નહીં મળે !!
હસે છે ચાંદની બેફામ બની પૂનમ રાતે,
નિહાળી લે આજ , અમાસ રાતે એ નહી મળે.
હસીલો આજ ફૂલો,સૌ ને સુગંધ આપીને,
પાઈ દે થોડું પાણી, પાનખરે એ નહી મળે.
ગમ ખાઈ એ તો વરાળી વાદળા થઈ ગયા,
વરસાવી દે આજ, ફૂંકાતા પવનમાં એ નહી મળે.
ખંડેરમાં ભટકતા ભૂત, મહેફીલ માણે માધરાતે,
મળી લે એને આજ, સૂરજના તેજમાં એ નહી મળે.
ઝખ્મી છું એથી જ તારા દદૅ ને સમજી શકુ છું,
ઘાવને ચંદન લગાવી દઉં,પછી એ નહી મળે.
સમય છે, સૌ ને સાથે ગમે એવી વાતો કરી લ ઉં,
કોને ખબર છે કાલની , કદાચ એ નહીં મળે.
સ્વપ્નમાં તો રોજ , રોજ પ્રેમની વાતો કરે છે,
મજા માણું છું રાતમાં , આંખ ખુલે એ નહી મળે.
જિંદગીનો રસ્તો છે ઘરથી સ્મશાન ઘાટ લગી,જાણુ છું,
મળી લઉં ચાર કાંધિયાને,પછી દીપ એ નહીં મળે.
આજનો લ્હાવો લઇ લઇએ કાલની કોને ખબર છે.આજની કવિતા બહુ સરસ છે. આવી રીતે સારી કવિતા લખતા રહો.
Nice blog and nice poems… congratulations ! I will have to visit often !
Dhaval
Nice poem nice blog ane nice made for each other couple!
good friend and philosopher and guide too!
it’s very nice, my mind is getting fresh, i like to read gujrati news paper. also bal vibhag is very nice too, it’s remind me my child hood in india. i will teach my kids those beautiful varta & kavita. thanks again
મળેલી ક્ષણો મ્હાલવી રહી ગયેલી ક્ષણો પછી નથી આવતી.