"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

તારા ગયા પછી !!

 19069803041.jpg

હતી  બંધ   મુઠીમાં આબરુ , ફેલાઈ ગઈ  ગામને  ચોરે તારા   ગયા પછી,
હતો  સંપ   સૌ માં,   બાજી-મર્યા  સૌ   સંતાનો   તારા  ગયા  પછી.

ઘણું હતું,  શું લઈ ગયો,  તસ્વીર   પણ તારી   ધુળ  ખાઈ છે  આજે,
નામ્-ઠામ    સઘળું      ભુસાઈ    ગયું , બસ   તારા   ગયા   પછી .

કરી કંજુસાઈ  તે , પામી શક્યો કે ના  માણી શક્યો  સુખની  કોઇ પળ્,
ફૂંકી  મારી   સારી    મિલકત  તારીજ    પેઢીએ , તારા   ગયા પછી.

“દીપ”  શીદ ને ચિંતા કરે,શું થશે  મારા લખેલા  પુસ્તકોનું ?
ધુળ  ખાસે કે  જશે    પસ્તીમાં,   તારે શું ? તારા ગયા પછી.

જાન્યુઆરી 12, 2007 Posted by | સ્વરચિત રચના | 4 ટિપ્પણીઓ

   

%d bloggers like this: