માતૃભાષા
(પરદેશમા વસતા ગુજરાતી કુટુંબીઓને)
ઘર, ઘર ગુંજે, બાળ બોલે ,
ગરવી મારી ગુજરાતી ,
અમર રહે ,માતૃભાષા અમારી.
માતૃભાષાને માન આપી,
સભામાં સૌ સાદર કરીએ.
અમર રહે ………
ગુંજન કરતા પરદેશી પંખી ,
ગુજરાતીમાં ગીત ગાઈ એ,
ચાલો આપણે…….
વસે ગુજરાતી સારા જગમાં,
બોલી બોલીએ ગુજરાતીમાં,
ચાલો આપણે……
ડર કેવો કે ” મા ” ને ભુલીશું ?
અંગરેજીમાં વાત કરીશું !!
ચાલો આપણે……
જ્યોત જલાવી,ઝુંબેશ ઊઠાવો,
ઘર, ઘર જાવો,
માતૃભાષાનો દીપ જલાવો,
ચાલો આપણે…..
કવિઓ જાગો, શાયર જાગો,
ભાષાના ભડવીરો જાગો,
ચાલો આપણે…..
( પરદેશમાં વિસરતી જતી આપણી માતૃભાષાને જીવંત રાખવા,
આપણે સૌ પ્રયત્નશીલ રહીએ એ જરૂરી છે, આશાનું કિરણ
હજુ પણ આપના હાથમા છે.)
ઈશ્વર ક્યાં મળે ?
ના એ મંદીર, મસ્જીદ કે ચચૅના દ્વાર પર મળે,
ના એ ઢંગી ધમૅગુરૂની ધમૅની ધજામાં મળે,
ના એ અભિમાની અંધ એવા સંતોમાં મળે,
ના એ આડંબરી આવરણ ઓઢતા માનવીમાં મળે,
ના એ ધમૅ નામે ધતીંગ કરતા ધુતારુંમાં મળે.
તો ઈશ્વર ક્યાં મળે ?
ગરીબની ઝુપડીમાં સહિયારૂ વાસી ભોજન લેતાં જોવા મળે,
લાચાર દ્રોપદીની લુંટાતી આબરૂના “પાલવમાં”જોવા મળે,
બનેલા અણભાગી અનાથની ” આહ ” માં જોવા મળે,
સત્યનો સંદેશ દેનાર સંત માં જોવા મળે,
વિશ્વનું કલ્યાણ કરનારાના મૌન માં જોવા મળે,
વ્રુધ્ધ લાચાર ની લાકડી બનનારમાં જોવા મળે,
વિશ્વ-શાંતીનું ગીત ગાતા ભાવિક ભક્તોમાં જોવા મળે.
( વિશ્વશાંતી એજ માનવ ભક્તિ,સૌ સમાન એજ ભાવના,સંપ ત્યાં સંત અને ત્યાજ ઈશ્વર )