"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

હા, એ ગયા !

imagescamkxdrj.jpg 

હા, એતો ગયા, ત્રીજો હતો ને!( હાટૅ એટેક ),
     ગઈ કાલે તો મળેલો ,
      હું તો એક કલાક પહેલાજ !
બિચારા બહુ ભલા !!
      ફૂયુનરલ ક્યારે ?
ત્રણ દિવસ પછીજ તો !!
ફેમીલીને વાંધો નહીં આવે ! વિમો હ્તોને!!
બિચારા એતો કશું ભોગવી ના શક્યા !!

એમનો ફોટો? વોલગ્રીનમાં એકજ કલાકમાં!!
ના ના !! કમ્પુટરમાં ફ્રી !!

મહારાજ ? એની શી જરુર? ખોટા ખર્ચ !!!
લાકડાની પેટી ? ના ના!!
કાર્ડ બોડૅ બોક્ષ ,હલકું, ખર્ચ ઓછો !!
  ઊંચકવામાં સારું પડે!!

હા,  યાર થોડું જ્લ્દી કરેતો સારું!!
બોલવામાં બહુ સમય લે છે !!
જોબ પરથી આવ્યો છું!!
“ક્રીમેશનમાં જોડાવાના?” ના ના!!
મોડું થાય ને બોસ લડી નાખે !!

માનવ દેહની આખરી વિદાય !!!
આવીજ દોડ ધામ !!ક્યાં સમય ? કયાં લાગણી ?
“દીપ ” દુનિયાનો રંગ જોઈલે !!
ચુપ ચાપ  છેલ્લી વિદાય લઈ લે !!!
     

 

જાન્યુઆરી 17, 2007 Posted by | સ્વરચિત રચના | 2 ટિપ્પણીઓ

   

%d bloggers like this: