"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

કોણ છે ?

 28333999801.jpg

નિત મારી   શૈયા સજાવી, વ્હાલ થી પોઢાવનાર કોણ છે ?
ઉષાના  રંગીન વસ્ત્રો સજી,સુંવાળો સ્પશૅ કરનાર  કોણ છે ?

ભટકતો  એકલો  હું , આસું  સારતો  આ વેરાન  નગરી માં,
સ્નેહ  શણગાર  સજી , મારા   આસુંને  પોંછનાર  કોણ છે?

કેટલી  આશા   અરમાન   સાથે, મારું  મન   ભટકતું  હતું,
સુખ  સાગર થી ભરી દેનાર , આ   દયાની   દેવી કોણ  છ  ?

કિનારો   શોધવા, મધ દરિયે તોફાન માં  હું   તડફતો  હતો ,
પ્રેમ  થી હાથ   જાલી,  કિનારે   લાવનાર  સુંદરી કોણ છે ?

રાહમાં એવા તો ઘણાં મળ્યા,ઘડી સંગાથ આપીચાલ્યા ગયા,
જુવો  જીવનભર    સુખ-દુઃખ નો  સહારો   દેનાર   કોણ   છે ?

જાન્યુઆરી 25, 2007 Posted by | સ્વરચિત રચના | 1 ટીકા

આવા આસુંના આંધણ ના હોય !

225px-world_trade_center_from_queens1.jpg statue_of_liberty_05s1.jpg

આવા આસુંના આંધણ ના હોય ,
  મોતના  માટલા ભરી,
રજળતા કરી દીધા રજ મહીં,
આવી ખોટી ખુમારીના ખેલ ના હોય .

ધમૅનું નામ દઈ,બદનામ એને ના કરો,
હજારો માનવી બે-મોત મરી ગયા,
આવી મોતની મજા ના હોય !

વિનાશ કાળે વિપરીત બુધ્ધી,
દાનવ બની ભરખી ગયા,
બુધ્ધીનું આવું દેવાળું ના હોય્.

કેમ માનવી માનવ મટી,
દ્રુશ્ટ  કાયૅ  કરે ?
કોણ સમજાવે એને ?
આવી લોહીની નદી આ જગતમાં ના હોય !

૯/૧૧(૦૯-૧૧-૨૦૦૧માં બનેલી ધટના પર આધારિત )
 

જાન્યુઆરી 25, 2007 Posted by | સ્વરચિત રચના | 3 ટિપ્પણીઓ

   

%d bloggers like this: