ગઝલ -ડો.રઈશ મનીયાર
આંખથી ટપક્યું અવશ તે આસું હોવું જોઈ એ,
કૈક ભીતર દદૅ તો સચવાયું હોવું જોઈ એ.
મારો દિવો તારા ઘર ને શી રીતે રોશન કરે,
દોસ્ત ! સૌનું પોતીકું અજવાળું હોવું જોઈ એ.
એક માણસ સાદ પાડે, સાંભળી સૌ કોઈ શકે,
વિશ્વ આખું એટલું ,બસ નાનું હોવું જોઈ એ .
મોત સરખું દુઃખ પડે તો કોઈ મરતું નથી,
મોત માટે ભાગ્યમાં મરવાનું હોવું જોઈ એ .
મારે સરનામે મ્ળ્યું છે મારી વિગત કોઈ નથી,
જિંદગી- પરબીડિયું -બીજાનું હોવું જોઈ એ .
(કવિ મિત્ર શ્રી રઈશ મનીયારે હ્યુસ્ટનમાં રજૂ કરેલ
દિલચસ્પ ગઝલ-૨૦૦૪)
શાયરી
૧, હસ્ય હોઠપર લાવી શકતો નથી,ખુશી કોઈની જોઈ શક્તો નથી,
કેવો અભાગી જીવ છે આ, દિલાસો કોઈને દઈ શક્તો નથી.
૨, દોસ્ત માની દિલની બધી ગુપ્તવાતો તો કહીં દીધી,
“કહેશ નહી કોઈને” કહી મારી વાતો બધે કહી દીધી.
૩, તારી વાતોને ઓટ માની ભુલવા તો મથું છું,
કોણ જાણે કેમ? આંખ છલકાઈ છે ભરતી બની.
૪, જિંદગી જીવી ગયો, એક ઘર બાંધી ના શક્યો,
કળશ ભરી રાખનો , એક “સમાધી” બંધાઈ ગઈ.
૫, એકલો આવ્યો હતો,એકલ જીવવામાં કશો ડર નથી,
શાનથી જીવી જઈશ એકલા મરવા કશો ડર નથી.
૬, તારા અંબોડેથી પડ્યું ગુલાબનું ફૂલને ખુશ્બું ફેલાઈ ગઈ,
તીરછી નજર તે કરી, તો દિશા ઓ ગભરાઈ ગઈ.
૭, કાલ હતો,આજ છે, આવતી કાલ નો માલિક તૂંજ છે,
આજનો રહેવાસી હું અહીં ,ભાડું આજનું મેં ભર્યુ,
દશૅન દેવા હોય તો આજ દઈ દે,કાલની મને ખબર નથી.
૮, અથડાય માથું પથ્થર સાથે, લોહી નીકળી મટી જાય ,
કેવો તે ઘા કર્યો, કે જિંદગીભર સહેતો રહ્યો .
બદલાય છે
હર પળ અહીં કેવા દુનિયાના રંગ બદલાય છે,
પાંપણે લટકતા આસું ના કેવા ઢંગ બદલાય છે.
કયા કોઈની પર ભરોસો રાખી શાંતીથી સુવાય છે,
આપેલા વચનો અહીં વારં વાર બદલાય છે.
કહેવું કંઈક , કરવું કંઈક એવો અનોખો રિવાજ છે,
પ્રેમ સસ્તો મળે, વળી એના ભાવ પણ બદલાય છે.
કહેવાય સ્ત્રીને લક્ષ્મી ,ને વળી અપમાન એનું થાયછે.
લુંટાતી આબરૂ ના અહીં આજ ભાવ બદલાય છે.
ચોર દંડે કોટવાળને એવો અનેરો અન્યાય થાય છે,
નિદૌષ પુરાઈ પાંજરે એવા રંગ ન્યાયના બદલાય છે.
કોને સાચો રસ્તો પુછું, સૌ ના આડા રસ્તા હોય છે,
દંભી દુનિયાના તો મા-બાપ પણ બદલાય છે.
કોઈ કોઈનું રહ્યું નથી અહીં , સૌ સ્વાથૅના સગા છે,
ભલુ કરતો રહેજે ભલા,ભલેને અહીં રંગ બદલાય છે.