જે આપે છે તેજ પામે છે
ભિખારીએ સોનાના રથમાં કોઈ મહારાજ ને પોતાની તરફ આવતાજોયા.
ભિખારી ને થયું કે બસ આજ તો મારૂ ભાગ્ય ફળશે. મહારાજાધિરાજ આવે છે.
રથ તેની પાસે આવી ને ઉભો રહ્યો. ભિખારીના આશ્ચયૅ વચ્ચે રાજાએ પોતે જ રથ માંથી ઉતરીને
ભિખારી સામે યાચક બની ને હાથ લાંબા કર્યા.
પેલો ભિખારી તો વિચારમાં પડી ગયોઃ શું આપું? બોલ લલચાવે છે, આપવાનું મન જ થતું નથી.
પણ રાજા હાથ પાછો ખેચતો જ નથી. આખા રાજ્યના સુખનો સવાલ છે. કાંઈક આપવુંજ પડશે.
ભિખારી છેવટે પોતાની ઝોળી માંથી એક દાણો કાઢીને રાજાના હાથ માં મૂકે છે.
રાજાતો દાણો લઈને ચાલ્યો જાય છે.
ભિખારી વિચારવા લાગ્યો કે વાહ , મારી ખીચડી માંથી તે એક દાણો ઓછો કર્યો.
દુઃખ સાથે તે ઘેર ગયો અને ઝોળી ખાલી કરી. તેમાં એક સોનાનો દાણો દેખાયો !!
તેની આંખમાં આંસુ ભરાઈ આવ્યાં.
અરે…રે મેં મારી આખી ઝોળી શા માટે ઠાલવી ના દીધી?
*****રવિન્દ્રનાથ ઠાકુર
કોણ માનશે ?
પોતે જ હું ગમાર હતો , કોણ માનશે ?
એનો તો બહુ વિચાર હતો , કોણ માનશે ?
ચુંબનનું ચિન્હ્ ગાલ પર સમજે છે જેને સૌ,
ચંપલ નો એ પ્રહાર હતો , કોણ માનશે ?
લિપસ્ટીક ને લાલીઓ મહી વપરાઈ જે ગયો,
મારો પુરો પગાર હતો , કોણ માનશે?
જેના ઉપર હું ભુલથી બેસી ગયો હતો ?
સળિયો એ ધારદાર હતો , કોણ માનશે ?
– રઈશ મનીયાર (હ્યુસ્ટ્ન માં રજૂ કરે ગઝલ, ૨૦૦૪)
(એક વેળા આપને મેં દઈ દીધેલું દિલ હજુયે યાદ છે,
ને પછી ભરતો રહ્યો’તો હોટલોના બિલ, હજુ યે યાદ છે)