ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

….અથવા પ્રભુ, તું ન મળે તો સારું

હે પ્રભુ !
જો તું કોઈક વાર મને ક્યાંક  મળી જાયને
અને કહે કે ,
‘માગ, માગ, જે માગે તે  આપું’
ત્યારે , હે પ્રભુ,
મને મૂઢ બનાવી દેજે ,
જેથી હું કાંઈ  બોલી ના શકું.
ફક્ત તારી સામે  નજર માંડી રહું.
કારણ… તું તો અંતર્યામી છે..
અને જો આપણું  મળવાનું
નિશ્ચિત જ હોય
ને મને મૂઢ બનાવી દેવાનો ન હોય
તો, હે પ્રભુ,
તું મને ન મળે તે જ બહેતર છે,
…કારણ કે જો મારાથી કાંઈક મગાઈ જશે
તો હું કેવો ઉઘાડો…

દિનેશ દલાલ(૧૯-૦૮-૧૯૩૫) -’કવિતા’ના કાવ્યમય મુખ્પૃષ્ઠ માટે જાણીતા, અનુવાદક       અને ક્યારેક કાવ્યો પણ લખે છે.             
                   
 

 

July 1, 2008 Posted by વિશ્વદીપ બારડ | Uncategorized | | 7 Comments

શોધ(એકીશ્વાસે વાંચો)

 આપણે એક એવા જાદુગરની શોધમાં છીએ જે ઘડિયાળને આંખ અને પગ  આપે એટલુંજ નહિ ચશ્મા અને મોજાં પહેરાવે હવાના  હાથને પાછળથીબાંધી ધક્કેલી દે મિલોની ચીમનીઓમાં નીચે સૂતેલા કારીગરના પોલાદી સ્વપ્નાં તેની ખૂલ્લી નાસિકામાંથી ધોળા  કબૂતરનાં રૂપ લઈ ઊડી જાય સારોવરના કાંઠે ખોપરિઓના  હારડા જેવાં વૃક્ષો પ્રભુનો’ મૅસેજ’ આપતા ‘વાયરલેસ પોલ”બની જાય પાંદડે પાંદડે પ્રલયની તારીખોના સિક્કા માર્યા હોય ઘરડા ચિત્રગુપ્તના હાથનાં વાહનો અને સાંચાઓના ઠરડાયેલા ઘાંટા સૂરજચંદ્રના ગળે ઘંટની જેમ કે ઘંટીના પડિયાની પઠમા લટકાવેલા જોઈ શકાયતો સોનાની બિલાડી અને તાંબાની ઊંટની જાત્રાની ગાથા નરકનું નગારું પીટી ગાઈ શકીએ થરમોસમાં પુરાયેલા સાત સંમુદરોનું મંથન બૂચ ખોલતાં સમી જાય પ્રતિકરૂપે એક પરપોટો તર્યા કરતો હોય બૃહસ્પતિના વ્યભિચારિ જોવા મળે જેમાં શહેરનું એક ટાવર અન્ય મિનારાને આંગળીના સંકેત કરી સમજાવે કે ચલો ઊઠો અહીંથી આ  ઠીંગણશીઓના મલકમાંથી આપણે મક્કા હજ કરી આવીએ અને રુદને ચઢેલા કાબાના પથ્થરને શૂન્યનું અભ્ય્ંગસ્નાન આપીએ ખૂરશી ખાલી પડતી નથી થાકી ગઈ છે એ અને  પયગંબરોનો વસ્તી વધારો જાદવાસ્થળી કરાવ્યા વિના નહી રહે નદીઓના નીર સુકાઈ સુકાઈને લોકોને લોહીનું પાણી પૂરું પાડવાના પેંતરામાં નોતરી રહી છે તેમ એક સ્વિચ દબાવો ને આકાશનું પતરું આખું હેઠે આવીને  અળસિયા સુધ્ધાંને રિપ્રેસ કરીને ચાલ્યું  જઈ શકે સ્કાયસ્ક્રેપર પરના ધાબેથી એક શુષ્ક પાંદડું ધુબાકા સાથે’ડાઈ’ લાગાવે ત્યારે ડામરના સરોવરે સરતી એક મોટી હાઉસબોટનું બૅન્ડ(ઈન એટેન્ડન્સ) અખિયા મિલાકે જીયા ભરમાકે વગાડતું એ પરદેશી પર્ણને વાસંતી વાઘો પહેરાવીને જ છૉડે રેડિયો પરથી રનિંગ સાઈરનો વાગતી જાય જેની ધૂનમાં પ્રત્યેક  પ્રાણીના શ્વાસમાં એકે એક તીતીઘોડો પહેલાં રોક ઍન્ડ રોલ કરીલે  અને જંપી જાય જેના ધ્વનિનામ પ્રતિબિંબો  ઝૂંપડાની જાળી પાસે ઝૂલતા કૂર્માવતાર કે વરાહાવતારનાં કૅલેનડરોને ઊંચાનીચાં કરે ખૂણે ખાચરાનું ખણે ચઢેલું ખરજવું લોહીલોહાણ થઈ એક નવો પોપડો રચી દે તેની તળે અનેક નગરના બ્રહ્માંડોની વસાહત સ્થાપી શકાય પણ હવે તો ઈંડાની જ સપ્તધાતુ દૂષિત થઈ છે ત્યાં હાય જાદુગર, ઓય જાદુગર…જયહિન્દ.

-રાધેશ્યામ શર્મા (૦૫-૦૧-૧૯૩૬૦)નવલકથાકાર, કવિ,વાર્તાકાર, વિવેચક.સંપાદનો અને અનુવાદો પણ કર્યા છે. અવારનવાર દેશ-પરદેશના કાવ્ય આસ્વાદો પણ કરતા રહ્યા છે.’આંસુ”, નિષ્કારણ’એમના કાવ્ય સંગ્રહો.નવોદિત કવિઓને પ્રોતસાહિત કરનાર,સાદગી ધારણ કરતા એક ઉત્તમ કવિ.
 

June 30, 2008 Posted by વિશ્વદીપ બારડ | ગમતી વાતો | | 3 Comments

કાર્ટુન( હસો અને હસાવો)-મહેન્દ શાહ

-Mahendra Shah

**************************************************************************************************

 

June 21, 2008 Posted by વિશ્વદીપ બારડ | Uncategorized | | 1 Comment

હું જો ન હસું..

હું   જો   ન હસું  તો   પછી  હસવાનું   મુકદર,
વરસાદની   પ્હેલાં જે   પડ્યું  મારું  હતું   ઘર.

જીવનનું  ગણિત  શૂન્ય  ઉપર  થૈ  ગયું    પુરું,
હું    થોડું  હસ્યો  થોડું  રડ્યો થૈ ગયું    સરભર.

સપનાની      ગલીમાં  તો  ફર્યા  રજકૂંવર  થૈ,
જાગ્યા  તો   જાણ્યું    હતા  મ્હોતાજ   સિંકદર.

મૃગજલની  સભામાં  અમે  ઝરણાની કરી વાત,
સળગી    ગયા    એ  સાંભળી    દૂર  સંમદર.

ચાલ્યા  છો  તમે   હાથમાં  છત્રી  લઈ આદમ,
વર્ષામાં   કર્યો     છે  તમે   વર્ષાનો  અનાદર.

-શેખાદમ  આબુવાલા

May 13, 2008 Posted by વિશ્વદીપ બારડ | Uncategorized | | 3 Comments

શૈફ પાલનપુરીના સુંદર ચૂંટેલા શે’ર..

જિંદગીએ     હસીને     કહ્યું        મોતને,
આપણી   વચ્ચે   કેવી રમત થઈ  ગઈ !

એક જોબનવંતી રાત હતી ને ખાલી પાલવને જોઈ, થયું,
પ્રશ્નો   તો   નિરાતે સૂતા છે, પ્રેશ્નોનાં  ખૂલાસા    જાગે છે.

મોતનો   આઘાત તો    જીરવી  શકાશે  એક   દિન,
જિંદગીનો    ઘાવ  જે     ઝીલે છે ,  શક્તિમાન  છે.

પ્યાસ  સાચી  હોય તો મૃગજળને શરમાવું  પડે,
હોય   જો પાનાર તો  ખુદ ઝાંઝવા  છલકાય છે.

જીવી   રહ્યો   છું   કિન્તુ   જીવન  લાગતું    નથી,
એવું    મરી     ગયું    છે   કે  મન  લાગતું નથી.

જરા  મૂંઝાઈને  જો    બંધ   બારીઓ   ઉઘાડું   છું,
તમારું    નામ  લઈને    અંદર   આવે  છે  તડકો.

જગતની  ભીની   ઝુલ્ફોનાં   રહસ્યો  એ  જ  જાણે,
વિતી છે  રાત કઈ રીતે, એ વર્તી  જાય છે તડકો.

જોતાંની  સાથે    લોક    તરત  ઓળખી    ગયા,
મુજથી  વધુ     સફળ  મારી  દિવાનગી     હતી.

 

May 12, 2008 Posted by વિશ્વદીપ બારડ | Uncategorized | | 2 Comments

સ્ત્રી…ચંદ્રકાંત બક્ષી

હિન્દુસ્તાનની સ્ત્રીએ પુરૂષ માટે જન્મ લીધો  હોય છે. એક પુરૂષ જે માગે છે એ બધું જ  એક સ્ત્રી આપી શકે છે. યુરોપમાં  આટલું જોઈતું હોય તો  ચારપાંચ સ્ત્રીઓ  પાસેથી મળી શકે છે.

સ્ત્રીસહજ સ્વભાવની કેટલીક લાક્ષણિકતાઓ છે જે સમયાતિત છે. સ્ત્રીના સંબંધિ વય વધવાની સાથે સાથે પોતાના અંતરંગ રકત સંબંધોમાં  બદલાતા  જાય છે. પરિવાર અને વિસ્તૃત પરિચિત પરિવાર એ સ્ત્રીનું વિશ્વ છે.

લગ્ન પહેલાં સૌંદર્યનો પ્રેમ હોય છે, અને લગ્ન પછી પ્રેમનું  સૌંદર્ય હોય છે.

 બેટીઓ  જિંદગીભર  બાપને ખુશ રાખે છે, ફક્ત  એક વાર  રડાવી નાખે છે-પરણે ત્યારે! અને એકવાર રડવાનું કિસ્મત, એકવાર પેટભરી ને  રડી લેવાનું  કિસ્મત કેટલા બાપ પાસે હોય છે?

સ્ત્રીનું કામ ફિલસુફ થવાનું નથી,પુરૂષને ફિલસુફ બનાવવાનું છે!

જ્યાં  સુધી સ્ત્રી પ્રેમમાંથી સ્વતંત્ર નહી થઈ શકે ત્યાં સુધી સ્ત્રી સંપૂર્ણ મનુષ્ય નહીં બની શકે, માત્ર અર્ધમનુષ્ય થઈને  રહી જશે, આવું મદિરાનું માનવું છે..

May 9, 2008 Posted by વિશ્વદીપ બારડ | Uncategorized | | 7 Comments

“કવિનું કામ મનુષ્યના આત્માનો ઉદ્ધાર કરવાનું નથી, પણ તેને ઉદ્ધારને પાત્ર બનાવવાનું છે.”
-જેઈમ્સ ફ્લેચર

April 23, 2008 Posted by વિશ્વદીપ બારડ | Uncategorized | | 1 Comment

મન-ભાવક શે’ર

તું  મરે  કે જીવે  આ  દિનિયાને  શું
એ ચલાવી લે છે પયગંબર   વગર.. દિપક બારડોલીકર

ઘોળ્યું જો  પ્રેમતત્વ અમે દરમિયાનમાં,
ના આરતીમાં  ભેદ રહ્યો  ના અજાનમાં..મુસાફીર પાલનપુરી

જેટલામી આ ચિતા ખડખાય છે,
એટલામાં  ગર્ભનો અધ્યાય છે…હરેશ’તથાગત’

તું   કહે છે , કાશીની ક્ષણ છે તો કરવત મૂકશે
હું   કહુછું, ફૂલ  પર નખથી    જ આંકો પડશે..હરીશ મીનાશ્રુ

ગળામાં   ગાળિયો   નાખીને કૂદવાની ક્ષણો છે,
વિહગના પીચ્છને આકાશમાં ચૂમવાની ક્ષણો છે…વીરુ પુરોહિત

શબ્દોય   છે  તો  જોડ તું બેચાર કથા ઓર
ગુના ય કર ને માગ તું ઈશ્વરની દયા ઓર…રમેશ પારેખ

આથી  વધારે બીજો  ભરમ  શું હોય શકે,
હું મારી ઓળખાણનો પડછાયો નીલળ્યો..સાહિલ

ટુકડો આ તડકા તણો ચાવી જુવો,
જીભ પર સૂરજને મમળાવી જુઓ..પંથી પાલનપુરી

 

April 21, 2008 Posted by વિશ્વદીપ બારડ | Uncategorized | | 5 Comments

નવ-દંપતીની ઈશ્વરને પ્રાર્થના

હે! પરમપિતા,
આજથી અમારા જીવનમાં એક નવું પ્રસ્થાન થાય છે

તમારા આશીર્વાદ વડે અમારો માર્ગ હરિયાળો  કરજો
અમારા સહજીવનના કેન્દ્રમાં  તમે રહેજો
અમારા માર્ગનું લક્ષ્ય પણા તમે જ રહેજો.

સુખમાં ને દુખમાં, માંદગીમાં ને વાવાઝોડમાં
અમે પ્રેમ ને શ્રદ્ધાથી એકમેકથી સાથે રહીએ
એક બીજા પ્રત્યે બેદરકારી કે અનાદર ન દાખવીએ
પોતાના વિચાર બીજા પર ન લાદીએ
બીજાના સ્વતંત્ર વ્યકતિત્વનું  માન રાખીએ.

હવે અમે કેવળ પ્રવાસી નથી
જીવનના બધા સ્તરે, સાથે રહેના હેતુને વરેલા
યાત્રી છીએ
અમારો પ્રેમ, તારા વિશાળ પ્રેમમાં પહોંચવા માટેનું
એક નાનું પણ મહત્વનું પગથિયું છે.

અને એટલે, અમે અમારા સંબંધને
સાંસારિક અધિકારોનું માધ્યમ નહિ,
એક માર્ગના યાત્રીઓ વચ્ચેની મૈત્રી ગણીએ,
એકમેકને અવલંબીને પાંગળા ન બનીએ,
પણા સાથ આપીને સબળ બનીએ.

અતિ પરિચયથી  અવજ્ઞા ન કરીએ
પણ સતત સિંચનથી સુંદરતાનો ઉઘાડ કરીએ
અમારામાં ખોવાય  ન જઈએ,
પણ અક બીજા દ્વારા પોતાને પામીએ.

લોકો કહે છેઃ લગ્ન એક પવિત્ર બંધન છે,
પણ જે બંધન છે તે પવિત્ર શી રીતે હોય શકે?
અમારો પ્રેમ અમને બાંધતી જંજીર નહિ,
અમને ઉંચે ચડાવતી પાંખો બને.

અમારું જીવન સમાધાન ને ગોઠવણીની વ્યવસ્થા ન રહે
પણ એક ધબકતો, નિત્ય  નવા ઉઘાડનો,
છલકતા આન્ંદનો ઉત્સવ બની રહે
અમારાં સુખ-સલામતીમાં તૃપ્ત થઈ અમે પુરાઈ ન રહીએ
પણ સહુને માટે દ્વાર ખોલીએ,
અકમેકને જ નહિ, ઘણાને ચાહીએ
અમારા માળામાં જે કોઈ આવે તે શીળો ચાંયો પામે.

એક ફૂલની જેમ ખીલતો સુંગધ-વેરતો સંબંધ
માનવજીવનનું એક ઉત્તમ સર્જન છે.
અમે એ સર્જનનો તમને આદ્ધર્ય ધરીએ
એકમેક ભણી જોઈ રહેવાને બદલે
તમારા ભણી સાથે મીટ માંડીએ
સુખી થઈ એ  અને  સુખી કરીએ
અકબીજામાં ભળી  ગયેલા પ્રવાહ જેવા નહિ, પણ
જોડા જોડ ઉભા રહીએ.
તમારી  આરતી  ઉતારતા બે દીવા બની રહીએ.

અને અમારા બેમાંથી એક જણને
તમે જ્યારે તમારા અંકમાં ઊંચકી લો,
ત્યારે બીજું જણ
શોકમાં ઝૂરી  મરવાને બદલે
સાર્થક જીવન જીવ્યાના આન્ંદથી પરિપૂર્ણ રહે,
એકબીજાના સાથથી  પોતે ઊંચે ચડ્યાનું
પ્રતીતિપૂર્વક  કહી  શકે,

એવી આજના  અવસરે અમારી પ્રાર્થના છે.

-’પરમ સમીપે’(કુન્દન કાપડીઆ)

 

 

 

April 8, 2008 Posted by વિશ્વદીપ બારડ | ગમતી વાતો | | 3 Comments

તાજ મહલ-કવિઓની દ્ર્ષ્ટિએ!

taj_mahal_01.jpg 

ચમકતો   ને  દમકતો  શાહજહાંનો  મહેલ  જોવા દે
મને   નાદાન   મજનુએ    કરેલો   ખેલ   જોવા દે
પ્રદર્શન   કાજે  જેમાં   પ્રેમ   છે   કેદી  જમાનાથી
મને   એ   ખૂબ સૂરત  પથ્થરોની   જેલ  જોવા દે.
-શેખાદમ આબુવાલા

સ્નેહના   સૌદર્ય   સામે   કાળને      મોહતાજ  જોયો,
એકાન્ત એ યમુનાતટે  યમદેવનો સુકુમાર લિહાજ જોયો.
મેં તાજ જોયો- ઉમાશંકર જોષી

તાજનું   શિલ્પકાવ્ય    નીરખીને,
હર્ષનાં  આસું    કૈક  લૂછે     છે;
દાદ  આપે    છે શાં’જહાંને  સૌ,
એના    શિલ્પીને  કોણ પૂછે  છે?
-રતિલાલ અનિલ

કોઈની  યાદમાં  નવતર  રિવાજ  જોયો છે
પ્રતિક  પ્રેમનું   જોયું    છે, તાજ જોયો છે
કળા  બતાવે   નહીં   બીજે  એથી સર્જકનાં
જે હાથ  કાપી લે   એવો  સમાજ  જોયો છે
-શકીલ કાદરી

તાજ  તેં  જોયા અમારા  હાલને ?
તું  રડે   છે  મુસ્લિમોની  કાલને ?
પારખી   તેં  કાળ  કેરી  ચાલને ?
ઠોકરો મારે  છે  જન પામાલ ને ?
-’બેકાર’ રાંદેરી

યે ચમનજાર, યે જમના કા કિનારા, યે મહલ,
યે મુનક્કશ દરો-દિવાર, યે મહરાબ, યે તાક ,
એક   શહનશાહ    ને  દોલત કા  સંહારા  લેકર,
હમ  ગરીબોં  કી  મુહબ્બત કા  ઉડાયા હૈ મજાક!
મેરી  મહબૂબ    કહીં  ઔર  મિલાકર   મુઝ સે!
-સાહિર લુધાયનવી

તાજમે’લ જોઇ કહે બઘા છે આ અદભૂત !

પ્રેમ મારો ઠૂક રાયો પૈસા વિના અડઘૂત !!

   - ચીમન પટેલ ‘ચમન’

January 19, 2008 Posted by વિશ્વદીપ બારડ | Uncategorized | | 1 Comment

પ્રશ્નો …?

મારે  કોઈ   ઉત્તરો આપવા નથી
મારે તો બસ પ્રશ્નો ઊભા કરવા છે.

વિગત, સાંપ્રત,અનાગત શું છે ?
સમયના ચહેરા પાછળનો કાળ
ક્યાં લપાયો છે ?

મ્રુત્યુ તરફ ગતિ કરતું જીવન ક્યાં વહી જાય છે ?
શરીરને છોડી જતા જીવની
ગતિ છે કે સદગતિ છે કે સમાપ્તિ ?

માતા-પિતાએ આપેલા જૈવિક વારસાએ મને ઘડ્યો છે
કે તેમનો સંસ્કાર-વારસો મારામાં પડ્યો છે
કે આસ-પાસના પરિવેશે મને સજર્યો છે ?

તમે જ જજ છો
તમે જ  જ્યુરી
આપો ચુકાદો
કે ગિલ્ટી કે નૉટ ગિલ્ટી ?

મારે કોઈ ઉત્તર આપવા નથી
મારે તો બસ પ્રશ્નો પૂછવા છે..
પ્રશ્નો..પ્રશ્નો..પ્રશ્નો..

મહેશ મા. દવેઃ (૨૭-૦૯-૧૯૩૨)- જન્મ લીમડી પાસેના ભલગામડામાં.
  શિક્ષણા મુંબઈમાં. વસવાટા અમદાવાદમાં. વકીલ, અધ્યાપક, કોલેજના
    આચાર્ય અને નિવ્રુત ન્યાયધીશ, કવુ, નવલકથાકાર, વાર્તાકાર, જીવનકથાના
   આલેખ અને અનુવાદક. ‘ઈમેજ’ની અમદાવાદ ઓફિસના કાર્યનિમાયક. ‘કોરે કાગળ’
  “સહી’ કાવ્ય-સંગ્રહ’.

November 10, 2007 Posted by વિશ્વદીપ બારડ | મને ગમતી કવિતા | | 2 Comments

એક ગઝલ-”નાઝ” માંગરોલી

dreamworld5eb31.jpg 

 મઝધારને  માઠું   લાગ્યું   છે   ને શાંત   સંમદર   લાગે છે.
નૌકાને    ડુબાડી     દેવાનો    આ  સુંદર અવસર લાગે  છે.

શંકાનું   નિવારણ  થઈ   જાયે  જો ચાંદ  પધારે ધરતી પર,
બાકી તો    હંમેશા     છેટથી   રળિયામણાં   ડુંગર લાગે છે.

દિવસે આ   પ્રભાકર   ચમકે છે   ને રાતે   શશી ને તારાઓ,
પણ   વિરહી   હ્રદયને દુનિયામાં અંધકાર  નિરતંર  લાગે છે.

આશાઓ    કુંવારી   રહી   જાશે, ઓ  મોત! જરા થોભી જા,
નયનોમાં   ખુમારી   બાકી છે, દુનિયા  હજી   સુંદર લાગે છે.

ખરતો   હું   નિહાળું  છું    જ્યારે    આકાશથી   કોઈ તારા ને,
ભૂતકાળનાં  સ્વપ્નો  જાગે છે એક  ચોટ   જિગર  પર લાગે છે.

દુઃખદદૅ   જીવનનાં   ભૂલી    જવા હું “નાઝ્ મદિરા પીતો નથી,
છલકાવું   છું પ્યાલા  નયનોના   જો    ભાર હ્રદય પર લાગે છે.

May 4, 2007 Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ | | 6 Comments

ભારત મા ની દસ વિભૂતી !!

આ  વ્રક્ષમાંથી દસ વિભુતી શોધો,  તેના  નામ આપો.

tenindiannationalleaders1.jpg

April 22, 2007 Posted by વિશ્વદીપ બારડ | Uncategorized | | 6 Comments

Dear Lord !

showletter1.jpg

April 5, 2007 Posted by વિશ્વદીપ બારડ | Uncategorized | | 1 Comment

મુંબઈ ના દરિયાની માછલીનું ગીત

3218731.jpg 

મુંબઈથી મોટો છે મૂબઈનો દરિયો
      ને દરિયાના પેટમાં ખૂંચે છે માછલી;

જાણે  ના કોઈ વાત મુંબઈમા આટલી;
      કે દરિયાના પેટમાં ખૂંચે છે માછલી.

ખરતી જાય રેત ને ફૂંકાતા વાયરે
                   આવે રોજ મોજાં વસમાં,
છતાં એ પરપોટા પહેરીને ફરતી ને
                 આપો તોય પહેરેના ચશ્માં;
શ્રીફળના નામે લઈ ભમે એ  કાછલી
          ને દરિયાના પેટમાં ખૂંચે છે માછલી;
જાણે ના કોઈ વાત મુંબઈમાં આટલી;
     કે શ્રીફળના નામે છે ખાલીખમ કાછલી.

કોડી કે છીપલાંથી ખાડો એ પૂરે ને
            મોતી   થઈ    નીકતી   મ્હાલવા;
ખડક પર ખડકને ખડકતી જાય ને
            મથે    રોજ   આકાશને   ઝાલવા;
ને થાકી ને જંપે છે   સ્હેજ રાત પાછલી
          જાણે ના કોઈ વાત મુંબઈ માં આટલી
કે મુંબઈથી મોટો એ મુંબઈનો દરિયો
         ને દરિયાના પેટમાં   ખૂચે છે માછલી.
 
-જીવણ ઠાકોર (”આગળાંનાં આંસુ”કાવ્યસંગ્રહ)

March 30, 2007 Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ, ગીત | | 8 Comments