ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સાંપડે…

 

યક્ષ વિરહીને ય કોઈ દૂત વાંદળ સાંપડે,
એમ મરિયમનો મને આ રિકત કાગળ સાંપડે.

રાત આખી થર્થરે છે પીતવર્ણા પાંદડા,
ફૂલપાંદડીએ પરોઢે સ્હેજ ઝાંકળ સાંપડે.

આભઊંચા કો’ક કિલ્લે તોપ થઈ ઝૂર્યા કરું,
ને સમયના મ્હેલની તો બંધ સાંકળ સાંપડે.

ઉંબરો ડુંગર થયો ને માંડવો પણ કંપતો,
સાવ કોરી આંખને પણ આજ ખળખળ સાંપડે.

સાદ દઈને દૂરથી આકાશ તો ઊભું રહે,
કોઈ ઝીણી ચાંચમાં પણ કાશ અંજળ સાંપડે.

એકસરીખું દ્ર્શ્ય જોયું મેં ફરીથી ચર્ચમાં-
ક્રોસ પર લટકી રહેલી એક અટકળ સાંપડે.

-હાર્દિક વ્યાસ

June 17, 2008 Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 1 Comment

Happy Father’s Day !

 એ લડતા,વઢતા થોડી ટપલી મારતા,
       બીજા કાંઈ પણ કહે તો એમને એ લડતા,
બસ છોકરાને  સીધો રસ્તો બતાવતા.
 

લડાતા-જગડતા, મા ને સતાવતા,
       બાળ સહજ શેરીઓ ગજાવતા,
બસ  આંખ કાઢી ઈશારે  દબડાવતા.

મોડી રાત લગી  ગણિત શિખવાડતા,
       કક્કો-બારખડી નાનપણમાં  ગોખાવતા,
વહેલી પરોઢે એ સૌથી પહેલાં જાગતાં.

કુટુંબનો  બોઝ બસ એ એકલાં ઉપાડતાં,
       મા ની સંભાળ,ખૂબ ખૂબ રાખતાં,
ભોળા ભગવાન એ હસતો ચહેરો રાખતા.

કર્મવીર,ધર્મવીર, સાદુ જવન જીવતાં,
      ધર્મ બજાવી  લીલી વાડી ગયા મૂકતા
પુરૂષાર્થ આપનો, દિકરા મીઠા ફળ ચાખતા.

ઋણાનું બંધન, દિકરા કેમ કરી ચુકવતા?
    કદી ન કરી પરવા,નર્સિંગ-હોમ મુકતા.
આશિષ દેતા ગયા, છેલ્લો શ્વાસ છોડતા.

નમો હરદમ નમો, એ પ્યારા પિતા જીવતા,
    શીખો કઈ શીખો,એમના જેવું જીવતા,
મર્યા પછીની ફોગટ પોક,ન કરો નનામી ઉઠાવતા.

 
    

 

June 14, 2008 Posted by વિશ્વદીપ બારડ | સ્વરચિત રચના | | 1 Comment

કિરણ ચૌહાણ -બે સુંદર કાવ્યો..

છળ                                                  બાંકડે
                         
શૂન્ય  પળ                                       કંઈ  જડે
મારું   સળ                                       કંઈ  નડે

મારું બળ                                        તું  રડે
શબ્દ  દળ                                     પરવડે?

જળનું છળ                                    હું ખતમ
આ વમળ                                    ‘ હું’ વડે

મન વિકળ?                               તન ને  મન
આવ મળ                                  બહુ  લડે

તુજ  નયન                                વૃધ્ધ  મન
રમ્ય  સ્થળ                                 બાંકડે.

-કિરણ ચૌહાણ

          

June 13, 2008 Posted by વિશ્વદીપ બારડ | મને ગમતી કવિતા | | 4 Comments

કબર બાંધો નહીં….

આશ    એની     ઉમ્રભર   બાંધો       નહીં,
રેતના    રણ    માંહે    ઘર  બાંધો     નહી.

આપ      શણગારો     અમારી    જિંદગાની,
નિત       નોખાં        નગર    બાંધો  નહીં.

લાજ    લૂટો      મા!   તમે        એકાંતની.
મુજ       ક્બર   પાસે  કબર   બાંધો    નહીં.

ત્યાંય      સળગાવી  છે   એણે   એ   દોઝકો,
આપ      મરવા  પર   કમર     બાંધો  નહીં.

અમને     છોડી      દો  અમારા   હાલ   પર,
આપ      આવીને    નજર     બાંધો    નહીં.

ક્યાંક        સૂરજને        કમોતે     મારશો,
ઓ  ‘જલન’  છોડો    સહર    બાંધો    નહી.

-જલન  માતરી

June 12, 2008 Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 1 Comment

વિપાશાના બે સુંદર કાવ્યો.

વિપાશા-(૧૧-૦૪-૧૯૭૧) અમેરિકામાં જન્મ. અદભુત સંકલ્પશક્તિ.જન્મજાત રોગનો મુકાબલો કરીને પણ પીએચ ડીની ડિગ્રી પ્રાપ્ત કરી. કાવ્ય સંગ્રહ ” ઉપટેલા રંગોથી રિસાયેલા ભીંતો’ દિલ્હી સાહિત્ય  અકાદમીનું પ્રકાશન. મનોબળ સામે કોઈ પણા વિપરીત પરિસ્થિતિ ટકી  શકતી નથી એનું વિપાશા જીવતું, જાગતું ઉજ્જવલ  ઉઅદારણ..ચાલો એમના  બે સુંદર કાવ્યો માણીયે.

************************************************************************************************************

             (૧)  
અજંપો
મારા મનમાં એક ખાંચરામાં
સરકતો સરકતો
ક્યાંકથી  આવી પડ્યો છે.
ખબર નથી  ક્યાંથી?
કે પછી હું જ સરી ગઈ છું
એના એક ખૂણામાં?

          (૨)

મેં
મારી કીકીઓને  ડોળામાંથી કાઢીને
આંગળીમા  ચોંટાડી દીધી’તી, ટેમ્પરરિલી

ને  હવે
જ્યારે
હું એમને મૂળ જગ્યાએ મૂકવાનો
પ્રયત્ન કરું
ત્યારે
ના - ના એવો અવાજ આવે.

કદાચ ડોળાનો ઈગો ઘવાયો  હોય
કે પછી
કીકી મોટી  થઈ ગઈ  હોય.

 

June 11, 2008 Posted by વિશ્વદીપ બારડ | મને ગમતી કવિતા | | 3 Comments

સુંદર ગઝલ…

ફૂલ   છું  સુંઘો    મને
પર્સમાં     મૂકો   મને

ત્યાં નહીં તો ત્યાં પછી
ક્યાંક તો મળજો  મને

મેં  કશું પૂછ્યું  છે ક્યાં
ના, દિલાસો દો  મને

આમ ના સમજો  ભલે
આમ તો સમજો  મને

છો વચન પાળો નહીં
હાથ તો આપો   મને.

-કૈલાશ પંડિત

June 10, 2008 Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 1 Comment

એકલાં લૂંટાઈ જઈએ!

કોને  કહી  શકીએ  જો   એકલાં  લૂંટાઈ   જઈએ?
            કોઈની  જાળમાં   કદાચ ઓ ફસાઈ જઈએ!

ક્યાંથી    નભે      વિરોધ, રોષ   એક    છાંયડામાં?
            મનાવે    કોણ કોણ ફરી જો રિસાઈ  જઈએ?

હવાલો   થઈ     ગયા   પછી    હૈયાની    આરઝુને,
            શાને  પરાઈ   નિંદમાં નાહક તણાઈ  જઈએ?

પોતાનો   હક  તણો  અમૂલ્ય  લાભ    ખાટી     લેતાં,
            કેવું  ખરાબ  લાગે જો અમથાં ચિઢાઈ  જઈએ?

પ્રભૂ    આશરે     મળેલ     સાથીદારને      તજીને,
             બીજાને   ખોળીને  વધારે  શું કમાઈ  જઈએ?

નિજ   યોગ્ય    સૌમ્યના  પતીલ    બાહુપાશમાં  રહે,
             ખોવાઈ  ન જઈ એ  તો બેવડાં ઠગાઈ  જઈએ.

-પતીલ

 

 

June 9, 2008 Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | No Comments

વૃદ્ધાવસ્થા..

ઝાંખા થતા ચહેરાઓની નજીક લાવી હથેળીથી પામવાના.

હોઠોના ફાફડાટથી  લય પામી  ગીતોને  માણવાનાં.

મન મૂકીને કરેલી  વાતોને  લવારો ગણે તે પહેલા
સ્નેહીઓને આપણા  ભારથી  હળવા  રાખવાના.

ચાર દીવાલોમાં આકાશ પામી
ખોડંગાતા  ખોડંગાતા  ફરસ  ઉપર
વગડા ખૂંધાનો  આનંદ  લૂંટવાનો.

મિત્રોના પીળા પડી ગયેલા ફોટાના  આલબમને
ધ્રૂજતે  હાથે  લઈ-પાછા મૂકી  દેવાના
સ્મૃતિના  ભંડારમાં  સાચવી  રાખેલું  ખોબોક જળ
ટીપે ટીપે-ફરી ફરી પી
ફરી ફરી પી
સમયને બહેલાવવાનો.

ખોબોળ જળ…
વૈતરણી  નદી…

-વિપીન પરીખ

 

 

 

 

 

 

 

 

 

 

 

June 7, 2008 Posted by વિશ્વદીપ બારડ | મને ગમતી કવિતા | | 4 Comments

“પ્રેમ..”

 

લવ  કરવા માટે કૂદવું પડે અને ગોઠણ છોલાય ત્યારે ઊર્દૂની ઈશ્કિયા શાયરી કામ  આવતી નથી. પાનવાળાની દુકાને ઉભા  રહી ને આદમકદ આયનામાં  જોઈને વાળ ઓળતા  ગોરાચિટ્ટા સુંવાળા નવરાવો માટે ઉર્દૂના શેર ચરકતા  રહેવું  ઠીક છે , બાકી લવ એ જૂદી ચેલેન્જ છે. એમાં થોડાં મર્દ બનવું  પડે છે!

ગુજરાતી પુરૂષ બિચારો પ્રેમ  કરે પણ સામાન્ય દ્વિપગી  જવાન મનુષ્ય બાથરૂમની બહાર નિકળીને પણા ગાવું . ગુનગુનાવું ચાલું  રાખે તો સમજવું કે એ રોમાં કિત  અવસ્થામાં છે. આજ કાલની પેઢીને જુમ્મા…ચુમ્માની હ્ર્દયવિદારક ચીસો પાડવી પડે છે.૭૦ એમ. એમ.માં ભુસકા મારવા પડે છે. પ્રેમ એ  સરકસના  અંગ કસરતના ખેલ કરવા જેવો એક કઠિન વ્યાયમ બની  ગયો છે.

મારે માટે પ્રેમ દૈહિક છે, મૈત્રી બૌદ્ધિક છે.

પ્રેમ શબ્દ અમૂર્ત છે. પ્રેમ શબ્દ સંસ્ક્રુત શબ્દકોશો માં”પ્રેમન્ રૂપે અપાયો છે.

દરેક સ્ત્રી પ્રેમ કરવા લાયક હોતી નથી અને સૌથી મોટી ટ્રેજડી “Not to love ”નથી પણ”Not to be loved “ છે.. આપણે કોઈને પ્રેમ ન કરીયે એ ટ્રેજડી નથી. કોઈ  આપણને પ્રેમ કરતું નથી એ ટ્રેજડી છે.

પ્રેમ કરતાં કરતાં કોઈ દિવસ કોઈને  શરદી  લાગતી નથી.

જે  પ્રેમમાં નિષ્ફળ  જાય છે એ જુગારમાં સફળ થાય છે…અને જે જુગારમાં પૈસા  ખૂવે છે એ પ્રેમમાં જીતી જાય છે.

પ્રેમ થવો એ તડકો જોવા જેવું કામ છે, તડાકો જોવાની ક્રિયાને વૈજ્ઞાનિક રીતે સમજાવી અઘરી પડે , પણ આંધળો માણસ પણ બંધ આંખોથી સમજી શકે કે તડકો ખૂલી ગયો છે.

-ચંદ્રકાંત બક્ષી

June 6, 2008 Posted by વિશ્વદીપ બારડ | ગમતી વાતો | | 7 Comments

સિકદંર લાગું..

આમ    તમને   હું   ભલે  પ્રેમનો   શાયર  લાગું,
દર્દ  સરખાવીને    દેખો    તો    પયંબર    લાગું.

કોઈને   કામ    ન   આવે   તો  એ વૈભવ  કેવો?
ચાહું    છું  મોતી   લૂંટાવીને      સમદંર   લાગું.

ફૂલ    હોવાની  ખૂમારી     છે   મજાની    મિત્રો,
દિન   ખૂદા  એવા   ન  લાવે કે  હું પથ્થર  લાગું.

બંધ    મુઠ્ઠીને   એ    પોરસ    કે  ફકીરી   સારી,
ખૂલ્લા    હાથોને   ધખારો    કે     સિકદંર  લાગું.

ઓશ  લેવી  પડે પથ્થરની, મને   માન્ય  નથી,
શૂન્ય  છું, ઠીક   છું , ઈશ્ક  નથી  ઈશ્વર  લાગું.  

-શૂન્ય  પાલનપૂરી

 

June 5, 2008 Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 3 Comments

જોયા કરું…

ભવનો    તરસ્યો    હું     ઠગારાં   વાદળાં    જોયા  કરું,
આંખડી     લ્હોયા    કરું   ને   ઝાંઝવાં       જોયા    કરું.

આવશે  તો     એકદિ’    એની    નજરમાં    આ   દશા,
આંધળો      વિશ્વાસ    એની     આંખમાં      જોયા  કરું.

કોણ    જાણે     ચિરપરિચિત   હોય   જખ્મો   એ  બધા,
હું      સિતારાઓ    ગણીને      આસમાં     જોયા   કરું.

જિંદગીમાં     દર્દનો      આવો      નશો   કાયમ    રહે,
જે    મળે    છે  ભાનમાં      બેભાનમાં     જોયા     કરું.

દુર્દશા     તો    થાય     છે     બન્ને   જણાંની  શું  કરે?
એ, મને     જુએ  અને    હું    ખ્વાબમાં   જોયા    કરું.

રાહ     મારી    આપ   સામા  તટ  ઉપર   જોતાં   હશે,
એ    ખયાલોમાં     તમોને     ક્યારના      જોયા   કરું.

શાપ    પણ    કૈં     કેટલી    વેળા    બને  અશીર્વચન,
આપના      જુલ્મોમહીં    હું     તો    વફા    જોયા  કરું.

મુજને   તો  એની  દશાનો   ખ્યાલ    છે  ‘મેહુલ’  ઘણો,
એટલે     દિનરાત     એને      ધ્યાનમાં    જોયા    કરું.

-સુરેન ઠાકર -મેહુલ’

June 4, 2008 Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 5 Comments

અમેરીકામાં ભિખારી ની પણ એક અદા હોય છે!!

“જો તમે મને  એક ડોલર  આપો તો ..   તમારા મનમાં જેટલી ગાળો હોય તેટલી આપો..પણ શરત એટલી એક ડૉલર આપો”.. વાહ !પેટમાં  આગ લાગે..તમારી ગાળ પણ ઘણી વ્હાલી લાગે!!

***************************************************************************************************

ભિખારી રહ્યા છતાં પ્રમાણિકતા નથી છોડી. આજ ના આ સત્યવાદી હરિચંદ્ર કહે છે કે જૂઠ શામાટે બોલું?
દારૂની આદત છે..ભૂખ  સહન કરીશ પણ દારૂ વગર રહેવાતું નથી.. માત્ર દારૂ માટે પૈસાની જરૂર છે..

**************************************************************************************************

 

બિચારા  આ ભિખારી સાહેબની બૈરી ને કોઈ  અપહરણ કરી ગયું..!  બૈરીને સમજાવવા કે પછી અપહરણ કરનાર પાસે થી છાડવવા..માત્ર  $૦.૯૮ સેન્ટની જ  જરુરત છે..આપની પાસે હોય તો આ લાટ-સાહેબ ને આપશો?

*************************************************************************************

લ્યો આ ભિખારી-સાહેબ ગરીબ છે   પણ કોઈ અમીર-પૈસાદાર સ્ત્રી મળી જાય..તોજ આ ગરીબી  ભાગી જાય!! કોઈ લક્ષ્મીદેવી દ્વાર ખખડાવે!!તો રંકમાંથી રાજા બની જવાય!

**********************************************************************************************

 

 

 

May 17, 2008 Posted by વિશ્વદીપ બારડ | ગમતી વાતો | | 5 Comments

શું કરું?


મારી કોઈ હસ્તી હશે નહી કાલે!
વિચારનો બોજ લઈ શું કરું?
સતાવે છે રોજ રોજ કેવા વિચારો!
મરણનો બોજ  લઈ શું કરું?

May 15, 2008 Posted by વિશ્વદીપ બારડ | સ્વરચિત રચના | | 8 Comments

મને કોણ મનાવે?- મરીઝ

એવો  કોઈ  દિલદાર  જગતમાં  નજર   આવે,
આપી   દે     મદદ    ન    લાચાર   બનાવે.

હમદર્દ  બની  જાય   જરા    સાથમાં    આવે,
આ   શું    બધા     દૂરથી    રસ્તા    બતાવે.

એ સૌથી   વધુ    ઉચ્ચ  તબક્કો છે  મિલનનો,
કહેવાનું  ઘણું   હો  ને  કશું  યાદ   ન   આવે.

છે  મારી  મુસીબતનું  ‘મરીઝ’એક આ કારણ,
હું   મુજથી   રૂઠેલો  છું    મને   કોણ  મનાવે?

May 14, 2008 Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 6 Comments

હું જો ન હસું..

હું   જો   ન હસું  તો   પછી  હસવાનું   મુકદર,
વરસાદની   પ્હેલાં જે   પડ્યું  મારું  હતું   ઘર.

જીવનનું  ગણિત  શૂન્ય  ઉપર  થૈ  ગયું    પુરું,
હું    થોડું  હસ્યો  થોડું  રડ્યો થૈ ગયું    સરભર.

સપનાની      ગલીમાં  તો  ફર્યા  રજકૂંવર  થૈ,
જાગ્યા  તો   જાણ્યું    હતા  મ્હોતાજ   સિંકદર.

મૃગજલની  સભામાં  અમે  ઝરણાની કરી વાત,
સળગી    ગયા    એ  સાંભળી    દૂર  સંમદર.

ચાલ્યા  છો  તમે   હાથમાં  છત્રી  લઈ આદમ,
વર્ષામાં   કર્યો     છે  તમે   વર્ષાનો  અનાદર.

-શેખાદમ  આબુવાલા

May 13, 2008 Posted by વિશ્વદીપ બારડ | Uncategorized | | 3 Comments