ફૂલવાડી

શબ્દગંગાની હૃદય-ઉર્મિ એટલે ફૂલવાડી

સુંદર શે’ર

poem2.jpg

સુરાલયમાં  જાશું   જરા  વાત  કરીશું,
અમસ્તી   શરાબી    મુલાકત   કરીશું.
-શેખાદમ આબુવાલા

દુઃખ વગર,દર્દ વગર,દુઃખની કશી વાત વગર,
મન વલોવાય  છે    ક્યારેક વલોપાત   વગર.

આ કલા  કોઈ  શીખે  મિત્રો કનેથી ‘ઘાયલ’
વેર  લેવાય  છે  શી રીતે  વસૂલાત  વગર.

- અમૃત ઘાયલ

પીઠમાં  મારું  માન  સતત  હાજરીથી  છે,
મસ્જીદમાં  રોજ  જા ઉં તો કોણ આવકાર દે!

આ   નાના    દર્દ   તો  થાતાં નથી  સહન,
દે, એક   મહાન  દર્દ   અને  પારવાર   દે.

એ  સૌથી  વધુ  ઉચ્ચ  તબક્કો છે મિલનનો,
કહેવાનું   ઘણું  હો  ને   કશું  યાદ ન  આવે.

છે  મારી મુસીબતનું ‘મરીઝ’એક આ કારણ,
હું  મુજથી   રૂઠેલો  છું , મને  કોણ  મનાવે?
-મરીઝ
 

February 29, 2008 Posted by વિશ્વદીપ બારડ | શાયરી | | 2 Comments

ગમતા શે’ર

wallpaper.jpg 

હરું  છું ફરુ  છું નગરમાં સતત
છ્તાં કેમ  લાગું કબરમાં સતત..આહમદ મકરાણી

સંમદર  જુઓ  કેવો   હાંફી  રહ્યો ?
બધાં નીર નદીઓના તાણ્યા પછી..આદિલ મન્સસૂરી

પછી   દાનમાં લઈ   જજો ચક્ષુઓ
પ્રથમ  થોડા આંસુઓ રમવા તો દો…ડૉ.એસ.એસ્ રાહી

તું   અંતિમ ક્ષણે મોક્ષને માગ મા
મહા મોંઘા અવસરનો સોદો ન કર..મનોજ ખંડેરીયા

અડીખમ  ઊભા શ્વાસના  ખારવા
અનાગતના જળ ખળભળે છે હજી…ડૉ.રશીદ મીર

કરી રામ દીવો  હવે ખુદ અમે
નીકળશું મશાલો જલાવ્યા સમે..હર્ષદ ત્રિવેદી

                                         
 

February 13, 2008 Posted by વિશ્વદીપ બારડ | શાયરી | | 2 Comments

માણવા જેવા શે’ર

martina_strobelart_003.jpg 

કૂંપળોએ ચીસ પાડી  બાગમાં,
જ્યાં કુહાડીને ઉપાડી કોઈ એ.

આવકારો દ્વાર પર ના  હોય તો,
ઉંબરો પણ લાગશે  ડુંગર પછી..આબિદ ભટ્ટ

ખોરડું આખુંય ઝળહળ થઈ જશે એના પછી,
કોક ખૂણે  એક દિવો તો પ્રજળતો   જોઈએ.

એજ  ગીતો   રહી શકે  છે  લોકજીભે  આખરે,
હાથ એ લખનારનો આખો સળગતો   જોઈએ..ઉર્વીશ વસાવડા

જીભથી જે  કહી શકાય  નહીં,
આંખ  કરશે બયાન કહેવા દે.

આમ   ઉંબરેથી  દૂર  ના બેસો,
આપણો પ્રેમ અસ્ત  થઈ   જશે..એસ.એસ રાહી

વાંચવાનો તો તને બહુ  શોખ છે ને?તો પછી લે આ
ગ્રંથની   જેવા જ છે   દળદાર મારા ઘાવ વાંચી લે..અનિલ ચાવડા

તાકી તાકી રાતોને   ના જોયા કરશો,
એમાં  તડકો દેખાશે તો   કહેશો કોને?.ભાવેશ ભટ્ટ્

વસ્ત્ર  પહેરેલી હવા નિહાળીને પવન હલમલી ગયો છે,
લાગણીનું    આ નગર   સોહામણું છે અને નથી પણ.

ત્યાં જશો તે પછી નહીં  મન થાય , પાછા  ફરવાનું,
સ્મશાન  સ્થળ જ એવું રળિયામણું છે અને નથી પણ..ધૂની મંડલીયા
 

January 12, 2008 Posted by વિશ્વદીપ બારડ | શાયરી | | 5 Comments

મુશાયરાની એક ઝલક-ઓકટોબર,૩૦,૨૦૦૫( વડોદરા)

 goddess1.jpg

ઝણઝણી  ઊઠે  હ્ર્દયના   તાર   કૈં  કહેવાયના,
લાગવા  માંડે   સંબધો  ભાર    કૈં     કહેવાયના…મકરંદ મુસાળ

સૌને  પોતીકા  માને છે આ  માણસોને ઠાર  કરો,
વ્હાલાને માટે વલખે છે આ માણસો ને ઠાર કરો..ડૉ,દીના શાહ

 ફૂલ   છું  ને     કારખાને   જાવું ,
આ  જુઓ અત્તર બની વેચાવ છું..મુકેશ જોષી

યાદ છે   તે મૂક્યો    તો કદી રેતનો એક કણ હાથમાં,
ને ખબર પણ પડી નેં કે ક્યારે રચાયો એક કણ હાથમાં.રઈશ મણિયાર

ને છતાં  મારી તરસ તો ક્યાં  કદી છીપી  હતી,
આમ ઊભા   ઉભ   મેં આખી નદી પીધી    હતી..હર્ષ બ્રહ્મભટ્ટ

ફૂલની    દૂકાન  શોધી     રાખજો,
શક્ય છે   કે   હું મરણ પામું  અહીં..ભાગ્યેશ જહા

પેલો  સૂરજ તો સાંજના  આથમી  જશે,
આંખોમાં  મારી  ઊગશે એને સલામ છે..અંકિત ત્રિવેદી

આભમાં  કે દરિયામાં  તો એક પણ  કેડી નથી,
અર્થ એનો   એ નથી કોઈએ  સફર ખેડી  નથી.રાજેશ  વ્યાસ’મિસ્કિન’

હું   ય   જીવ્યો  છું   ન સમજો   કે ફકત જીવ્યો છું,
શ્વાસની  અટકળો  વેઠીને     સતત    જીવ્યો    છું.

ને પછી  એવું    થયું   કે રાત  વરસાદી  હતી,
ને પછી  રસ્તામાં એક  પલળેલી શહેજાદી હતી.ખલીલ ધનતેજવી
 
 

January 3, 2008 Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ, શાયરી | | 1 Comment

ગુજરાતી શેર સમૃધ્ધિ…

 tree.jpg

શંકરની     જેમ     નાગને  મફલર  કરી શકો,
પણ ઝેર પી જવાનું  જિગર  ક્યાંથી   લાવશો?…ખલીલ ધનતેજવી

ઘણીવાર   વરસાદ    એવો   પડે ,
ચિતા  પર ચઢો  ને સળગવા ન  દે…ચિનુ મોદી

કાગળમાં  તારી યાદના  કસ્સાઓ  લખ મને,
જો શક્ય હો તો પ્રેમના  ટહુકાઓ    લખ મને…દિલીપ પરીખ

હું    બેખબર  રહું   છું   હવે  મારા   હાલથી,
કંઈ  જાણવા  સમું  હો  તો મુજને  જણાવજો…નઝીર ભાતરી

મેં  કર્યો  એકજ  સ્થળે ઊભા રહીને  ઈન્તિઝાર,
એટલે  તારા   સુધી  મારાથી  પહોંચાયું  નહીં…બેફામ

એ   સૌથી  વધુ  ઉચ્ચ તબ્બકો છે મિલનનો,
કહેવાનું  ઘણું   હો   ને કશું  યાદ ન  આવે… મરીઝ.

કલમનો  સંગ લીધો, અક્ષરી અજવાસ  લઈ લીધો,
અમે સંસારમાં રહીને પરમ સન્યાસ લઈ  લઈ લીધો..મુસાફિર પાલપૂરી

ખૂદા  ખાતર મને ખેંચી ન જા મસ્જિદ મહીં ઝાહિદ,
મને  દેખાવ  કાજે   કયાંય દેખાવું  નથી  ગમતું…રૂસ્વા મઝલૂમી

December 31, 2007 Posted by વિશ્વદીપ બારડ | શાયરી | | 3 Comments

મને ગમતા શેર

 images11.jpg

બસ     દુર્દશાનો    એટલો   આભાર    હોય   છે,

જેને     મળું     છું   મુજથી    સમજદાર   હોય છે.

-મરીઝ

મારી હસ્તી મારી પાછ્ળ એ રીતે વીસરાઈ  ગઈ,

આંગળી જળમાંથી  નીકળી ને જગા પુરાઈ ગઈ.-

ઓજસ પાલનપુરી

જે    શોધવામાં    જિંદગી    આખી   પસાર   થાય,

ને    એજ     હોય     પગની તળે  એમ   પણ બને.

-મનોજ ખંડેરીયા

કંઠમાં    શોભે   તો શોભે   માત્ર      પોતાનો     અવાજ,

પારકી      રૂપાળી       કંઠી         બાંધવાનું      છોડીએ.

-હેમેન શાહ.

અસર   એવી   નથી    જોઈ મેં   વર્ષોની  ઈબાદતમાં,

ફકત   બે જામમાં  તુર્ત જ જીવન બદલાય   છે સાકી.

-મરીઝ

તને   પીતા નથી    આવડતું     મૂર્ખ    મન   મારા,

પદાર્થ     એવો     ક્યો   છે    કે   જે    શરાબ  નથી?

-અમૃત ઘાયલ

ના     હિન્દુ નીકળ્યા     ન મુસલમાન     નીકળ્યા,

કબરો     ઉઘાડી   જોયું     તો     ઈનસાન નીકળ્યા.

-અમૃત ઘાયલ

October 25, 2007 Posted by વિશ્વદીપ બારડ | શાયરી | | 3 Comments

ચૂટેલા શેર

4vpk4nn.jpg

કોઈનાં  ભીનાં  પગલાં  થશે , એવો  એક  વર્તારો છે,
સ્મિત  ને આસું    બન્નેમાંથી  જોઈએ  કોને    વારો છે?

ઉર્મિની     એક   ઝૂંપડી      દિલમાં     બળી    ગઈ,
તે      દિવસે  ચારે    કોર   ગજબ   રોશની     હતી.

ના   મારા    ગુના  યાદ   કે   ના  એની  સજા  યાદ,
રહી   ગયો છે    અમસ્તોજ   મને   મારો  ખૂદા   યાદ.

નિર્દયને    ત્યાં      લીધો     છે  વિસામો   અનેકવાર,
ખૂદ      આંસુએ      દીધો  છે     દિલાસો   અનેકવાર.

અમારી     દુર્દશાઓ    પણ     તમારા  રૂપ   જેવી  છે,
હજારો   વાત   કહી   દે છે  ને   સંબોધન   નથી  હોતા.

જગતના   માનવી     માટે   જગતના   સૌ   સીમાડા છે,
કવિ    છું  માટે    મારે     તો  બધા    રસ્તા     ઉઘાડા છે.

-સૈફ પાલનપુરી

October 23, 2007 Posted by વિશ્વદીપ બારડ | શાયરી | | 6 Comments

શૂન્ય પાલનપૂરીના જાણીતા શે’ર

hug00085.gif 

 કવિશ્રી  પાલનપૂરી અનેક પ્રકારની બિમારીથી પીડાતા હતા ક્યારેક બધા જ રોગોનાં નામો શે’ર અદાથી બોલી બધાને હસાવવાને બાને પોતા પર હસતા.

સુંદર  જો  હો તબીબ  તો  છે  એક  વાત નો  ડર,
સાજા   થવાની    કોઈ    ઉતાવળ  નહીં     કરે.
********************************
તારો ને મારો મેળ  નહીં  ખાય ઓ તબીબ ,
મુજને   પડી  દરદની     તને  સારવાર ની.
*********************************
ઉપચારો   ગયા   અને   આરામ  થઈ ગયો ,
પીડા  જ    રામબાણ   હતી   કોણ   માનશે?
**********************************
તબીબોને  કહીદો કે માથું ન મારે, દરદ સાથે સીધો પરિચય છે મારો,
હકીકતમાં  હું   એવો  રોગી છું, જેને  બહું સારી પેઠે  દવા  ઓળખે છે.
*********************************************
પરિચય છે મંદિરોમાં દેવોને મારો,
    અને મસ્જદોમાં ખૂદા ઓળખે છે.
નથી મારું વ્યક્તિત્વ  છાનું  કોઈથી,
    તમારા પ્રતાપે બધા ઓળાખે છે.
***************************
નહીં    હોય  ચંદાનું   ઘાયલ   જિગર તો,
અલૌકિક    પ્રણયની   કદર  કોણ   કરશે?
સિતારા    બની   જો  ચમકશે ન    આસું,
જગે     પ્રેમ  ગાથા   અમર    કોણ કરશે ?
*****************************
તોફાનને   દઈને ,   અણછાજતી  મહત્તા,
તું   વાતનું  વતેતર  ના કર, ક્ષમા કરી દે,
હોડીનું  એક રમકડું, તૂટ્યું તો થઈ ગયું શું?
મોજાની  બાળ હઠ છે, સાગર ક્ષમા કરી દે!
 

September 14, 2007 Posted by વિશ્વદીપ બારડ | ગમતી ગઝલ, શાયરી | | 3 Comments

શાયરી

tiger_small1.jpg 

૧, હસ્ય હોઠપર લાવી શકતો નથી,ખુશી કોઈની જોઈ શક્તો નથી,
   કેવો અભાગી જીવ છે આ, દિલાસો   કોઈને  દઈ શક્તો નથી.   
     

૨, દોસ્ત   માની  દિલની   બધી   ગુપ્તવાતો   તો    કહીં દીધી,
    “કહેશ નહી  કોઈને” કહી   મારી  વાતો   બધે     કહી દીધી.

૩, તારી વાતોને   ઓટ  માની  ભુલવા   તો   મથું છું,
   કોણ જાણે કેમ?   આંખ છલકાઈ છે    ભરતી   બની.

૪, જિંદગી  જીવી ગયો, એક  ઘર  બાંધી  ના  શક્યો,
   કળશ  ભરી રાખનો , એક “સમાધી” બંધાઈ ગઈ.

૫, એકલો આવ્યો હતો,એકલ જીવવામાં કશો ડર નથી,
   શાનથી જીવી જઈશ એકલા મરવા   કશો ડર નથી.

૬, તારા અંબોડેથી પડ્યું ગુલાબનું ફૂલને ખુશ્બું ફેલાઈ ગઈ,
   તીરછી  નજર તે કરી, તો   દિશા ઓ ગભરાઈ ગઈ.

૭, કાલ હતો,આજ  છે, આવતી કાલ  નો  માલિક તૂંજ છે,
   આજનો   રહેવાસી  હું  અહીં  ,ભાડું   આજનું   મેં  ભર્યુ,
   દશૅન દેવા હોય તો આજ દઈ દે,કાલની મને ખબર નથી.

૮, અથડાય  માથું પથ્થર સાથે, લોહી નીકળી મટી જાય ,
   કેવો   તે ઘા   કર્યો,  કે  જિંદગીભર   સહેતો   રહ્યો .
 

January 31, 2007 Posted by વિશ્વદીપ બારડ | શાયરી | | No Comments