ગઝલ -ડો.રઈશ મનીયાર
આંખથી ટપક્યું અવશ તે આસું હોવું જોઈ એ,
કૈક ભીતર દદૅ તો સચવાયું હોવું જોઈ એ.
મારો દિવો તારા ઘર ને શી રીતે રોશન કરે,
દોસ્ત ! સૌનું પોતીકું અજવાળું હોવું જોઈ એ.
એક માણસ સાદ પાડે, સાંભળી સૌ કોઈ શકે,
વિશ્વ આખું એટલું ,બસ નાનું હોવું જોઈ એ .
મોત સરખું દુઃખ પડે તો કોઈ મરતું નથી,
મોત માટે ભાગ્યમાં મરવાનું હોવું જોઈ એ .
મારે સરનામે મ્ળ્યું છે મારી વિગત કોઈ નથી,
જિંદગી- પરબીડિયું -બીજાનું હોવું જોઈ એ .
(કવિ મિત્ર શ્રી રઈશ મનીયારે હ્યુસ્ટનમાં રજૂ કરેલ
દિલચસ્પ ગઝલ-૨૦૦૪)
શાયરી
૧, હસ્ય હોઠપર લાવી શકતો નથી,ખુશી કોઈની જોઈ શક્તો નથી,
કેવો અભાગી જીવ છે આ, દિલાસો કોઈને દઈ શક્તો નથી.
૨, દોસ્ત માની દિલની બધી ગુપ્તવાતો તો કહીં દીધી,
“કહેશ નહી કોઈને” કહી મારી વાતો બધે કહી દીધી.
૩, તારી વાતોને ઓટ માની ભુલવા તો મથું છું,
કોણ જાણે કેમ? આંખ છલકાઈ છે ભરતી બની.
૪, જિંદગી જીવી ગયો, એક ઘર બાંધી ના શક્યો,
કળશ ભરી રાખનો , એક “સમાધી” બંધાઈ ગઈ.
૫, એકલો આવ્યો હતો,એકલ જીવવામાં કશો ડર નથી,
શાનથી જીવી જઈશ એકલા મરવા કશો ડર નથી.
૬, તારા અંબોડેથી પડ્યું ગુલાબનું ફૂલને ખુશ્બું ફેલાઈ ગઈ,
તીરછી નજર તે કરી, તો દિશા ઓ ગભરાઈ ગઈ.
૭, કાલ હતો,આજ છે, આવતી કાલ નો માલિક તૂંજ છે,
આજનો રહેવાસી હું અહીં ,ભાડું આજનું મેં ભર્યુ,
દશૅન દેવા હોય તો આજ દઈ દે,કાલની મને ખબર નથી.
૮, અથડાય માથું પથ્થર સાથે, લોહી નીકળી મટી જાય ,
કેવો તે ઘા કર્યો, કે જિંદગીભર સહેતો રહ્યો .
બદલાય છે
હર પળ અહીં કેવા દુનિયાના રંગ બદલાય છે,
પાંપણે લટકતા આસું ના કેવા ઢંગ બદલાય છે.
કયા કોઈની પર ભરોસો રાખી શાંતીથી સુવાય છે,
આપેલા વચનો અહીં વારં વાર બદલાય છે.
કહેવું કંઈક , કરવું કંઈક એવો અનોખો રિવાજ છે,
પ્રેમ સસ્તો મળે, વળી એના ભાવ પણ બદલાય છે.
કહેવાય સ્ત્રીને લક્ષ્મી ,ને વળી અપમાન એનું થાયછે.
લુંટાતી આબરૂ ના અહીં આજ ભાવ બદલાય છે.
ચોર દંડે કોટવાળને એવો અનેરો અન્યાય થાય છે,
નિદૌષ પુરાઈ પાંજરે એવા રંગ ન્યાયના બદલાય છે.
કોને સાચો રસ્તો પુછું, સૌ ના આડા રસ્તા હોય છે,
દંભી દુનિયાના તો મા-બાપ પણ બદલાય છે.
કોઈ કોઈનું રહ્યું નથી અહીં , સૌ સ્વાથૅના સગા છે,
ભલુ કરતો રહેજે ભલા,ભલેને અહીં રંગ બદલાય છે.
લાકડું બોલે છે !!
તારા જન્મ સમયે,
પારણું બનાવી ઝુલાવ્યો.
ખુદ બળી આગથી,
ખવડાવ્યા છે પકવાન.
વ્રૂધ્ધ ઊંમરે હતી જરૂર ટેકાની,
લાકડી બની દીધો સહારો.
લીધી અંતીમ વિદાય જગતથી,
નનામી બની ઊંચક્યો.
બળી રાખ થઈ ગયાં સાથ ,
કેવો હતો જનમ-મરણ નો સંગાથ ?
હસો છો
ઉગતી ઉષાના લાલિત્ય સમું આજ તમે હસો છો ,
યૌવન ભરી કુંજ ગલીમાં, મન મૂકીને હસો છો.
નયનથી નયન મળતા, જરૂર ઝખ્મી થયો છું,
ઉજ્જડ બનેલા બાગમાં, મધુર ગીત ગાઈ હસો છો .
પ્રેમતણી ગલીઓમાં , પાગલ થઈ નીકળી પડ્યો,
દિલતણા દ્વાર પાસે, સુંદર આવકાર આપી હસો છો.
ઉરની ખોલતા ખીડકી , નશીલા નયન ઝૂકાવો છો,
ખીલતા કમળ નયનમાં, ગુલાબી રંગ લાવી હસો છો.
તમારા ગુલાબી ગાલ પર, ઝાકળ-બિંદુ શરમાય છે,
સુનકાર આ જીવનમાં , મહેફીલ જમાવી. હસો છો
હોયછે.
રોજ રોજ આંસુ પાડનારા, મજાકનુ કારણ બનતા હોય છે
દદૅ કોણ લે, સૌ વાતનું વતેતર કરતા હોય છે.
કેટલાય ઘર એમને એમ બળી ખાખ થઈ જતાં હોય છે,
ભભુકતી આગને ફૂંક મારવાની મજા માણતા હોય છે.
યજ્ઞ કરનાર ઘીના ડબ્બા હજારો હોમાતા હોય છે,
દલીતોના પેટ પર પાટુ મારવાનું કામ કરતા હોય છે.
મોતની મજાક ઉડાવી લાશપર આંખ આડા કાન કરતા હોયછે,
“દીપ” રાખજે કાળજું કઠણ ,દુનિયા સાવ નઠારી હોયછે.
હસતો રહ્યો
વષૌ લગી કારણ વિના અંધાર પર હસતો રહ્યો,
મહેંકતી આંખે સજેલી ધાર પર હાસતો રહ્યો.
વિશ્વના આ રૂપ-ચક્રો કેટલું હાંફ્યા કરે ,
કોને કહું? આધારહીન આધાર પર હસતો રહ્યો.
માગૅમાં અમથા મળેલા ગમ હજીયે યાદ છે,
ખાલી મળેલા સ્મિત મહીંના ખાર પર હસતો રહ્યો.
પાંખ છું પણ ભીંતના કો’ ભારથી સ્વરતો રહ્યો,
જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો.
કોઈ બિચારી !!
કોઈ બિચારી લાજની મારી કાયમ કામે જઈ,
વહેલી પરોઢે ઝોલા ખાતી રોટલા ઘડતી જાય.
કોઈ બિચારી..
બે વરસનું બાળ છે એનું કેડે ઘાલતી જાય ,
કોઈ બિચારી..
ચીંથરે હાલછે ચુંદડી એની અંગે વિટતી જાય,
કોઈ બિચારી ..
દિનછે એને બાળ આવવાના તોયે કામે જાય,
કોઈ બિચારી..
હિંદની નારી લાજની મારી તગારા ઝીલતી જાય,
કોઈ બિચારી ..
ખરે બપોરે થાકી પાકી રોટલો મરચું ખાય,
કોઈ બિચારી..
ઉંચે, ઉંચે મે’લ ચણવાને ટેકે ચડતી જાય,
કોઈ બિચારી..
ટેકે , ટેકે ઉંચે ચડતા પાલવ ભરાતો જાય,
કોઈ બિચારી..
નીચે પડતો દેહજ એનો પ્રાણજ મુકતો જાય ,
કોઈ બિચારી..
હિંદની નારી લાજની મારી બે જીવન મુકતી જાય,
કોઈ બિચારી …
આજ વતન ને યાદ કરીયે.
દૂર બેઠા દશૅન કરીયે, આજ વતનને યાદ કરીયે
ભલે રહ્યા દૂર વતન થી , મા !અમે સંતાન તમારા.
આજ વતનને યાદ કરીયે…
સરહદ અમારી સલામત રહે ,પ્યારું છે વતન અમારૂ,
ભેદ-ભાવ ભુલી બધા ચાલો દેશનું જતન કરી યે.
આજ વતન ને યાદ કરીયે.
ધમૅ-કમૅ છે દેશ-ભક્તિમાં, બાકી રહે દૂર ગગનમાં,
જગમાં રહે ” ભારત ” નામ મોખરે,
આજ વતનને યાદ કરીયે.
હાકલ દેજે, મા તું જો મુશ્કીલ માં,
હાજર થાશું મા તારા ચરણ માં,
આજ વતન ને યાદ કરીયે.
( મા-ભોમ ખાતીર)
આવી છે !!
તમારા પગરવ પાછળ , સરિતા સરકતી આવી છે,
જરુર આજ સાગરમાં ભવ્ય ભરતી આવી છે.
માથે મઢુલી , ઝણ, ઝણતી જાજરીના સોગંદ ,
રમીલે રાસ રાધે, એવી માઝમ રાત આવી છે.
વરસ કેટલા વીતી ગયા, એકલા આ મઢુલી માં,
ચાખવા એઠા બોર, રામ-લખણની જોડી આવી છે.
કેવી દોટ મુકી, પ્રિતમનો પગરવ સાંભળી ને ,
મીલન માણવા આ મધુરી મધરાત આવી છે.
પી ગઈ મીરા ઝેર ઘોળી , મોહનનું નામ લઈને
જી-ભર મળીલે ઘનશ્યામને એવી સુંદર ઘડી આવી છે.
ઊલ્ટી ગંગા
બાળ સમજી એ તો હંમેશ નિકટ સૌ ને રાખેછે,
સંસારમાં કેમ સૌ નફરત ની નજર રાખેછે.
સારું કરજે સૌનું આ જગતમાં જનમ લઈ ને,
કેમ અહીં સૌ સંસારી પીઠમાં ખંજર રાખે છે ?
નમી ને ચાલવું એવી નીતી ની શિક્ષા આપી છે,
અભિમાન છે આદર એવી ઊલ્ટી ગંગા રાખે છે.
જીવન સફળતા નો ઉપદેશ છે પવિત્ર ગંગામાં,
જગત આખુ અહીં યુધ્ધની ખુમારી રાખે છે.
ક્લ્યાણ કરી સૌનું , સારું ભાતું ભરી ને જજે,
કોણ જાણે કેમ અહીં સૌ હિટ્લરની નીતી રાખે છે.
કોણ છે ?
નિત મારી શૈયા સજાવી, વ્હાલ થી પોઢાવનાર કોણ છે ?
ઉષાના રંગીન વસ્ત્રો સજી,સુંવાળો સ્પશૅ કરનાર કોણ છે ?
ભટકતો એકલો હું , આસું સારતો આ વેરાન નગરી માં,
સ્નેહ શણગાર સજી , મારા આસુંને પોંછનાર કોણ છે?
કેટલી આશા અરમાન સાથે, મારું મન ભટકતું હતું,
સુખ સાગર થી ભરી દેનાર , આ દયાની દેવી કોણ છ ?
કિનારો શોધવા, મધ દરિયે તોફાન માં હું તડફતો હતો ,
પ્રેમ થી હાથ જાલી, કિનારે લાવનાર સુંદરી કોણ છે ?
રાહમાં એવા તો ઘણાં મળ્યા,ઘડી સંગાથ આપીચાલ્યા ગયા,
જુવો જીવનભર સુખ-દુઃખ નો સહારો દેનાર કોણ છે ?
આવા આસુંના આંધણ ના હોય !
આવા આસુંના આંધણ ના હોય ,
મોતના માટલા ભરી,
રજળતા કરી દીધા રજ મહીં,
આવી ખોટી ખુમારીના ખેલ ના હોય .
ધમૅનું નામ દઈ,બદનામ એને ના કરો,
હજારો માનવી બે-મોત મરી ગયા,
આવી મોતની મજા ના હોય !
વિનાશ કાળે વિપરીત બુધ્ધી,
દાનવ બની ભરખી ગયા,
બુધ્ધીનું આવું દેવાળું ના હોય્.
કેમ માનવી માનવ મટી,
દ્રુશ્ટ કાયૅ કરે ?
કોણ સમજાવે એને ?
આવી લોહીની નદી આ જગતમાં ના હોય !
૯/૧૧(૦૯-૧૧-૨૦૦૧માં બનેલી ધટના પર આધારિત )
એક યાચના !!
દલીત છું, લાચાર છું,
ભટકુ છું ઘર,ઘર ભીખારી બની.
ના રોટલો , ના ઓટલો ,
પથારી મારી ધરતી પર,
નીંદર ક્યાં આવે,
ભુખ્યો સુવ છું.
દયાળું છે, દયા કર,
એક નજર મારી પર કર ,
અન્નકુટથી ભરેલું પેટ તારુ,
મે’રબાની થોડી મારા પર કર .
છે અન્નદાતા
વસે સ્વગૅમાં તું
એકાદ બરફીનું બટકું,
મારી તરફ ફેક !!
કહેશો નહી
ગાંધીએ વાવેલ વ્રુક્ષો ; મેં નિહાળ્યા ઝૂંલતા ,
એમના વાવેલ શબ્દો ; આંખ સામે ઊગતા .
અમ યાદ છે તકલાદી ; એવું આળ કો દેશો નહીં,
ગાંધી અહીં જન્મ્યો નથી ; એવું કદી કહેશો નહીં.
વેશ વાણી વતૅને ; હસતી હતી જે સાદગી,
રમતી રહી આજ પણ્ કયાંક સંતો સંગ શી.
આંધી ઓ છો ઊમટે ; ને અંધતા આભે અડે,
સત્યની પદ પંકતી ને; ના કોઈ વંટોળો નડે.
ભારતીના હૃદય કુંજે ; ઝુલતો છાનો રહીં,
ગાંધી અહી જન્મ્યો નથી ; અવું કદી કહેશો નહીં.
હા, એ ગયા !
હા, એતો ગયા, ત્રીજો હતો ને!( હાટૅ એટેક ),
ગઈ કાલે તો મળેલો ,
હું તો એક કલાક પહેલાજ !
બિચારા બહુ ભલા !!
ફૂયુનરલ ક્યારે ?
ત્રણ દિવસ પછીજ તો !!
ફેમીલીને વાંધો નહીં આવે ! વિમો હ્તોને!!
બિચારા એતો કશું ભોગવી ના શક્યા !!
એમનો ફોટો? વોલગ્રીનમાં એકજ કલાકમાં!!
ના ના !! કમ્પુટરમાં ફ્રી !!
મહારાજ ? એની શી જરુર? ખોટા ખર્ચ !!!
લાકડાની પેટી ? ના ના!!
કાર્ડ બોડૅ બોક્ષ ,હલકું, ખર્ચ ઓછો !!
ઊંચકવામાં સારું પડે!!
હા, યાર થોડું જ્લ્દી કરેતો સારું!!
બોલવામાં બહુ સમય લે છે !!
જોબ પરથી આવ્યો છું!!
“ક્રીમેશનમાં જોડાવાના?” ના ના!!
મોડું થાય ને બોસ લડી નાખે !!
માનવ દેહની આખરી વિદાય !!!
આવીજ દોડ ધામ !!ક્યાં સમય ? કયાં લાગણી ?
“દીપ ” દુનિયાનો રંગ જોઈલે !!
ચુપ ચાપ છેલ્લી વિદાય લઈ લે !!!
મોજા
સમુંદરના સાથી બની, પાણીમાં પ્રલય જગાવતા આ મોજા,
કિનારે બેઠેલી કન્યાની કોરી સાડી ભીંજાવતા આ મોજા.
નાવિકની નાવને દરીયાની પહેલી પાર પહોચાડતા આ મોજા,
મરજીવાને મધ દરીયે મોતની ઘાટ પહોચાડતા આ મોજા.
ચાંદ રાતે પાગલ બની, પ્રણય ઘેલા થઈ જાતા આ મોજા,
અમાસ રાતે આંસુ સારી , વિરહ વેદના સહેતા આ મોજા.
જીવતા જીવનેજ ઊંડા સાગર ની ગહેરાઈમાં ડુબાડતા આ મોજા,
મરેલા માનવીના દેહને કિનારા બહાર અફળાવતા આ મોજા.
ગીત જાગે છે
ધમ ધમતી ધરતી પર,સરકતી સરિતાના નીર ધીંગા-મસ્તી કરતા હોય્,
ખેતરના ખોળામાં લીલોછમ પાક લહેરાતો હોય્,
ત્યારેજ કવિઓમાં કોઈ ગીત જાગેછે.
ચમકતી ચાંદની ચુંદડી પે’રી,લહેરાતા સાગરને લોભાવતી હોય્,
મોજાની મદ મસ્તી સાથે રેતી રણજણતી હોય,
ત્યારેજ કવિઓમાં કોઈ ગીત જાગેછે.
વસંતી વાયરા કોયલનું કુંજન લઈ, પ્રેમીઓને પાગલ કરતા હોય્,
કળીઓની મહેંકમાં યૌવનની અધીરાઈ હોય,
ત્યારેજ કવિઓમાં કોઈ ગીત જાગેછે.
શિખરોના શંખનાદ ટાણે, સૂરજ સંધ્યાને સોડમાં લઈ ઢળતો હોય,
પંખીડાઓ ગીત-ગાતા ,વ્રુક્ષમાં વિસામો લેતા હોય,
ત્યારેજ કવિઓમાં કોઈ ગીત જાગેછે.
વરસાદ વરસી-વરસી થાકે ને સૂરજ કિરણ ડોકીયા કરતું હોય,
નવરંગ વસ્ત્રપે’રી મેઘ-ધનુષ મન મુકી મહાલતો હોય,
ત્યારેજ કવિઓમાં કોઈ ગીત જાગે છે.
પારણે બાળ ઝુલતું ને મા મધુર, મધુર ગીત ગાતી હોય,
પ્રભુ મળવાની આશ લઈ ઘડપણ ગોથા ખાતું હોય,
ત્યારેજ કવિઓમાં કોઈ ગીત જાગે છે.
તારા ગયા પછી !!
હતી બંધ મુઠીમાં આબરુ , ફેલાઈ ગઈ ગામને ચોરે તારા ગયા પછી,
હતો સંપ સૌ માં, બાજી-મર્યા સૌ સંતાનો તારા ગયા પછી.
ઘણું હતું, શું લઈ ગયો, તસ્વીર પણ તારી ધુળ ખાઈ છે આજે,
નામ્-ઠામ સઘળું ભુસાઈ ગયું , બસ તારા ગયા પછી .
કરી કંજુસાઈ તે , પામી શક્યો કે ના માણી શક્યો સુખની કોઇ પળ્,
ફૂંકી મારી સારી મિલકત તારીજ પેઢીએ , તારા ગયા પછી.
“દીપ” શીદ ને ચિંતા કરે,શું થશે મારા લખેલા પુસ્તકોનું ?
ધુળ ખાસે કે જશે પસ્તીમાં, તારે શું ? તારા ગયા પછી.
કોણે કહ્યું ?
કોણે કહ્યું કે રાવણ મર્યો છે ,
યુગ યુગમાં પળ પળમાં જીવ્યો છે.
શ્વાસે શ્વાસમાં એ રહ્યો છે,
હર માનવીના મનમાં રહ્યો છે.
કણે કણમાં એ જીવ્યો છે,
આકાશે ઊડતો ફર્યોછે.
વિનાશ ની હળ પળમાં રહ્યો છે,
પ્રલયની પાંખ ફફડાવતો રહ્યો છે.
કાળચક્ર સામે જજુમ્યો છે,
માયાવી હરપળમાં છુપાયો છે.
શુદશૅન ચક્રની કયાછે પરવા ?
છે એ દ્રુષ્ઠ દાનવ ” દીપ”.
આજના અણું યુગમાં જીવ્યો છે.
કોણે કહ્યું કે રાવણ મર્યો છે ?