નહીં મળે !!
હસે છે ચાંદની બેફામ બની પૂનમ રાતે,
નિહાળી લે આજ , અમાસ રાતે એ નહી મળે.
હસીલો આજ ફૂલો,સૌ ને સુગંધ આપીને,
પાઈ દે થોડું પાણી, પાનખરે એ નહી મળે.
ગમ ખાઈ એ તો વરાળી વાદળા થઈ ગયા,
વરસાવી દે આજ, ફૂંકાતા પવનમાં એ નહી મળે.
ખંડેરમાં ભટકતા ભૂત, મહેફીલ માણે માધરાતે,
મળી લે એને આજ, સૂરજના તેજમાં એ નહી મળે.
ઝખ્મી છું એથી જ તારા દદૅ ને સમજી શકુ છું,
ઘાવને ચંદન લગાવી દઉં,પછી એ નહી મળે.
સમય છે, સૌ ને સાથે ગમે એવી વાતો કરી લ ઉં,
કોને ખબર છે કાલની , કદાચ એ નહીં મળે.
સ્વપ્નમાં તો રોજ , રોજ પ્રેમની વાતો કરે છે,
મજા માણું છું રાતમાં , આંખ ખુલે એ નહી મળે.
જિંદગીનો રસ્તો છે ઘરથી સ્મશાન ઘાટ લગી,જાણુ છું,
મળી લઉં ચાર કાંધિયાને,પછી દીપ એ નહીં મળે.