મુંબઈ ના દરિયાની માછલીનું ગીત
મુંબઈથી મોટો છે મૂબઈનો દરિયો
ને દરિયાના પેટમાં ખૂંચે છે માછલી;
જાણે ના કોઈ વાત મુંબઈમા આટલી;
કે દરિયાના પેટમાં ખૂંચે છે માછલી.
ખરતી જાય રેત ને ફૂંકાતા વાયરે
આવે રોજ મોજાં વસમાં,
છતાં એ પરપોટા પહેરીને ફરતી ને
આપો તોય પહેરેના ચશ્માં;
શ્રીફળના નામે લઈ ભમે એ કાછલી
ને દરિયાના પેટમાં ખૂંચે છે માછલી;
જાણે ના કોઈ વાત મુંબઈમાં આટલી;
કે શ્રીફળના નામે છે ખાલીખમ કાછલી.
કોડી કે છીપલાંથી ખાડો એ પૂરે ને
મોતી થઈ નીકતી મ્હાલવા;
ખડક પર ખડકને ખડકતી જાય ને
મથે રોજ આકાશને ઝાલવા;
ને થાકી ને જંપે છે સ્હેજ રાત પાછલી
જાણે ના કોઈ વાત મુંબઈ માં આટલી
કે મુંબઈથી મોટો એ મુંબઈનો દરિયો
ને દરિયાના પેટમાં ખૂચે છે માછલી.
-જીવણ ઠાકોર (”આગળાંનાં આંસુ”કાવ્યસંગ્રહ)
અદભુત કલા-કારીગરી..
આશા છે કે આપ સૌને જરૂર ગમશે!! નીચેની લીન્ક ઉપર ક્લિક કરો
doublevision_1.pps ( After open this site then click on picture)
વિચાર -માળાનાં મોતી
સદગ્રહસ્થ તરીકે જન્મવું તે અક અક્સ્માત છે. સદગ્રહસ્થ તરીકે મરવું તે એક સિધ્ધી.
*******************************************************
કોઈ મહાન અને ઉદાત્ત સિધ્ધિ મેળવવા માટે હું તલસું છું, પરંતુ મારી પહેલી ફરજ તો નાનાં નાનાં કામ પણ એવી રીતે કરવાની છે કે જાણે એ જ મહાન ને ઉદાત્ત હોય.
*********************************************************
હિંમત એનું નામ કે માણસ ઊભો થઈ ને પોતાની વાત સંભળાવી દે ; હિંમત એનું નામ કે માણસ બેસી ને બીજાની વાત સાંભળે.
**********************************************************
માણસની આકરામાં આકરી મુસીબતો ત્યારે શરૂ થાય છે- જ્યારે એ પોતે મનફાવે તેમ વર્તી શકે એમ હોય છે.
સાભાર સાથે “વિચાર-માળાનાં મોતી “
હસો અને હસાવો!!
વિષ્નું-ભગવાન-લક્ષ્મીદેવીનું અમેરિકામાં વેકેશન!!
*********************************************
વિષ્નું - ભગવાને લક્ષ્મીદેવી ને કહ્યું “દેવી આ વખતે આપણે વેકેશનમાં ભારતમાં ફરવા જઈએ તો લક્ષ્મીદેવી બોલ્યા”સ્વામી આ વખતે મારો વિચાર અમેરિકા જવાનૉ છે, સાંભળ્યું છે કે ત્યાં દશૅન-અભિલાષી ભક્તોની મંદીરોમાં બહું જ ભીંડ લાગતી હોય છે..મારે એ ભકતોને જેવા છે” ..દેવી!ડુંગર દૂરથી રળીયામણા” ના પણ મારે તો ત્યાં જ જાવું છે” સ્ત્રી હઠ પાસે ભગવાનને પણ નમવું પડ્યું!..હ્યુસ્ટાન(ટેક્ષાસ) માં આવ્યા..મંદીરમાં મોટો ઉત્સવ ચાલતો હતો.. શરૂઆતમાં ૧૦૦ જેટ્લા ભક્તો , મોટા ભાગના સીનિયર સીટિજન હતા, અર્ધા-ભાગના ઉંઘતા હતા..ભારત થી પધારેલ ગુરૂજી ઉપદેશ સાથે પોતાના ધમૅના વાડાનું મંદીર માટે ડૉનેશન પણ માંગી રહ્યાં હતાં!! આરતીનો સમય થવા આવ્યો..૨૦૦ ભક્તો આવી ગયા!! અને પછી પ્રસાદ-ભોજન હતું..જેવી આરતી પુરી થાય એ પહેલા પ્રસાદ-ભોજનમાં ૫૦૦ ભક્તજનો લાઈનમાં ઉભા રહી ગયા હતા અને બીજા ૫૦૦ ભકતજનો પાર્કિંગ-લૉટ માંથી અંદર આવવા રાહ જોઈ રહ્યાં હતા !!લક્ષ્મીદેવી તો જોઈજ રહ્યાં!!પ્રભુ! આ ભોજન સમયે આટલા બધા ૧૦૦૦ ભક્તજનો!! ક્યાં થી ઉભરાય આવ્યાં? દેવી! મે આપને કહ્યું હતું કે ડુંગર દૂરથી રળિયામણા! અહિં પણ.. દેવી! પ્રસાદિયા ભક્તોની સંખ્યા વધારે છે!! ચાલો હું તમને પેલા ટોળામાં ચાલતી વાતો સંભળાવું.. ટોળામાંથી આવતી વાતો લક્ષ્મીદેવી સાંભવા લાગ્યાં..” દોસ્ત ! આજે ખાવાનું બહું મસ્ત બન્યું છે.. મને તો કચોરી બહું ભાવી..યાર હું તો થોડા ખમણ પ્રસાદ તરીકે ઘેર લઈ જવા માંગુ છૂ..આવતા વીક-એન્ડમાં એક મિત્રને જમવા બોલાવ્યો છે તો તેમાં ચાલશે!!તું તો ખરો છે!!..શું ખરો છે? તારી ભાભી એ ૧૧ ડોલરનું ડોનેશને આપ્યું છે!! મફતમાં થોડું છે? હા યાર પેલા મફતભાઈ!! વીકેન્ડમાં કોઈ દી એની બૈરી રસોઈ જ નથી બનાવતી!! એ વળી કેમ ? . શની-રવી કોઈ ને કોઈ મંદીરમાં કંઈક પ્રોગામ ચાલતો જ હોય!! ને સાથો-સાથ ભોજન પણ હોય!!..હા! મફતલાલના ઘરમાં સાસુ-સસરા સાથે છ જણા છે!!તો વળી શું … જમવાના સમયે ઘરના બધા મંદીરે પહોંચી જાય..હેઈ!! જમવામાં પણ બત્રીશ ભોજન, તેત્રરીશ શાક!! બધાને મજા પડી જાય” લક્ષ્મીદેવી આ વાતો સાંભળી આભા( છ્ક્ક!!) બની ગયા!! “સ્વામી આપે સત્ય કહ્યુ હતું..ડુંગર દૂરથી”…”દેવી !કાગડા બધી જગ્યાં એ કાળા જ હોય!! આપણે તો માત્ર એકજ ગામ જોયું..દરેક ગામમાં આવીજ રીતે ભક્તોની ભીંડ જામતી હોય છે! અહી ગ્રોસરી સસ્તી એટલે મંદીરમાં પ્રસાદમાં પણ ફુલ -ભોજન આપે!..ચાલો દેવી આપણે વેકેશનમાં અહીં આવ્યાં જ છઈ એ તો બીજા શહેર તેમજ બીજા ભક્તોને પણ મળતા જઈ એ!! (ક્રમંશ)
હસો અને હસાવો !!
એક કાઠીયાવાડી, એક મુંબઈવાસી, અને એક અમદાવાદી ત્રણે મિત્રો મંદીરમાં દશૅન કરવા ગયા..કાઠીયાવાડી એ ભગવાનને કહ્યું ” હે ભગવાન આ બધી મિલકત તારી દીધેલ છે અને તનેજ થોડું અપૅણ કરું છું” એમ કહીં ભગવાનના ચરણમાં અગિયાર રૂપિયા મૂક્યાં..મુંબઈવાસી એ મનમાં વિચાર્યું કે આ મિત્રએ અગિયાર મૂક્યાં તો હું સવાઆગિયાર મૂકું” અને બોલ્યો..તારું દિધેલ તને અપૅણ..તારા ચરણમાં આવે એ તારા અને બાકી મારા ” એ કહીં ભગવાન તરફ પૈસા
ફેક્યાં.. માત્ર એક પાવલી જ ભગવાનની મૂર્તી પાસે ગઈ અને અગિયાર રૂપિયા નીચે પડ્યાં તે મુંબઈવાસી એ ઉઠાવી લીધા. અમદાવાદી ને તો બન્ને મિત્ર કરતા ભગવાન ને વધારે અપૅણ કરવું છે!!..તેણે ભગવાનને કહ્યું” હે ભગવાન ! તારું દીધેલ તને અપૅણ ને તારો વાસ તો ઉપર સ્વગૅમાં છે તું અહી કયાં વસે છે!! તેમ કહીં તેણે એકવીસ રૂપિયાનું પરચુરણ કાઢી ઉપર આકાશ તરફ ફેક્યાં ને કહ્યું” જે પૈસા ઉપર જાય તે તારા..બાકી બધા મારા!!!
હસો અને હસાવો !!
બે વાત થાય !!
એક કાકા ટ્રેઈનમાં બેઠા, સાથો સાથ એજ ડબ્બામાં બે યુવાન લડાઈને મોરચે જઈ રહ્યા હતાં. કાકા નો સમય પસાર કરવા માંગતા હતા. કાકા એ વાત શરૂ કરી..હું જ્યારે યુવાન હતો ત્યારે દેશ માટે મે પણ લશ્કરમાં જોડાવાનો વિચાર કરેલ પણ જો લશ્કરમાં જોડાવ તો બે વાત થાય..કાંતો આગલી હરોળમાં લડવું પડે અથવા પાછલી.. પાછલી હરોળમાં લડવામાં કોઈ વાંધો નહિં..આગલી હરોળમાં લડવું પડે તો બે વાત થાય..દુશ્મનની ગોળી વાગે પણ ખરી અને ન પણ વાગે.. ન વાગે તો કોઈ વાંધો નહિં..વાગે તો બે વાત થાય. આપણે મરીએ પણ ખરા અને ન પણ મરીએ.. ન મરીએ તો કોએ વાંધો નહિં..મરીએ તો બે વાત થાય..આપણને દુશ્મનના માણસો લઈ જાય અથવા આપણા માણસો લઈ જાય.. આપણા માણસો લઈ જાય તો કોઈ વાંધો નહિં પણ દુશ્મનના માણસો લઈ જાય તો બે વાત થાય.. એ આપણને દફનાવે અથવા બાળે.. બાળે તો કોઈ વાંધો નહિં, પણ દફનાવે તો બે વાત થાય આપણી કબર બનાવે પણ ખરા અને ન પણ બનાવે.. ન બનાવે તો કોઈ વાંધો નહિં..કબર બનાવે તો બે વાત થાઈ,કબર પર ઘાસ ઉગે પણ ખરૂ અને ન પણ ઉગે..ન ઉગે તો કોઈ વાંધો નહિં.. પણ ઘાસ ઉગેતો બે વાત થાય..ગાય આવી એ ઘાસ ખાઈ પણ ખરી અને ન પણ ખાઈ.. ખાઈ તો કોઈ વાંધો નહિં.. ન ખાઈ તો બે વાત થાઈ..પેપર કંપની વાળા આવી એ ઘાસ લઈ જાય અને ન પણ લઈ જાય.. ન લઈ જાય તો કોઈ વાંધો નહિં..પણ ઘાસ લઈ જાય તો બે વાત થાય. એ ઘાસમાંથી ..કિચનમાં વાપરવા માટે પેપસૅ બનાવે અથવા બાથરૂમમાં વાપરવા પેપર-ટીસ્યું બનાવે…કિચનનાં પેપર રોલ બનાવે તો કોઈ વાંધો નહિં પણ બાથરૂમના ટીસ્યું રોલ બનાવે તો..
“કાકા તમારૂ સ્ટેશન આવી ગયું..આવજો. “બે વાતમાં” અમારે બે એસ્પ્રીન લેવી પડી એનું શું ? તમારે લેવી પડી પણ મારો તો સમય મસ્ત રીતે પસાર થઈ ગયો.. થેન્ક્યું..
હસો અને હસાવો !!
એક કઠીયારો જંગલમાંથી લાકડા કાપી કુવા પાસે થોડીવાર આરામ કરવા બેઠો, તે વખતે તેની કુહાડી કુંવામાં પડી ગઈ. કુહાડીજ એમની આવકનું સાધન હતી, તરતા આવડતું નહોતું. રડવા લાગ્યો ” હવે હું કુહાડી વગર શું કરીશ? ચોધાર આસુંથી રડતો હતો એ સમય દરમ્યાન ભગવાન પ્રૂથ્વી પર ફરવા નીકળ્યાં તેનું રુંદન સાંભળી કઠીયારેને પુછ્યું ” ભગત કેમ રડેછે ?.” “પ્રભૂ! મારી કમાણીનું એકનું એક સાધન મારી કુહાડી કુવામાં પડી ગઈ હવે મારું ગુજરાન કેવી રીતે કરી શકીશ? ભગવવાને કુવામાં હાથ નાંખી સોનાની કુહાડ બહાર કાઢી તો કઠીયારો બોલ્યો.” આ કુહાડી મારી નથી ” ભગવાને બીજી વખત હાથ નાંખી હીરા-મોતી જડીત
કુહાડી કાઢી.કઠીયારો બોલ્યો’ આ પણ મારી કુહાડી નથી ” ભગવાન ને એની પ્રમાણિકતા પર માન ઉપજ્યું.ને ત્રીજી વખત એની મુળ કુહાડી કાઢી . પ્રભુ! આ મારી સાચી કુહાડી છે” ભગવાન એની પર ખુશ થયાં. ” આ તારી કુહાડી અને સોનાની અને હીરા-મોતી જડીત કુહાડી કુહાડી તને ભેટ માં આપુંછું. કઠીયારો તો ખુશ થઈ ગયો. માલમ-માલ થઈ ગયો.
એજ કઠીયારો એક સાંજે પોતાની પત્ની સાથે ફરવા નીકળ્યો ને ફરતા ફરતા થાકી ગયાં . કુવા પાસે આરામ કરાવા બેઠા. તેની પત્ની વાતો વાતમાં કુવામાં પડી ગઈ.
કઠીયારો દુખી થઈ રડવા લાગ્યો.આસ-પાસ કોઈ મદદ માટે કોઈ નહોતું.તે સમયે ભગવાન ફરી ભ્રમણ માટે નિકળેલ.” ભગત પાછું વળી શું થયું? “પ્રભુ ,મારી પત્ની આ કુવામાં પડી ગઈ છે, તેણી વગર બાકીની જિંદગી કેવી રીતે વિતાવીશ ? ભગવાન ને દયા આવી , પોતાનો હાથ કુવામાં નાંખી “માધુરી” કાઢી ..” હે પ્રભુ ! આજ મારી પત્ની છે, કઠીયારો તુરંત બોલ્યો. ભગાવાન ને તો નવાઈ લાગી..આ ભગતની સ્ત્રી પત્યેની આટલી બધી માયા ? અને તે પણ અન્ય સ્ત્રી પર!! ભગવાને કઠીયારાને પુછ્યું” ભગત આ તો તારી પત્ની નથી..અન્ય સ્ત્રી પર આટલો મોહ શા માટે?..થોડી વાર પછી કઠીયારો બોલ્યો..” હે પ્રભુ! પહેલા આપે “માધુરી” કાઢી પછી આપ ” જુહી” કાઢશો ને છેલ્લે મારી પત્ની ..પછી કહેશો કે ” આ તારી પત્ની અને
“માધુરી” અને “જુહી” તને ભેટમાં.. તો હું ત્રણ , ત્રણ પત્નીઓનું ભરણ પોષણ કેવી રીતે કરી શકું?
આજના સુવિચારોઃ
આજના સુવિચારોઃ “ગ્રંથ કે સંત તો માગૅદશૅક તરીકે માત્ર પંથ બતાવી શકે,તદ્દનુરૂપ પંથ તો પથિકે પોતેજ કાપવો રહ્યો.”
*****************
મનુષ્યને સુખી થવા માટેના ત્રણ ઉપાય છે.. સદવતૅન, પુરૂષાથૅ અને સંતોષ….
સુવિચારોઃ
સુવિચારોઃ “પ્રેમ જ્ઞાન ને સૌંદયૅ એ ગુણો સંપૂણૅ શુધ્ અથૅમાં સમજાય તો તેમાં ક્યાંરેય અતિરેક ઉદભવતો નથી.”
******************
“પોતાની વેદ્વવતા પર અભિમાન કરવું એ સઘળા અજ્ઞાન કરતા ચડિયાતું અજ્ઞાન છે.”
*****************
જેનામાં નૈતિકતા અને ચારિત્રયની ઉણપ હોયછે તેવા લોકોજ મુંગા મોઢે દુરાચારીને સહાય કરે છે.
************************* **********************************
મારી જિંદગી લાજે..
સ્મરણને પીંખવા ચાહું તો મારી જિંદગી લાજે,
ઉદાસી આંજવા ચાહું તો મારી જિંદગી લાજે.
મને ઓ દોસ્ત તારી જેમ શ્બ્દોની નજર લાગે,
જખમ દેખાડવા ચાહું તો મારી જિંદગી લાજે.
પ્રલોભન છે દિશા પણ છે ને સાથે દુઆ પણછે,
પસીનો લુંછવા ચાહું તો મારી જિંદગી લાજે.
ગતિ પણ એ, સ્થિતી પણ છે,સરળતાનો છે સધિયારો,
હવે જો હાંફવા ચાહું તો મારી જિંદગી લાજે.
અમે બાંધ્યો ભરમ રાખ્યો મુકદ્દરને મનાવી ને,
મુઠ્ઠી જો ખોલવા ચાહું તો મારી જિંદગી લાજે.
સમયની શાન રાખીને જીતી સંઘષૅની દુનિયા,
કિનારે ડુબવા ચાહું તો મારી જિંદગી લાજે.
અનુભવ બાંધવા લાંબી પછેડી તો મળી મેહૂલ્,
હવે એ ફાડવા ચાહું તો મારી જિંદગી લાજે.
સુરેન ઠાકાર
એવું ના બને કે..
એવું ના બને કે..
ન રહે મંદીર , મસ્જીદ કે ચચૅ ના વાડા,
વસે છે માનવી અહીં ,બસ એક માનવ -મંદીર બને.
ધમૅ સઘળા મટી , એક માનવ ધમૅ બને,
હિંસા અહિંસા બની, એક સુંદર સ્વગૅ બને.
રંગ ભેદ ના ભાવો ભસ્મી-ભૂત બને,
ભવ્ય ભાઈ ચારાના ભાવનું એક નગર બને.
સીમાઓ હટી એક અહીં સઘળી ધરતી બને,
સૌ સાથે મળી અહીં એક વિશ્વ-કુટુંબ બને.
એવું પણ બને !!!
વરસાદ છે
જોઉં ઓગળતી બધી જે મલમલી મરજાદ છે,
કોઇનો એ સાદ છે ને સાદમાં વરસાદ છે.
નામ આખ્ખે આખું એમાંથી તમારું બાદ છે,
મારાથી મારો જ બસ આ ખાનગી સંવાદ છે.
ગાંઠ વાળી’તી બધું ભૂલી જવા - છૂટી ગઈ,
એક ઘટનાલોપમાં ઘટના થવાનું યાદ છે.
છે પલળવાનો અભિગમ આમ તો સરખો છતાં,
આંખના ને આભના બન્ને અલગ વરસાદ છે.
શ્વાસના કચ્ચરઘાણ છે સરહદ ઉપરના શ’રમાં,
તોય લોહીમાં લપકતી એષણા આબાદ છે.
વિસ્મય લુહાર( ભાવનગર )
કહેવાઈ જાય છે
રુદન કે હાસ્યની રેખા બધી વંચાઈ જાયે છે,
હ્ર્દયના ભાવ આંખોમાં સદા પરખાઈ જાયે છે.
ગગનના તારલા, ધરતીનાં ફૂલો બે અસર લાગે,
હ્ર્દયમાં જ્યારે એની વેદના પથરાઈ જાયે છે.
અમસ્તું તો ક્યાં બદલે છે કદી વાતાવરણ અહીંયાં,
છતાં એના મિલનની ક્ષણોમાં યુગ બદલાઈ જાયે છે.
કરામત છે એ તારા હાથની, સાકી, કે- મારાથી,
નથી આદત છતાં બે ઘૂંટ તો પિવાઈ જાય છે.
સમજ પડતી નથી,શું આજ દિલમાં થાય છે અમને,
ન કહેવાનું અનાયાસે “મુખી” કહેવાઈ જાયે છે.
ગિરધરલાલ “મુખી”
પરિચય અને સ્વાગત
વિશ્વદીપ બારડ
“આવો, આવો તો મારી આંખો ઠરે,
ને નહિ આવો તો મુખ નહિ મોડું”
જન્મભુમિ અને ઊછેરઃ ભાવનગર
પ્રથમ આપ સૌ નું ભાવભીનું સ્વાગત છે. આપ સૌ ની પ્રેરણા મારા માટે ઘણીજ મહત્વની છે.આપ સૌ નો અભિપ્રાય અને સુચન ” ફૂલવાડી ” ને સિંચન કરવા સમાન છે.
કવિતા સાથે લાગણીશીલ હૈયાનો પરિચય , નિકટતા શિશુવયથી છે એ કહું તો અતિશયોક્તિ નહી થાય. “મંગળ મંદીર ખોલો “, “આભમાં ઊગેલ ચાંદલો”, અને “આ પસ્તાવો વિપુલ ઝરણું “જેવા પ્રિય કાવ્યો મન,તન અને હૈયા ને હરી લેતા.
આજ ભાવના ના બીજ ૧૯૬૭માં, કોલેજકાળ દરમ્યાન “અદયભીંત્” કોઈ બિચારી,(”સ્ત્રી” મેગેઝીનમાં)અને કહેશો નહી, હસતો રહ્યો, કાવ્યનો પ્રવાહ શરૂ થયો.
૧૯૭૫માં ફેમીલી સાથે અમેરિકા આવ્યો. નવો દેશ તેમજ સ્થાયી થવાની ચિંતા. બાળકો ના આભ્યાસ, આ બધી કૌટુંબિક જવાબદારીની વણઝાર માં કાવ્ય-સુંદરી થી આળગો થઈ ગયો.૧૯૭૯માં હ્યુસ્ટ્નમાં આવી સ્થાઈ થયો , હ્યુસ્ટ્નમાં ચાલતી ગુજરાતી સાહિત્ય સરિતાએ આવેગ આપ્યો. ” કાવ્ય-સુંદરીની સાથે સાથે ” મારો પ્રથમ સંગ્રહ ગઝલ સમ્રાટ શ્રી આદિલ મનસૂરીને હસ્તે પ્રગટ થયો(૨૦૦૨). પરદેશમાં આપણી માતૃભાષા ગુજરાતી ધીરે ધીરે ભુલાતી જાય છે. આપણાં બાળકો ગુજરાતી બોલી શકે છે, પણ લખી કે વાંચી શકતા નથી તો પછી આપણાં બાળકોની પેઢીમાં આપણી માતૃભાષા તદ્દન ન બોલાય એવું પણ બને ! ચાલો આપણે સયુંકત પ્રયાસ કરીએ અને પરદેશમા એક પ્રકટતા દીપ ને તેલ ની ધાર સતત આપ્યા કરીએ.આશા રાખીએ કે આપણી માતૃભાષા પરદેશમાં પણ અમર રહે.








