"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

એક્કા-વન-વષૅ !!

2988318226.jpg 

 આધેડ જિંદગીના અધૅ રસ્તે,
     એક્કા..વનમાં  પ્રવેશ મારો,
સમય સાથેની દોટ,
     સમય માટેની દોટ ,
દોડતો રહ્યો !બસ દોડતો રહ્યો !!
     વરસો લગી…
સૂયૅ સમું સોનેરી શયન ,
     ચમકતી ચાંદ ની શ્વેત ચાદર ,
ઓઢી એક ક્ષણભર વિરામ !!!
     કશી ખબર નહીં ..શું થયું??
અચાનક એવો વટોળ ફૂંકાયો,
     સાથ આંધીની અદેખાઈ!!
ચો-તરફ જાણે કાળની આંખ ફરકી,
     ફેંકાઈ ગયો દૂર દૂર, રોળાઈ ગયો!
આંખની અંધારી કાળી ચાદરે..
    વીંટાળી લીધો.. વનમાં જાણે એકલો ઊભો!!!

(” નાદાનમાં નાદાન સ્ત્રી પણ હુશિયાર પુરૂષ સાથે કામ પાડી શકે છે, પણ નાદાન પુરૂષ સાથે કામ પાડવા માટે અત્યંત કુશળ સ્ત્રીની જરૂર પડે છે “- વિચાર-માળાના મોતી)

ફેબ્રુવારી 7, 2007 Posted by | કાવ્ય | 2 ટિપ્પણીઓ

મરણ પછી સ્મરણ !!

 

 મરણ  પછી  સ્મરણ  કરે   કેવો   રૂપાળો   રિવાજ છે !!
મોઘી માહીલી તસ્વીર બનાવી,યાદ સસ્તી બનાવી છે.

દેહનું દેવળ રહ્યું અંધારે, હવે રોજ, રોજ દિવા પ્રકટે છે,
જીવતા તો કદર  ના કરી, મર્યા પછી રૂદન આ કેવું છે ?

ન કરી કોઈએ પરવા, હવે ફૂલમાળા તો  મનની શાંતીછે,
મરણ પછી કરે ચરણ  સ્પશૅ,લાંબી  કતારો જોવા લાગે છે.

જીવતા કોઈ જાણે નહીં,પછી”નામના” મહેલો બંધાય છે.
ઠેર ઠેર પુતળા બંધાય, પહેલા એને  ગોળી એ દેવાય છે

“સદ્-ગ્રહસ્થ તરીકે જન્મવું તે એક અકસ્માત છે, સદ્-ગ્રુહસ્થ તરીકે મરવું તે એક સિધ્ધિ.”-વિચાર-માળાના મોતી

ફેબ્રુવારી 7, 2007 Posted by | સ્વરચિત રચના | Leave a comment

   

%d bloggers like this: