"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

હસતો રહ્યો

 

 વષૌ લગી  કારણ વિના  અંધાર પર  હસતો રહ્યો,
મહેંકતી  આંખે  સજેલી  ધાર  પર  હાસતો  રહ્યો.

વિશ્વના   આ     રૂપ-ચક્રો  કેટલું    હાંફ્યા  કરે ,
કોને કહું? આધારહીન  આધાર  પર હસતો રહ્યો.

માગૅમાં  અમથા મળેલા  ગમ  હજીયે   યાદ છે,
ખાલી મળેલા સ્મિત મહીંના ખાર પર હસતો રહ્યો.

પાંખ છું પણ  ભીંતના કો’ ભારથી  સ્વરતો રહ્યો,
જીત પર  હસતો  રહ્યો ને  હાર પર હસતો   રહ્યો.

જાન્યુઆરી 28, 2007 Posted by | સ્વરચિત રચના | Leave a comment

કોઈ બિચારી !!

imagescan80enh.jpg 

કોઈ બિચારી લાજની મારી કાયમ કામે  જઈ,
વહેલી પરોઢે   ઝોલા ખાતી રોટલા ઘડતી જાય. 
              કોઈ બિચારી..

બે   વરસનું  બાળ છે એનું કેડે ઘાલતી  જાય ,
              કોઈ બિચારી..

ચીંથરે   હાલછે  ચુંદડી એની અંગે વિટતી જાય,
              કોઈ બિચારી ..

દિનછે એને બાળ આવવાના તોયે   કામે જાય, 
              કોઈ બિચારી..

હિંદની નારી લાજની મારી તગારા ઝીલતી જાય,
              કોઈ બિચારી ..

ખરે   બપોરે  થાકી   પાકી   રોટલો  મરચું ખાય,
              કોઈ બિચારી..

ઉંચે, ઉંચે   મે’લ   ચણવાને   ટેકે  ચડતી જાય,
              કોઈ બિચારી..

ટેકે  , ટેકે   ઉંચે   ચડતા   પાલવ  ભરાતો જાય,

              કોઈ બિચારી..

નીચે   પડતો  દેહજ   એનો   પ્રાણજ મુકતો જાય ,
              કોઈ  બિચારી..

હિંદની નારી લાજની   મારી બે  જીવન મુકતી જાય,
              કોઈ બિચારી …

જાન્યુઆરી 28, 2007 Posted by | કાવ્ય | 1 ટીકા

આજ વતન ને યાદ કરીયે.

images10.jpg 

દૂર બેઠા દશૅન કરીયે, આજ વતનને યાદ કરીયે
ભલે રહ્યા દૂર વતન થી ,  મા !અમે સંતાન  તમારા.
               આજ વતનને યાદ કરીયે…

સરહદ અમારી  સલામત  રહે ,પ્યારું છે વતન  અમારૂ,
ભેદ-ભાવ ભુલી બધા  ચાલો દેશનું જતન કરી યે.
               આજ વતન ને યાદ કરીયે.

ધમૅ-કમૅ છે દેશ-ભક્તિમાં, બાકી રહે દૂર ગગનમાં,
જગમાં રહે  ” ભારત ” નામ મોખરે,
               આજ વતનને યાદ કરીયે.

હાકલ  દેજે,   મા  તું જો મુશ્કીલ માં,
હાજર થાશું મા તારા ચરણ માં,
               આજ વતન ને યાદ કરીયે.

                ( મા-ભોમ ખાતીર)

જાન્યુઆરી 28, 2007 Posted by | કાવ્ય | Leave a comment

   

%d bloggers like this: