"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

મોજા

 forts1.jpg

સમુંદરના સાથી બની, પાણીમાં  પ્રલય  જગાવતા  આ મોજા,
કિનારે  બેઠેલી   કન્યાની   કોરી સાડી   ભીંજાવતા   આ મોજા.

નાવિકની  નાવને  દરીયાની  પહેલી પાર પહોચાડતા આ મોજા,
મરજીવાને   મધ  દરીયે   મોતની  ઘાટ      પહોચાડતા  આ મોજા.

ચાંદ  રાતે    પાગલ    બની, પ્રણય  ઘેલા   થઈ  જાતા  આ મોજા,
અમાસ    રાતે   આંસુ   સારી , વિરહ   વેદના   સહેતા   આ મોજા.

જીવતા જીવનેજ ઊંડા સાગર ની ગહેરાઈમાં ડુબાડતા આ મોજા,
મરેલા માનવીના   દેહને  કિનારા  બહાર અફળાવતા    આ મોજા.

જાન્યુઆરી 16, 2007 Posted by | કાવ્ય | 1 ટીકા

ગીત જાગે છે

showletter7.gif 

ધમ ધમતી ધરતી પર,સરકતી સરિતાના નીર ધીંગા-મસ્તી કરતા હોય્,
ખેતરના ખોળામાં  લીલોછમ પાક લહેરાતો હોય્,
ત્યારેજ કવિઓમાં કોઈ ગીત જાગેછે.

ચમકતી ચાંદની ચુંદડી પે’રી,લહેરાતા સાગરને લોભાવતી હોય્,
મોજાની મદ મસ્તી સાથે  રેતી રણજણતી હોય,
ત્યારેજ કવિઓમાં કોઈ ગીત જાગેછે.

વસંતી  વાયરા  કોયલનું કુંજન લઈ, પ્રેમીઓને પાગલ કરતા હોય્,
કળીઓની મહેંકમાં  યૌવનની અધીરાઈ હોય,
ત્યારેજ કવિઓમાં કોઈ ગીત જાગેછે.

શિખરોના શંખનાદ ટાણે, સૂરજ સંધ્યાને સોડમાં લઈ ઢળતો હોય,
પંખીડાઓ ગીત-ગાતા ,વ્રુક્ષમાં વિસામો લેતા હોય,
ત્યારેજ કવિઓમાં કોઈ ગીત જાગેછે.

વરસાદ વરસી-વરસી થાકે ને સૂરજ કિરણ ડોકીયા કરતું હોય,
નવરંગ  વસ્ત્રપે’રી મેઘ-ધનુષ મન મુકી મહાલતો હોય,
ત્યારેજ કવિઓમાં કોઈ ગીત જાગે છે.

પારણે બાળ ઝુલતું ને મા મધુર, મધુર ગીત ગાતી હોય,
પ્રભુ મળવાની આશ લઈ ઘડપણ ગોથા ખાતું હોય,
ત્યારેજ કવિઓમાં કોઈ ગીત જાગે છે.

 

જાન્યુઆરી 16, 2007 Posted by | કાવ્ય | 5 ટિપ્પણીઓ

   

%d bloggers like this: