કોણ છે ?
નિત મારી શૈયા સજાવી, વ્હાલ થી પોઢાવનાર કોણ છે ?
ઉષાના રંગીન વસ્ત્રો સજી,સુંવાળો સ્પશૅ કરનાર કોણ છે ?
ભટકતો એકલો હું , આસું સારતો આ વેરાન નગરી માં,
સ્નેહ શણગાર સજી , મારા આસુંને પોંછનાર કોણ છે?
કેટલી આશા અરમાન સાથે, મારું મન ભટકતું હતું,
સુખ સાગર થી ભરી દેનાર , આ દયાની દેવી કોણ છ ?
કિનારો શોધવા, મધ દરિયે તોફાન માં હું તડફતો હતો ,
પ્રેમ થી હાથ જાલી, કિનારે લાવનાર સુંદરી કોણ છે ?
રાહમાં એવા તો ઘણાં મળ્યા,ઘડી સંગાથ આપીચાલ્યા ગયા,
જુવો જીવનભર સુખ-દુઃખ નો સહારો દેનાર કોણ છે ?
આ કૉણ છે. મને લગે છે કે તમારી એક ની એક હની છે. તમે મને પણ ગુજરાતી લખતી કરી દીધી . એક કવિની કવિતાની અસર તો જુઑ.