આ ઘરમાં…
સૂયૅ સ્મિત ફરકે , ચાંદની આવી શ્વેત સુંવાળી શાલ ઓઢાડે આ ઘરમાં,
સુંદર સંધ્યાની આવે સવારી, રાત રાણી ગરબે ઘુમતી રહેછે આ ઘરમાં.
ઘણી ,ઘણી યાદો યાદ છે, ફુલો સમી આજ પણ મહેંકતી રહી છે આ ઘરમાં,
દાંપત્ય જીવનની સરકતી સરિતા વહેતી રહી છે સાગર ભણી આ ઘરમાં.
દેશથી દૂર દૂર પરદેશમાં, વ્હાલાં વતનને આજ પણ યાદ કરૂ છું આ ઘરમાં,
આંગણે ” ફુલવાડી ” છે, રોજ રોજ એની મહેંકની મજા માણુ છું આ ઘરમાં.
દિકરીના હાથ પીળા કરી, દીપ-રેખાએ વસ્મી વિદાય દીધી છે આ ઘરમાં,
દૂર રહેતા સંતાનો સુખી ભલે, મા-બાપની સંભાળ લીધી છે એણે આ ઘરમાં.
મા! કેમ ભુલુ ? ઉછેર્યા સંતાન મારા , જતી રહી તું આશિષ દેતી આ ઘરમાં,
ગુંજતો હતો પરિવાર મારો, હવે તો એકાંતના પડઘા પડે છે આ ઘરમાં.
દીપ છું, કદી કાળની આંધીઓ આવી , એમાં ડગ-મગ્યો છું આ ઘરમાં,
મળી છે રેખા ભાગ્યની, લડી લીધું છે ” દુઃખ” સાથે ઢાલ બની આ ઘરમા.
કદી કાળ જીતશે, કોને ખબર ? કે દીપ-રેખા વસ્મી વિદાય લેશે , આ ઘરમાં,
યાદોથી ભર્યુ-ભરેલ ઘર, “હાઉસ ફોર સેલ”નું પાટીયું લાગશે આ ઘરમાં !
ઈશ્વરની ઓળખ !!
એક નાનું ગામ અને ગામમાં પુર આવ્યું.લાકો ભાગવા લાગ્યાં,એ ગામમાં રહેતા ભગત ને કહેવા લાગ્યાં કે “ભગત ભાગો” ” ના મને તો મારો ભગવાન બચાવશે”. પુર વધી ગયું ,પાણી ઘરમાં ઘુસી ગયા. હોડી આવી, ભગત બચી જાવ, ” ના મને તો મારો ભગવાન બચાવશે”.
ભગત છાપરા પર બેસી ભગવાનની રાહ જોવા લાગ્યાં. હેલીકોપ્ટર આવ્યું, “ભગત હ્જું
પણ તક છે”. ” ના મને તો મારો ભગવાન બચાવશે”. આવીજ ભમણાં માં ભગત પાણી
માં ડુબી મર્યા. સ્વગૅમાં જઈ ઈશ્વર પાસે ફરીયાદ કરી ” હે! ઈશ્વર આખી જિંદગી તારી
સેવા કરી, ભક્તિ કરી, મનેજ તમે ના બચાવ્યો? ” .. ભગત સાંભળઃ “મેં તને બચાવવા
લોકોને મોકલ્યા, હોડી મોકલી, હેલીકોપ્ટર મોકલ્યું ,તોય તું મને સમજી ના શક્યો,કોઈ
સ્વરૂપે ના સમજી શક્યો તો હું ખુદ સુદૅશન ચક્ર લઈને આવુ ?
(” ભગવાન આપણને સ્મૃતિ આપેછે, જેનું પાનખરમાં પણ આપણે ગુલાબોને માણીએ.” વિચાર્-માળાનાં મોતી )
વિચાર માળા!!
બીજાઓથી ન થઈ શકે તે કરવું, એનું નામ આવડત. આવડતથી જે ન થઈ શકે તે કરવું, એનું નામ પ્રતિભા.
**********
પ્રશંસા એ માણસને તેને પાત્ર બનાવવાની એક કરામત છે.
*******************************
પ્રશંસાને અત્તરની માફક સૂંઘવાની હોય -પીવાની નહીં.
*******************************
બારણું પછાડીને કદી વાસશો નહી-કદાચ તમે પાછા જવા મન કરશો.
***************************
આપણામાંથી ઘણા ખરા અઠવાડિયાના છ દિવસ બાવળ વાવતા ફરીએ છીએ.ને પછી સાતમાં દિવસે દેવસ્થાને જઈ પ્રાથૅના કરીએ છીએ કે કાંટાની ફસલ પિષ્ફળ જાય્.
*********************************************
તમે ખોટા પાત્રને પરણ્યા હો તો તમને તેની તરત ખબર પડી જાય છે; સાચા પાત્રને પરણ્યા હો તો જીવનભર ખબર જ નથી પડતી.
************
તમારી પત્ની જાણે કોઈ સદંતર અજાણી વ્યક્તિ હોય એટલો વિનયવિવેક એને બાતાવજો.
*************
દરેક પતિના જીવનમાં બે પાસાં હોયછે ; એક , જેને પત્ની જાણે છે; અને બીજું જેને પત્ની નથી જાણતી એમ પતિ માને છે.
**************
માતૃત્વનો પરમ આનંદઃ પોતાનાં તમામ બાળકો ઊંઘી ગયાં હોય ત્યારે હરકોઈ સ્ત્રી અનુભવે છે તે.
***************
ગુસ્સો કરવો એટલે બીજાઓના દોષનો બદલો આપણી જાત પર લેવો.
******
જમાનો બહુ ખરાબ આવ્યો છે. ભલે, પણ તમને અહીં મોકલ્યા છે તે એને સારો કરવા માટે.
*******
એક મોટી તક આવી પહોંચે તેની રાહ જોઈને બેસી રહેવાને બદલે નાની નાની તકો ને ઝડપી લેવાથી આપણે મુકામે ઝટ પહોંચીએ છીયે.
(“વિચાર -માળાનાં મોતી ” માંથી)