"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

ગીત જાગે છે

showletter7.gif 

ધમ ધમતી ધરતી પર,સરકતી સરિતાના નીર ધીંગા-મસ્તી કરતા હોય્,
ખેતરના ખોળામાં  લીલોછમ પાક લહેરાતો હોય્,
ત્યારેજ કવિઓમાં કોઈ ગીત જાગેછે.

ચમકતી ચાંદની ચુંદડી પે’રી,લહેરાતા સાગરને લોભાવતી હોય્,
મોજાની મદ મસ્તી સાથે  રેતી રણજણતી હોય,
ત્યારેજ કવિઓમાં કોઈ ગીત જાગેછે.

વસંતી  વાયરા  કોયલનું કુંજન લઈ, પ્રેમીઓને પાગલ કરતા હોય્,
કળીઓની મહેંકમાં  યૌવનની અધીરાઈ હોય,
ત્યારેજ કવિઓમાં કોઈ ગીત જાગેછે.

શિખરોના શંખનાદ ટાણે, સૂરજ સંધ્યાને સોડમાં લઈ ઢળતો હોય,
પંખીડાઓ ગીત-ગાતા ,વ્રુક્ષમાં વિસામો લેતા હોય,
ત્યારેજ કવિઓમાં કોઈ ગીત જાગેછે.

વરસાદ વરસી-વરસી થાકે ને સૂરજ કિરણ ડોકીયા કરતું હોય,
નવરંગ  વસ્ત્રપે’રી મેઘ-ધનુષ મન મુકી મહાલતો હોય,
ત્યારેજ કવિઓમાં કોઈ ગીત જાગે છે.

પારણે બાળ ઝુલતું ને મા મધુર, મધુર ગીત ગાતી હોય,
પ્રભુ મળવાની આશ લઈ ઘડપણ ગોથા ખાતું હોય,
ત્યારેજ કવિઓમાં કોઈ ગીત જાગે છે.

 

જાન્યુઆરી 16, 2007 - Posted by | કાવ્ય

5 ટિપ્પણીઓ »

 1. vah kaviraj maza avi gayi

  ટિપ્પણી by vijayshah | જાન્યુઆરી 16, 2007

 2. બાપુ,
  આવી કડક શરતો હોય તો પછી,
  અલાસ્કા કે ન્યુયોર્કમાં કવિઓ પાકશે જ કેમ ?

  ટિપ્પણી by Kiritkumar G. Bhakta | જાન્યુઆરી 17, 2007

 3. અલાસ્કા હોય કે ન્યુયોર્ક હોય્ કે પછી સહરાનું રણ હોય ,
  રવિ પણ ના પહોંચે એવી કોઈ ભૂમી હોય્,
  કવિ પહોંચે ત્યાં,સરજન કરે કવિતાનું ત્યાં.

  ટિપ્પણી by vishwadeep | જાન્યુઆરી 17, 2007

 4. chitra sundar chhe. perfacto man!

  ટિપ્પણી by vijayshah | જાન્યુઆરી 17, 2007

 5. Read all of your poems–very good–keep it up
  Harnish Jani

  ટિપ્પણી by Harnish Jani | જાન્યુઆરી 30, 2007


Thank you for visiting" ફૂલવાડી" Thank you for your comments.

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: