"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

લાકડું બોલે છે !!

imagesca4atcsd.jpg 

તારા જન્મ સમયે,
પારણું બનાવી ઝુલાવ્યો.

ખુદ બળી આગથી,
ખવડાવ્યા છે પકવાન.

વ્રૂધ્ધ ઊંમરે હતી જરૂર ટેકાની,
લાકડી બની દીધો સહારો.

લીધી અંતીમ વિદાય જગતથી,
નનામી બની ઊંચક્યો.

બળી રાખ થઈ ગયાં સાથ ,
કેવો હતો જનમ-મરણ નો સંગાથ ?

જાન્યુઆરી 30, 2007 Posted by | કાવ્ય | 2 ટિપ્પણીઓ

   

%d bloggers like this: