઃ પોતાનાં તમામ બાળકો ઊંઘી ગયાં હોય ત્યારે હરકોઈ સ્ત્રી અનુભવે છે તે.

***************

ગુસ્સો કરવો એટલે બીજાઓના દોષનો બદલો આપણી જાત પર લેવો.
                 ******
જમાનો બહુ ખરાબ આવ્યો છે. ભલે, પણ તમને અહીં મોકલ્યા છે તે એને સારો કરવા માટે.
                 *******
એક મોટી તક આવી પહોંચે તેની રાહ જોઈને બેસી રહેવાને બદલે નાની નાની તકો ને ઝડપી લેવાથી આપણે મુકામે ઝટ  પહોંચીએ છીયે.

(“વિચાર -માળાનાં મોતી ” માંથી)

ફેબ્રુવારી 8, 2007 - Posted by | ગમતી વાતો

3 ટિપ્પણીઓ »

 1. વાહ ! મજા આવી ગઇ.
  છોકરાં ઊંઘી જાય ત્યારે ફેલાતી શાંતિ સારી લાગે,
  પણ કો’ક દિ, ઘરમાં ના હોય તો ખાલીપો લાગે તેનું શું? !!

  ટિપ્પણી by સુરેશ જાની | ફેબ્રુવારી 10, 2007

 2. excellant!

  ટિપ્પણી by vijayshah | ફેબ્રુવારી 11, 2007

 3. આપના બ્લોગની આજે મુલાકાત થઇ સુંદર વિચારો અત્રે તમોએ રજુ કર્યા છે…
  અભિનંદન…

  બ્લોગ જગતમા હાર્દિક સ્વાગત…

  ટિપ્પણી by Amit pisavadiya | ફેબ્રુવારી 15, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: