"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

હસો છો

imagesca3373kl.jpg 

ઉગતી ઉષાના લાલિત્ય સમું  આજ તમે હસો છો ,
યૌવન  ભરી કુંજ ગલીમાં, મન મૂકીને  હસો છો.

નયનથી  નયન મળતા, જરૂર  ઝખ્મી  થયો છું,
ઉજ્જડ બનેલા બાગમાં, મધુર ગીત ગાઈ હસો છો .

પ્રેમતણી  ગલીઓમાં , પાગલ થઈ નીકળી પડ્યો,
દિલતણા દ્વાર પાસે, સુંદર આવકાર આપી હસો છો.

ઉરની ખોલતા  ખીડકી , નશીલા નયન ઝૂકાવો છો,
ખીલતા કમળ નયનમાં, ગુલાબી  રંગ લાવી હસો છો.

તમારા ગુલાબી ગાલ  પર, ઝાકળ-બિંદુ શરમાય છે,
સુનકાર આ જીવનમાં  , મહેફીલ  જમાવી. હસો છો

જાન્યુઆરી 29, 2007 Posted by | સ્વરચિત રચના | 4 ટિપ્પણીઓ

હોયછે.

 

રોજ રોજ આંસુ પાડનારા, મજાકનુ કારણ  બનતા હોય છે
દદૅ  કોણ લે,  સૌ    વાતનું   વતેતર    કરતા   હોય છે.

કેટલાય  ઘર  એમને  એમ  બળી  ખાખ થઈ જતાં હોય છે,
 ભભુકતી આગને   ફૂંક મારવાની   મજા   માણતા   હોય છે.

યજ્ઞ   કરનાર  ઘીના   ડબ્બા   હજારો   હોમાતા     હોય છે,
દલીતોના   પેટ પર  પાટુ     મારવાનું  કામ  કરતા હોય છે.

મોતની મજાક ઉડાવી લાશપર  આંખ આડા કાન કરતા હોયછે,
“દીપ” રાખજે  કાળજું   કઠણ  ,દુનિયા સાવ નઠારી  હોયછે.

જાન્યુઆરી 29, 2007 Posted by | સ્વરચિત રચના | 4 ટિપ્પણીઓ

   

%d bloggers like this: