ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

હાસ્યેન સમાપયેત…

nursepix350.jpg 

 એક ઈશ્કમિજાજ યુવાન રસ્તા ઉપર ગમે તેમ ચાલતો હતો.એક યુવાન છોકરી કહ્યું.” રસ્તા પર કેમ તોફાન કરે છે ? રસ્તો તારા બાપનો છે?”

“ના જી મારા બાપનો નથી. પરંતુ તમારા પિતાજીનો હોય તો દહેજમાં હું લેવા  તૈયાર છું”
***********************************

પોલીસઃ” સાઈકલ ઉપર બે જણા કેમ બે બેઠા છો? તમારા પર કેસ થશે.”
વ્યક્તિઃ”કઈ નહીં થાય!! અમારી સાથે ભગવાન છે.”
પોલીસ” ” તો ,તો ત્રણજણને બેસાડવાનો કેસ થશે.”
*************************************

કવિઃ ” તંત્રીજી, જુઓ આ મારા કાવ્યો, સમાજન સળગાવી મુકે એવા કાવ્યો છે.”
તંત્રીજીઃ તો એમજ કરો કવિરાજ કે આ કાવ્યોનેજ સળગાવી દો!!
*************************************
રસ્તા પર બેઠેલા ભિખારીએ ફૂટપાથ ઉપર ચાલતા શેઠને પૂછ્યું” શેઠ દસ રુપિયાના છૂટ્ટા આપશો?”

શેઠે ખિસ્સામાં હાથ નાંખ્યો ને  ભિખારીને કહ્યું..”મારી પાસે માત્ર નવ રુપિયાજ છે”
ભિખારી બોલ્યો” શેઠ, લ્યો આ દશ અને નવના રુપિયા આપી દો, એક રુપિયો નહી આપો તો ચાલસે , તમે રાખજો..મારા વતી!!
 

February 24, 2008 Posted by વિશ્વદીપ બારડ | હસો અને હસાવો!! | | No Comments

હસો ને હસાવો..વિકેન્ડ છે ને!!

showletter-3.jpg 

ટિકીટ બારી પર મોટી લાઈન હોય તો આ યુક્તિ કેવી કામ લાગે!!

************************************************************

 પતિ-દેવની ચિંતા!!

અમેશ ને ઓફીસથી ઘેર આવતાં થોડું મોડું  થઈ ગયું.. ઘેર આવતાની સાથેજ એમની પત્ની બોલી, “હું તમારી કેટલી ચિંતા કરતી હતી, ડિયર !! અમેશે કહ્યું કે આજે થોડું કામ આવી ગયું. પત્ની બોલી, મને તો  તમારી ચિંતા બહુંજ થાય, ડિયર !  અમેશે કહ્યું  કે મારા થી ફોન કરવાનો રહી ગયો, ડાર્લીંગ!! સોરી!..પણ હું તો અડધી, અડધી થઈ ગઈ.. “હા કોક વાર મોડું   થઈ જાય, એમાં આટલી બધી ચિંતા તારે નહીં કરવાની!!ડાર્લિગ!”! પત્ની બોલી કે શું ચિંતા નહીં કરવાનું કહો છો !! થોડીવાર પહેલાંજ મેં  ટીવી માં સમાચાર સાંભળ્યાં કે..” એક ગાંડો માણસ બસ નીચે કચડાઈ ગયો!! ત્યારથી તો તમારી  ચિંતાજ ખાઈ જાતી હતી!…હે! તે શું કિધું??????
*******************************************************
એક  ટ્રેઈનને આક્સ્મા થતાં  તેના ચાર ડબ્બા  ઉથલી પડ્યાં. એમાં ૧૦ જેટલાં વ્યક્તિ મરણ પામ્યાં.  એમાંથી બચી ગયેલ એક ભાઈ ઘેર આવી પત્નીને કહ્યું..” ડાર્લિગ!! તારા અમર અને
સાચા પ્રેમને કારણે હું બચી ગયો !! નસીબ જોગે હું  જે ડબ્બા ઉથલી પડ્યાં તેના પછીના ડબ્બામાં બેઠેલ હતો!! બીજે દિવસે સવારે પત્ની છાંપુ  લઈ ને આવી ને કહ્યું આ વાંચો !!લખ્યું છે કે…”ગઈ કાલના ટ્રેઈન  અકસ્માતમાં માર્યા ગયેલા માણસોની પત્ની ને પાંચ લાખ આપવામાં આવશે”
તમે પણ..!! લો !મને  શું મળ્યું ?? આ બધા બૈરા નસીબદાર ! પાંચ, પાંચ લાખ તો મળ્યા!
*****************************************************************
 

March 31, 2007 Posted by વિશ્વદીપ બારડ | હસો અને હસાવો!! | | 3 Comments

હસો ને હસાવો..વિકેન્ડ છે ને!!

showletter.gif 

(રખે આવું  રમણિય યુધ્ધ રસોડામાં સર્જાય !!)

*****************************************

   શ્રી મોરારી-બાપુની કથામાં સાંભળેલી હળવી રમૂજ….વેપારી વાણિયા બુધ્ધી !!

***************************************************************

વેપારી મફતલાલ એ વાણિયા હતાઅને વિજયસિંહ  એ દરબાર, બન્ને ખાસ મિત્રો. એક થાળીમાં જમનારા, સાથે ફરનારા જીગરજાન  દોસ્ત હતા.. એક વાર બન્ને ને બીજા ગામમાં જવાનું થયું, બન્ને સાથે ભાથું લઈ ને નિકળ્યાં.. રસ્તો જંગલમાંથી પસાર થતો હતો.. જંગલમાં જતા હતા ત્યાં મફતલાલે દૂરથી સિંહ આવતો જોયો..વિચારવા લાગ્યો કે બે માંથી એક જણને તો જરૂર ખાઈ જશે. વાણિયાભાઈની બુધ્ધી, એટલે દાદ  દેવાની!! બુધ્ધીશાળી મફતલાલે  વિજયસિંહને કીધું.. આ શું મોટી મુંછ  લઈને  ફરો છો!!કોઈ  કિંમત નથી!! દરબારની મૂંછનું કોઈ અપમાન કરે તો તેમનાથી સહન ન થાય..” મફતલાલ તું મિત્ર થઈને આવી વાત ન કર્ વર્ષોથી આપણે જીગર-જાન દોસ્ત છીએ!! મફતલાલ કશું સાંભળ્યા વગર આગળ બોલ્યા.. “રહેવા દે , રહેવા દે..મૂંછનો બહું ફાંકો છે તો…” દરબારને કોઈ તું-કારે બોલાવે તો કદી સહન ન થાય્.. “મારો
બેટો વાણિયો થઈ મને તું-કારે બોલાવે છે?? એમ કહી દરબાર વિજયસિંહ , મફતલાલ ને એક ઝાપટે પાડી , જમીન દોસ્ત કરી દીધા.. ને એમની ઉપર ચડી બેઠા!! ત્યાં સિંહ આવ્યો અને વાણિયા પર ચડી બેઠેલા વિજયસિંહ ને ઉપાડી સિંહ  ચાલતો થયો!!! મફતલાલ કપડા ખંખેરી ઉભા થઈ ગયાં..”હાસ! બચી તો ગયાં!!!!!”
******************************
        બીજી એક દરબારનીજ રમૂજ છે!! એક વાર દરબાર સવારના પહોંરમાં ખાટલા પર બેઠા, બેઠાં દાંતણ કરી રહ્યાં હતાં !! ત્યાં એક ભંગી શેરી વાંળતા, વાંળતા એમના ફળીયામાં આવ્યો!  ભંગી સોપારી નો કટકો..ચાવતો હતો.. દરબારની નજર એ ચાવતા સોપારીના કટાકા પર પડી!! દરબાર થઈને મંગાય તો નહીં!! ને પોતાના પણ ઘરમાં ઊંદરડાં ખાવા માટે આંટ-ફેરા મારતા હોય !!દરબાર એકદમ તાડુકી ઊઠ્યા!! ” સાલા દરબારની હાજરીમાં સોપારી ખાય છે?? એક ઉધા હાથની જડી દઈશ તો તારી બત્રીશી બહાર આવી જશે !! થુંકી નાંખ!!બિચારો ભંગી ..લાચાર થઈ સોપરીનો કટકો થુંકી નાંખ્યો !!..દરબાર  બોલ્યાં” મારી નજરથી  દૂર થઈ જા!! મારે તારું મોઢું પણ નથી જોવું!! ભંગી , સોપારી થુંકી ભાગી ગયો !! દરબાર ખાટલામાંથી ઉભા થઈ..આજુ-બાજુ જોઈ!! સોપારીનો કટકો જમીન પર થી ઉઠાવી..પેરણથી લુછી.. પોતાના મોઢામાં સરકાવી દીધો !!!!

March 24, 2007 Posted by વિશ્વદીપ બારડ | હસો અને હસાવો!! | | 2 Comments

હસો અને હસાવો!!

showletter-8.jpg 

પશાકાકા અવાર-નવાર શહેરમાં આવતાં જતાં પણ એમની પત્ની કંકુકાકી ને તો ભાગ્યેજ શહેરમાં જવા મળતું ! પશાકાકા , કંકુકાકીને લઈ એક વખત અમદાવાદ  શહેરમાં આવ્યા! બધે  ફરતાં, ફરતાં સાંજે પિકચર જોવાનું નક્કી કર્યું ! થિયેટરમાં પુરૂષોની ટીકીટ લેવામાં મોટી લાઈન હતી તેથી પશાકાકએ કંકુકાકીને કહ્યું કે  ” બૈરાની લાઈન ઓછી છે તો લે આ પૈસાને બે  ટિકીટ લઈ લે જે. કંકુકાકી તો લાઈન ઊભા રહી ગયાં.. એમનો વારો આવ્યો..એક મીનીટ થઈ.. બે મીનીટ થઈ .. પશાકાકા દૂર ઊભા હતા ને વિચારવા લાગ્યાં કે તેણીનો વારો આવ્યો છતાં ટીકીટ કેમ નથી લેતી ??..ત્યાં તો પેલા ત્યાંના લાલા એ કાકી નું કાડું પકડી લાઈન માંથી દૂર કર્યા!! કંકુકાકી તો હાંભળા,ફાંફળા ને ધુંધવાતા

પશાકાકા પાસે આવ્યાં! અલી ! કેમ તારો વારો આવ્યો તોય ટીકીટ કેમ ન લીધી? ” કંકુકાકી બોલ્યાં.. “બળ્યું તમારું અમદાવાદ, મેં પેલા ને કહ્યું કે મારે એક નહીં બે ટીકીટ લેવી છે તો તું  પાવલી ઓછી કર !એ બેરો સાંભળે તો ને !.. મેં એને એમ પણ કહ્યું કે અમારા ગામનો શાકભાજી વાળો એક કિલો ને બદ્લે બે કિલો મુળા લઈ એ તો પચાસ પૈસા ઓછા કરી દે, તું પાવલી ઓછી ન કરે ? મારો રોયો સાવ નકામો !!બૈરાને ધક્કા મારી બાર કાઢી !કોઈ લાજ શરમ વગરનું આ શહેર!! કાકી આગળ બોલે તે પહેલાંજ બાવડું જાલી થિયેટરની બહાર લઈ ગયાં… “આ શું શાક ભાજીની દુકાન છે ??????”

March 22, 2007 Posted by વિશ્વદીપ બારડ | હસો અને હસાવો!! | | 5 Comments