મા !!
અસહ્ય પીડામાં પણ હસતી,નવ મહિના કુખમાં રાખ્યા બાળની ઢાલ બની,
સહેતી સર્વ દુઃખો હે! મા તું સહનશીલતાની પરમ મુર્તી બની.
રડતા જોઇ બાળાનાના, મા તું પણ રડતી રહી દયાની દેવી બની,
અમે પોઢ્યા પારણા માં , મા તું ઝુલાવતી રહી રાત રાણી બની.
મા હતી ભુખી-તરસી ત્યારે પણ , અમે રમતા રહ્યા બાળ મસ્ત બની,
પાંખ ફુટી ને અમે તો ઊડ્વા લાગ્યા,મા તુ આશિષ દેતી રહી મુગ્ધા બની.
ઋણ કેમ કરી ચુકવી શકું એક દીન માં, મા તારું આજ મધર્-ડે બની,
ભવ્-ભવનું છે આ બંધન , કરીએ નમસ્કાર મા તને સારા સંતાન બની.
મા હોય જો સાથ આજ, ધરજો પ્રેમના પુશ્પો એક સારા બાગવાન બની,
શબ્દ પણ ઓછા પડેછે મા આજ , નમી ને વંદન કરુછું નાનો બાળ બની.
શું ભરોસો !!
મારી છતાં એ મારી નથી બની શકી ,
એ જિંદગી નો શું ભરોસો ?
તાલ માં તાલ મિલાવું ને બની જાય બે તાલ ,
એ જિંદગી નો શું ભરોસો ?
કેટલી સુંદર લાગે છે જિંદગી ? ને એ નાંગણ થઈ ડંસે,
એ જિંદગી નો શું ભરોસો ?
ચલાવું નાવ મઝધારે ને મને રસ્તો ભુલાવી દે ,
એ જિંદગી નો શું ભરોસો ?
હજુ ખીલી નથી એ કળી ને ત્યાં પાનખર આવી જાય,
એ જિંદગી નો શું ભરોસો ?
વફાદારી ની વાત શું કરું , એ ખુદ બે-વફા બની જાય ,
એ જિંદગી નો શું ભરોસો ?
“દીપ્ કેમ કરે વિસ્વાસ્ એનો, બિનવારસી લાશ પડી છે એની,
એ જિંદગી નો શું ભરોસો ?