"ફૂલવાડી"

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

શાયર થઈ ગયો

23841149531.jpg 

શરુયાત   કરી હતી  જેણે     જવાની એક  નાના બાળ મંદીરમાં,
મળી ગયુ ” માઈક ” એને,  માને એક મોટો શાયર થઈ ગયો.

વાદળાતો  વરસાતા  રહેછે  આ  ધરતી પર કાયમ  મે’ર  કવાને,
તાલી પડતા  માને કે વાહ , વાહનો   હું  વારસદાર  થઈ  ગયો.

હજુતો    કેટલુંયે    દુર    દુર !!   ચાલીને    જવાનુંછે    એને,
એક  પગલું  ભર્યુ ને   માને કે  હું તો  મહા માનવ    બની ગયો.

છલકાઈછે   શાને  “દીપ ” ? વિચારોના   વમળમાં   ડુબી ને !
હજુતો  એક  બુંદ પણ નથી ને  માને કે મહાસાગર  થઈ  ગયો .

જાન્યુઆરી 9, 2007 Posted by | કાવ્ય | 7 ટિપ્પણીઓ

વતન તારી યાદમાં !!

                            

વર્ષો  વિતી  ગયા, હજુ  આ   હૈયુ  ધબકે  છે,  વતન  તારી  યાદ માં,
યાદોની   ઝંઝીર   હજુ   પણ  મજબુત  છે,  વતન   તારી      યાદ માં.

સાત   સમંદર    પાર   કરી   ઊડીને   આવ્યા છે આ  દેશી     પારેવડા,
મા-ભોમની   ધુળ    હજુ    શીર   પર છે,   વતન   તારી    યાદ માં.

કોણે  કહ્યું?   પૈસા  કમાવી   અહી  સૌ   પ્યારી મા-ભોમ ને ભુલી જાયછે,
એક    હાકલ દે  ફના   થઈ     જશુ,   વતન     તારી         યાદ માં.

ચાંદ- સૂરજ    ને આ    તારા   મંડળ    સૌ      અમારા       સાક્ષી  છે,
રગે   રગમાં   બસ    તારુજ     લોહી     વહેછે  ,વતન  તારી   યાદ માં.

ખબર    નથી    આ     જિંદગી      કયાં      જઈને      અટકશે   “દીપ”,
માગું , તારીજ      ધુળમાં     બસ   આ દેહ   ઢળે , વતન તારી  યાદમાં.


 

જાન્યુઆરી 9, 2007 Posted by | સ્વરચિત રચના | 3 ટિપ્પણીઓ

   

%d bloggers like this: